Site icon Health Gujarat

જો અપનાવશો આ ઘરેલુ ઉપાયો, તો થોડા જ દિવસોમાં મોં પરથી દૂર થઇ જશે ખીલ અને ફોલ્લીઓ પણ

જો તમે ફોલ્લીઓથી પરેશાન છો,તો અપનાઓ આ 7 ઘરેલું ઉપાય સરળતાથી તમને આ તકલીફથી છુટકારો મળશે

ઘરેલું ઉપાય: ત્વચા સ્વચ્છ અને વ્યવસ્થિત હોય તો દરેકને સારું લાગે છે,પરંતુ થોડી જ ફોલ્લીઓ પણ ચિંતાનું કારણ બની જાય છે.પ્રદૂષણ અને ચેપના કારણે પણ ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે,જેના કારણે ત્વચા પર બળતરા,ખંજવાળ અને દુખાવા જેવી તકલીફો થઈ શકે છે.એક ફોલ્લી ત્વચા પર એક ગઠ્ઠો કરે છે જે પિમ્પલ્સ જેવું લાગે છે.Www.myUpchar.com એઈમ્સના ડો.ઓમર અફરોઝનું કેહવું છે કે સામાન્ય રીતે ફોલ્લીઓ બેક્ટેરિયાના ચેપને કારણે થાય છે.જ્યારે બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરે છે,ત્યારે રોગપ્રતિકારક શક્તિ ચેપ સામે લડતા શ્વેત રક્તકણોને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલે છે.જલદી સફેદ રક્તકણો બેક્ટેરિયા પર હુમલો કરે છે, તેથી તેની આસપાસની પેશીઓ નાશ પામે છે.આ ત્યાં ખાલી જગ્યા બનાવે છે અને પછી પસથી ભરાય જાય છે.

Advertisement
image source

Www.myUpchar.com ના ડો.લક્ષ્મીદત્ત શુક્લા કહે છે કે ગુલાબી અથવા લાલ રંગની ફોલ્લીઓમાં પણ પસ ભરાય જાય છે અને તેમાં દુખાવો શરૂ થાય છે.વહેલા તેમની સારવાર કરવામાં આવે તેટલું સારું.એવા ઘણા ઘરેલું ઉપાય છે જેનાથી સરળતાથી મુક્તિ મેળવી શકાય છે.જાણો આ સમસ્યાના ઘરેલુ ઉપાયો.

હળદર: હળદરમાં ઔષધીય ગુણ રહેલા હોય છે.તેમાં બળતરા વિરોધી અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો પણ હોય છે,જે ફોલ્લીઓની સારવારમાં અસરકારક સાબિત થાય છે.આ માટે એકથી દોઢ ચમચી હળદર પાવડરમાં પાણી અથવા દૂધ મિક્ષ કરીને પેસ્ટ બનાવીને ફોલ્લીઓ પર લગાવો.આ પેસ્ટને લગભગ 30 મિનિટ સુધી રાખો અને ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો.તમને થોડા દિવસોમાં ફાયદો થશે. હળદરમાં મલાઈ મિક્સ કરીને તેને ચેહરા પર લાગવાથી તમારી ફોલ્લીઓ દૂર થશે અને તમારી ત્વચા પણ સુંદર થશે.

Advertisement
image source

નાળિયેર તેલ : નાળિયેર તેલમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે જે ફોલ્લીઓમાં રાહત આપી શકે છે.આ સાથે,ચાના ઝાડના તેલમાં એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો હોય છે.હવે તમે આ બંનેને મિક્સ કરો અને એક પેસ્ટ બનાવો અને તેને ફોલ્લીઓવાળી જગ્યા પર દિવસમાં ત્રણથી ચાર વાર લગાવો.જો તમે આ પ્રક્રિયા આખા અઠવાડિયામાં પુનરાવર્તિત કરો છો,તો તમને જરૂર લાભ મળશે.

image source

એલોવેરા:એલોવેરા એકદમ ફાયદાકારક હોઈ શકે છે.સૌપ્રથમ એલોવેરાને પીસી લો અને તેમાં હળદર નાખો અને આ પેસ્ટને ફોલ્લીઓવાળી જગ્યા પર લગાવો.દિવસમાં બે વાર આનું પુનરાવર્તન કરો. એલોવેરા કાપીને તેનું જેલ ચેહરા પર લગાવવાથી પણ ત્વચાને લગતી તકલીફો દૂર થશે.

Advertisement
image source

બેકિંગ સોડા: બેકિંગ સોડા સાથે મીઠું ભેળવીને તેને ફોલ્લીઓવાળી જગ્યા પર લગાવવાથી ફોલ્લીઓમાં ફાયદો મળે છે.આ પેસ્ટને લગભગ 20 મિનિટ માટે ત્વચા પર રહેવા દો,પછી આ પેસ્ટ કાઢતા પહેલા તેને સહેજ દબાવીને તેમાંથી પસ દૂર કરો.દિવસમાં માત્ર એકવાર આ પ્રક્રિયા કરવી જરૂરી છે.બેકિંગ સોડા તેના એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોને કારણે ચેપ અટકાવે છે.

તુલસી: એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મવાળી તુલસી ફોલ્લીઓ દૂર કરી શકે છે.તુલસીના પાંદડા પીસીને પેસ્ટ એક બનાવો અને તેને ત્વચા પરની ફોલ્લીઓ પર લગાવો.આ આયુર્વેદિક ઉપાય તમારા માટે જરૂર ફાયદાકારક રહેશે.

Advertisement
image source

લીમડો: લીમડાના એન્ટી વાઈરલ અને એન્ટી ફંગલ ગુણધર્મો ફોલ્લીઓને દૂર કરવામાં મદદ કરે છે.આ માટે લીમડાના પાનને પીસીને એક પેસ્ટ બનાવો અને તેને 20 મિનિટ સુધી ફોલ્લીઓ પર લગાવો અને પછી તેને સાફ પાણીથી ધોઈ લો.આ ઉપાય દિવસમાં ત્રણથી ચાર વખત કરી શકાય છે.જેથી ફોલ્લીઓ દૂર તો થશે જ પણ તમને સાફ અને ચમકતી ત્વચા પણ મળશે.

image source

સિંધવ મીઠું : સિંધવ મીઠામાં ગરમ પાણી ઉમેરો અને તેને ફોલ્લી પર લગાવો,લગભગ 20 થી 30 મિનિટ સુધી તેને રહેવા દો.આ પ્રક્રિયા ફોલ્લીઓ પર થતાં દુખાવામાં પણ રાહત આપે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version