Site icon Health Gujarat

પેટની ચરબી ઘટાડવા અને આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે આ ખાસ જ્યુસ, જાણો બનાવવાની રીત અને ગજબના ફાયદા

આજે અમે આપને માટે અનેક ફાયદા આપે તેવો જ્યુસ લઈને આવ્યા છીએ. આ જ્યુસ માટે તમારે ખાસ મહેનત કે ખર્ચ કરવાનો રહેતો નથી. તમે ફક્ત લીમડાના પાનની મદદથી આ જ્યુસ તૈયાર કરી શકો છો. હા, લીમડાના પાન સ્વાદ વધારવાની સાથે સાથે હેલ્થ માટે પણ લાભદાયી રહે છે. તમે પોતે પણ અનેક વાર દાળ, સાંભર કે કઢીનો સ્વાદ વધારવા માટે લીમડાનો વઘાર કર્યો હશે. આ સિવાય તમે તેનો ઉપયોગ ચટણી બનાવવામાં પણ કર્યો હશે. પરંતુ શું તમે જાણો છો કે તેનાથી તમને કેટલા ફાયદા થાય છે અને સાથે લીમડાના પાન વિના તેનો ટેસ્ટ પણ અધૂરો રહે છે. તો આજે જાણો લીમડાના પાનથી સ્વાસ્થ્યને થતા કમાલના ફાયદા વિશે.

શું મળે છે લીમડાના પાનમાં

Advertisement
image source

જાણીતા આયુર્વેદ ડોક્ટરના અનુસાર લીમડાના પાનમાં રહેલું આયર્ન, ઝિંક, કોપર, કેલ્શિયમ, વિટામિન એ અને બી, તથા એમિનો એસિડ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફોલિક એસિડ જેવા પોષક તત્વો સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે. એક્સપર્ટના અનુસાર લીમડાના પાનનો જ્યૂસ નિયમિત રીતે પીવાથી અનેક ગંભીર બીમારીથી બચી શકાય છે. તેનાથી એેનિમિયાની સમસ્યા પણ દૂર થઈ શકે છે અને સાથે વજન પણ ઘટે છે. આ સિવાય આંખનું તેજ વધારવામાં પણ મોટી મદદ મળે છે.

જાણો લીમડાના પાનના 5 ચમત્કારિક ફાયદા

Advertisement
image source

આયુર્વેદના ડોક્ટરના અનુસાર તમે નિયમિત રીતે લીમડાના પાનનો જ્યુસ પીઓ છો તો તેમાં એનિમિયાને દૂર કરવાની તાકાત રહે છે. તેમાં વધારે પ્રમાણમાં ફોલિક એસિડ અને આયર્ન હોય છે. જે એનિમિયાને દૂર કરવામાં તમારી મદદ કરે છે. લીમડાના પાનનો જ્યૂસ પીવાથી શરીરના વિષાક્ત તત્વો બહાર નીકળે છે અને સાથે શરીરની એકસ્ટ્રા ચરબી હટાવવામાં મદદ મળે છે. વજન ઓછું કરવામાં લીમડાના પાનનો જ્યૂસ મોટી મદદ કરે છે. જેઓને આ જ્યૂસ પીવાનું પસંદ નથી તેઓ તેને ભોજનમા કોઈ પણ પ્રકારે ખાઈ શકે છે. લીમડાના પાનમાં એન્ટી ઓક્સીડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનાથી આંખોનું તેજ વધે છે. સાથે મોતિયાબિંદ જેવી તકલીફ પણ જલ્દી આવતી નથી. ડોક્ટરના જણાવ્યા અનુસાર લીમડાના પાનનો જ્યૂસ પીવાથી પાચન તંત્ર મજબૂત રહે છે, સાથે પેટમાં ગેસ, અપચો વગેરે તકલીફો દૂર થાય છે.

image source

તો હવેથી તમે પણ રોજ 1 ગ્લાસ આ સસ્તી વસ્તુનો જ્યુસ પીઓ. જે ફટાફટ બની પણ જશે અને તમારા સ્વાસ્થ્યને અનેક મોટા લાભ આપશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version