Site icon Health Gujarat

આ ફળ કરે છે આટલા બધા રોગો દૂર, જાણો અને તમે પણ કરી દો ખાવાનું શરૂ

દુનિયા જેમ જેમ નવા યુગમા પગ મુકતી જાય છે તેમ તેમ લોકોની લાઇફસ્ટાઇલમાં પણ પરિવર્તન આવ્યું છે. જીવન વધારે બેઠાડુ થઈ ગયું છે શરીરને હલનચલની આદત નથી રહી લોકોને થોડું ચાલે ત્યાં થાક લાગવા લાગે છે. અને મન થાય ત્યારે સમય હોય કે ન હોય કંઈ પણ ખાઈ લે છે. આ બધી જ અવ્યવસ્થાના કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે અને તેમાંથી ગંભીર બીમારીઓ પણ જન્મ લે છે. અને કેટલીક બીમારીઓની સારવાર તો ડોક્ટર પણ નથી કરી શકતા. પણ કુદરતે આપણી આસપાસ થતી વનસ્પતિમાં લગભગ બધી જ બિમારીઓની સારવારના ગુણો આપેલા છે.

image source

આજે અમે તમારા માટે એવા જ એક ઔષધી સમાન ફ્રૂટની માહતીને લઈને આવ્યા છે જે તમને ઘણી બધી બીમારીઓમા રાહત આપે છે. આ ફળ ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે. આમ તો આ ફળની ખેતી કરવામાં નથી આવતી પણ તે ગમે ત્યાં ઉગી નીકળે છે. અને ગામડાના લોકોને આ ફ્રૂટ બોરની જેમ ઘણું ભાવતું પણ હોય છે. આ ફળ છે પીલુડીનું ફળ. જેને હીન્દીમાં મકોઈ પણ કહેવામાં આવે છે.

Advertisement

બધી જગ્યાએ સરળતાથી ઉગી જતાં આ છોડના ફળના લાભ લોકો જાણતા નથી હોતા. માટે લોકો તેનો યોગ્ય ઉપોયગ પણ નથી કરતા. સત્ય તો એ છે કે પીલુડી એક ઉત્તમ ઔષધિ છે. પીલુડીનો ઉપયોગ શ્વાસ સંબંધીત બિમારીઓને દૂર કરવા, પેશાબ વધારવા કુષ્ઠ અને તાવમાં કરવામાં આવે છે, કીડની, સોજા, મસા, ઝાડા તેમજ વિવિધ પ્રકારના ચામડીના રોગના ઉપચાર માટે કરવામાં આવે છે.

પીલુડીના મૂળિયા, તેની ડાળી, તેના પાન તેમજ તેના ફુલ અને પાનનો ઉકાળો તમને સાંધાના દુખાવામાં રાહત આપે છે, આ સિવાય તે સોજા, ઉધરસ, વિવિધ પ્રકારના ઘા, પેટ ફુલવાની સમસ્યા, અપચો, મૂત્ર રોગમાં પણ લાભ પોહંચાડે છે. કાનની પીડા, એડકી, શરદી, આંખના રોગ, ઉલટી તેમજ શારીરિક નબળાઈમાં પણ લાભ થાય છે. તેના પાન તેમજ તેના ફળનું સેવન કરવાથી પેટમાં અલ્સર ઠીક થઈ જાય છે. તેના બીજથી ભ્રમ, વારંવાર તરસ લાગવી, તેમજ ત્વચારોગમાં પણ લાભપ્રદ છે.

Advertisement

કેવો હોય છે પીલુડીનો છોડ

image source

પીલુડીનો છોડ લગભગ બધી જ જગ્યાએ મળી જાય છે. પીલુડીના પાન લાલ મરચીના પાંદડા જેવા લીલા રંગના હોય છે. તેના ફુલનો આકાર નાનો હોય છે અને તેનો રંગ સફેદ હોય છે. તેના ફળ આકારમાં નાના બોર જેવા હોય છે. તેમાં વર્ષો સુધી ફુલ તેમજ ફળ આવે છે. ફળ કાચ્ચુ હોય ત્યારે તે લીલા રંગનું હોય છે જ્યારે પાકે છે ત્યારે તે લાલ તેમજ પીળા અથવા ઘેરા રીંગણ રંગનું હોય છે અને તેમાં ભરપુર ચીકણો રસો હોય છે. તેના બીજ ખૂબ બધા નાના ચીકણા ટામેટાના બીજ જેવા હોય છે.

Advertisement

જાણો પીલુડીના શરીરને થતાં લાભો વિષે

ઉલ્ટીની સમસ્યામાં રાહત આપે છે

Advertisement
image soucre

પીલુડીના 10-15 મિલી રસમાં 125-250 મિલિગ્રામ ફટકડી મિક્સ કરી લેવી. આ મિશ્રણને પિવડાવવાથી ઉલટી બંધ થઈ જાય છે.

વાળને કાળા બનાવે છે

Advertisement

પીલુડીના બીજમાંથી તૈયાર કરવામાં આવેલા તેલના 1-2 ટીપાં નાકમાં નાખવાથી વાળ કાળા બને છે. પીલુડીને ખાવાથી વાળને ઘણાબધા લાભ થાય છે.

લીવરના રોગમાં રાહત આપે છે

Advertisement
image source

પીલુડીના મૂળ, ડાળી, પાન, ફુલ અને ફળના 10-15 મિલિગ્રામ રસને નિયમિત રીતે પીવાથી લિવરના વધવાની સમસ્યા દૂર થાય છે.

અપચાની સમસ્યા દૂર થાય છે

Advertisement

પીલુડીના 20-30 મિલિગ્રામ ઉકાળામાં 2 ગ્રામ પીપળનું ચૂરણ ઉમેરવું. તેનાથી સવાર અને સાંજે ખાધા બાદ પીવડાવવાથી અપચાની સમસ્યા દૂર થાય છે.

આંખની સમસ્યા દૂર કરે છે

Advertisement
image source

પીલુડીના ફળને ઘીમાં મિક્સ કરવું. તેનો પીલ્લના (આંખનો એક પ્રકારનો રોગ) રોગીને ધૂપ આપવાથી તેના કીડા નાશ પામે છે અને વ્યક્તિને આ બીમારીથી છૂટકારો મળે છે.

પીડામાં રાહત આપે છે

Advertisement

પીલુડીના પાનના રસને ગરમ કરી લેવા. તેના 2-2 ટીપાં કાનમાં નાખવાથી નાક તેમજ કાન સંબંધીત રોગમાં લાભ થાય છે.

કીડનીના રોગમાં રાહત આપે છે

Advertisement
image source

10થી 15 મિલીગ્રામ પીલુડીના રસને રોજ પીવાથી કીડનીમાં આવતો સોજો દૂર થાય છે, કીડનીની પીડા વિગેરેની સમસ્યામાં પણ લાભ મળે છે.

મોઢાના છાલાની સમસ્યા દૂર કરે છે

Advertisement

પીલુડીના 5-6 પાનને ચાવી જવાથી તમારા મોઢામાં જો છાલા પડવાની સમસ્યા રહેતી હોય તો તે દૂર થાય છે.

હૃદય રોગમાં લાભ આપે છે

Advertisement
image source

પીલુડીના પાન, ફળ અને તેની ડાળીઓનું સત કાઢી લેવું. તેને 2થી 8 ગ્રામના પ્રમાણમાં દિવસમાં 2-3 વાર લેવાથી હૃદયરોગમાં લાભ થાય છે.

નાના બાળકને દાંત આવતા હોય ત્યારે રાહત આપે છે

Advertisement

પીલુડીના પાનના રસમાં ઘી કે તેલને એક સરખા પ્રમાણમાં લેવું. તેને બાળકના પેઢા પર મસાજ કરવથી બાળકને દાંત આવતા હોય ત્યારે પિડા નથી થતી.

પેટના રોગમાં રાહત આપે છે

Advertisement
image source

પીલુડીના પાન, ફળ અને તેની ડાળીઓનું સત નીકાળી લેવું. તેને 2થી 8 ગ્રામ સુધીના પ્રમાણમાં દિવસમાં 2-3 વાર લેવું. તેનાથી પેટમાં પાણી ભરાવાની બીમારીમાં લાભ મળે છે.

ઉધરસમાં રાહત આપે છે

Advertisement

પીલુડીના પાંદડાનુ શાક ખાવાથી ઉધરસમાં રાહત થાય છે. પીલુડીના ફુલ તેમજ ફળના ઉકાળાનુ સેવન કરવું. તેનાથી ઉધરસ તેમજ નાકમાં થયેલા સોજા વિગેરેમાં રાહત મળે છે.

ટીબીના રોગમાં લાભ થાય છે

Advertisement
image source

પીલુડીના પાકેલા ફળનું મધ સાથે સેવન કરવું. તેનાથી ટીબીની બીમારીમાં રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version