Site icon Health Gujarat

માસિક દરમિયાન થાય જો અસહ્ય દુખાવો તો એ દુખાવો સામાન્ય ગણશો નહિ, થઇ શકે છે આ ગંભીર બીમારી…

આખા વિશ્વમાં અનેક મહિલાઓ આ બીમારીનો સામનો કરી રહી છે પણ આ બીમારી વિષે લોકો બહુ ઓછા જાગૃત છે. એક સર્વે મુજબ ૧૦ માંથી એક મહિલા ( ૧૨ થી ૪૦ વર્ષની ઉમરમાં) એન્ડોમેટ્રીયોસીસ નામની બીમારીથી પીડાય છે.ઘણી વાર ડોક્ટરને પણ આ બીમારી વિષે ખબર નથી હોતી. અને આ બીમારીને માસિક દરમિયાન થતો સામાન્ય દુખાવો ગણી લેતા હોય છે.

image source

એન્ડોમેટ્રીયોસીસ એક એવી સમસ્યા છે જેમાં ગર્ભાશયની અંદર મળી આવેલ ટીસ્યુ એ વધીને ગર્ભાશયની બહારના ભાગમાં ફેલાવા લાગે છે. આ ટીસ્યુ અંડાશય, ફેલોપિયન ટ્યુબ કે પછી ગર્ભાશયના બહારના ભાગમાં અને આંતિરક ભાગમાં ફેલાઈ શકે છે. એન્ડોમેટ્રીયોસીસ હોવા પર માસિક દરમિયાન બહુ જ દુખાવો થાય છે. આ ટીસ્યુ ગર્ભાશયની અંદરના ટીસ્યુ જેવું જ હોય છે પણ માસિક દરમિયાન આ બહાર નથી નીકળી શકતું અને તેના કારણે જ દુખાવો થતો હોય છે. ક્યારેક આ ટીસ્યુ એ નિશાન બનાવે છે એટલે કે દ્રવથી ભરેલ અલ્સર બનાવે છે આનાથી મહિલાઓની પ્રજનન શક્તિ નબળી પડે છે.

Advertisement
image source

સામાન્ય રીતે મહિલાઓને આ બીમારી વિશે ત્યાં સુધી ખબર નથી પડતી જ્યાં સુધી તે પ્રેગનેન્ટ ના થાય. ફર્ટીલીટીની તકલીફથી પીડાઈ રહેલ મહિલાઓમાં ઘણી મહિલાઓને એન્ડોમેટ્રીયોસીસ બીમારી છે તેવું તારણ કાઢવામાં આવ્યું હતું. એન્ડોમેટ્રીયોસીસ બીમારી થવાનો અર્થ એ નથી કે તમે પ્રેગનેન્ટ નહિ થઇ શકો. વાસ્તવમાં મહિલાઓના પ્રજનન અંગ પર એન્ડોમેટ્રીયલ ગ્રોથ થવા પર ઈંડું અને શુક્રાણુંના માર્ગમાં અવરોધ આવી શકે છે. યુટેરસ પર પડેલ નિશાન એગ ફર્ટીલાઈઝ કરવાની પ્રક્રિયામાં મુશ્કેલી ઉભી કરી શકે છે અને ગર્ભધારણ નથી થઇ શકતો.

૧૮ થી ૩૫ વર્ષની ૨ કરોડ મહિલાઓ આ બીમારી’થી પીડાતી હોય છે એન્ડોમેટ્રીયોસીસની જીવનશૈલીથી ઉપજેલ બીમારી નથી, આ બીમારી એ મોટાભાગે યુવાવસ્થામાં થાય છે.

Advertisement
image source

એન્ડોમેટ્રીયોસીસના મુખ્ય કારણમાં પીરીયડ દરમિયાન સામાન્યથી વધારે દુખાવો થવો એ છે. ટીસ્યુ જો કોઈ જગ્યા પર વધી રહ્યું છે તો તેના હિસાબે પીઠમાં દુખાવો, પેશાબ દરમિયાન વધારે દુખાવો, પીરીયડ દરમિયાન વધારે બ્લીડીંગ, અનિયમિત પીરીયડ, કબજિયાત, વારંવાર પેશાબ કરવા જવું, થાક લાગવો, શારીરિક સંબંધ બનાવતા સમયે કે પછી દુખાવો થવો આ તેના મુખ્ય લક્ષણ છે.એન્ડોમેટ્રીયોસીસના લક્ષણ,

image source

એન્ડોમેટ્રીયોસીસના થોડા ચક્રીય લક્ષણ પણ હોય છે એટલે કે એ માસિકધર્મ શરુ થતા પહેલા કે થોડા સમય પછી આ લક્ષણ દેખાતા હોય છે. આમાં થોડા થોડા સમયે સોજા આવવા, શૌચમાં દુખાવો, પેશાબમાં લોહી આવવું, ગુદામાંથી લોહી નીકળવું અને ખભા દુખવા. એન્ડોમેટ્રીયોસીસથી મહિનામાં ઘણીવાર રક્તસ્ત્રાવ થતું હોય છે અને એ સામાન્યથી વધારે હોય છે.

Advertisement
image source

જો તમારા પરિવારમાં કોઈને એન્ડોમેટ્રીયોસીસની તકલીફ છે તો તેમની પર બીમારી થવાની શક્યતા વધી જાય છે માટે જો ઉપર મુજબના લક્ષણ દેખાય તો તરત ડોક્ટરની સલાહ લેવા જાવ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version