Site icon Health Gujarat

જાણો ઓશિકું લેવાથી શરીરમાંથી થતી આ બીમારીઓ વિશે

જો તમને પણ ઓશિકાની આદત હોય તો જાણી લો આ વાતો, બની શકે છે ઘણી બીમારીઓનું કારણ.

સૂતી વખતે માથે ઓશીકું રાખીને સુવાની ટેવ લગભગ દરેકે દરેક વ્યક્તિમાં જોવા મળે છે, પણ શું તમે જાણો છો આ જેટલું આરામદાયક લગે છે એટલું જ ખતરનાક પણ બની શકે છે. આ ઘણી બધી બીમારીઓનું કારણ બની શકે છે.

Advertisement
IMAGE SOURCE

આપણે હંમેશા એવું જ વિચારીએ છે કે ઓશિકા કઈ થોડી જલ્દી ખરાબ થઈ જતા હોય અને એટલે આપણે વર્ષો સુધી એક જ ઓશિકાનો ઉપયોગ કર્યા કરીએ છીએ. જોકે આવું ન કરવું જોઈએ, કારણ કે ઓશિકાની પણ એક એક્સપાયરી ડેટ હોય છે. એ પછી એને બદલી નાખવું જ હિતાવહ રહે છે, નહિ તો એ ઘણી બીમારીને નોતરી શકે છે. અને તમારા માટે તકલીફ ઉભી કરી શકે છે.

IMAGE SOURCE

આપણને એવી આદત હોય છે કે આપણે રાત્રે સૂતા પહેલા વાળમાં ઘણું બધું તેલ નાખી લઈએ છે અને આરામથી ઓશિકા પર માથું મૂકીને સુઈ જઈએ છે, પણ એ નથી વિચારતા કે વાળમાં લગાવેલું એ તેલ ઓશીકું શોષી લે છે. આપણને એમ લાગે છે કે આનાથી ફક્ત ઓશિકાનું કવર જ ગંદુ થાય છે અને આપણે તે કવર કાઢીને ધોઈ નાખીએ છીએ.

Advertisement
IMAGE SOURCE

પણ આ તેલને ઓશિકાની અંદર ભરેલું ફાઇબર પણ શોષી લે છે અને રોજ ઉપયોગ થવાના કારણે એમાં સૂક્ષમજીવો ઉતપન્ન થવા લાગે છે. જ્યારે આપણે રોજે રોજ એક જ ઓશિકા પર સુઈ જઈએ છે ત્યારે એ સૂક્ષ્મજીવો આપના શ્વાસ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને આપણને બીમાર કરી દે છે.

IMAGE SOURCE

જ્યારે આપણને શરદી ખાંસી જેવી બીમારીઓ થાય છે, ત્યારે પણ આપણે એ જ ઓશિકાનો ઉપયોગ કરીએ છીએ જેનો આપણે પહેલા ઉપયોગ કરતા હતા. એવામાં આપનો શ્વાસ અને નાકમાંથી નીકળતું પાણી અને મોઢામાંથી નીકળતી લાળ આપણા ઓશિકા પર ચોંટી જાય છે અને ઓશીકું એને શોષી લે છે, જેના લીધે બીમાર કરતા જંતુઓ પેદા થાય છે જે આપણને ગમે ત્યારે બીમાર કરી શકે છે.

Advertisement
IMAGE SOURCE

જો તમારા ચહેરા પર વારંવાર ખીલ થતા હોય તો તમારે ઓશીકું બદલતું રહેવું જોઈએ એ જ હિતાવહ છે કારણ કે એનું કારણ આ ઓશીકું હોઈ શકે છે. જ્યારે આપણે ઘણા સમયથી એક જ ઓશિકાનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો ધીરે ધીરે એ દબાઈ જાય છે. એવામાં ક્યારેક ક્યારેક આપણા ગાલની ચામડીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સાથે સાથે ઓશિકાની અંદર ઉતપન્ન થઈ ચૂકેલા બેક્ટેરિયા આપણા ચહેરા પર હુમલો કરી શકે છે, એટલે ખીલ ઘટવાની જગ્યાએ વધી જાય છે.

IMAGE SOURCE

ઓશિકાની અંદર ઉતપન્ન થયેલા બેક્ટેરિયાના કારણે આપણને શરદી ખાંસી ઉપરાંત કફ અને તાવ આવી જવા જેવી તકલીફો પણ થાય છે. એ સિવાય ડોક રહી જવી કે પછી ખભામાં દુખાવા જેવી તકલીફો પણ થાય છે. એટલે ઓશિકાનો થોડા થોડા સમય તાપમાં તપાવો કારણ કે આવું કરવાથી ઓશિકાની અંદર રહેલા જીવાણુ મરી જાય છે. સાથે સાથે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે ઓશિકાના કવર ને મહિનામાં ઓછામાં ઓછું ચાર વાર બદલો. જોકે એનો અર્થ એ નથી કે તમે તમારા ઓશિકાનો આખી જિંદગી ઉપયોગ કરી શકશો. તમારા માટે એ જ સલામત ભર્યું રહેશે કે તમારા ઓશિકા એ દર 10-12 મહિને બદલી નાખો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version