Site icon Health Gujarat

ખોરાકમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, અને બાળકોને બચાવો ન્યુમોનિયાથી

ન્યુમોનિયા એ એક શ્વસન વિકાર છે,જે ફેફસામાં સોજાના કારણે થાય છે.આ રોગમાં વાયુ થેલી જે સામાન્ય રીતે એલ્વેયોલી તરીકે ઓળખાય છે,તે પ્રવાહીથી પૂરું ભરાય જાય છે,જે શ્વાસની તકલીફનું કારણ બને છે.તેના અન્ય લક્ષણો વિશે વાત કરીએ,તો તેમાં તાવ,કફ અને શરદી વગેરે નો સમાવેશ થાય છે.તે જ સમયે,ખૂબ લાળ અથવા કફ ખૂબ અગવડતાનું કારણ બને છે.વરસાદી અથવા ઠંડીના દિવસોમાં શિશુઓ અને બાળકોમાં આ ચેપ સામાન્ય બને છે કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી હોય છે.

image source

આજકાલ વરસાદની ઋતુ છે અને બાળકો વરસાદમાં રમવાનું કે ભીનું થવાનું ખુબ પસંદ કરે છે આવી સ્થિતિમાં,બાળકોને શરદી થઈ શકે છે અને તે ન્યુમોનિયા સુધી પોહચી શકે છે.તેથી તે મહત્વનું છે કે તમે બાળકોને બરાબર ખોરાક આપો જેથી તેઓ ન્યુમોનિયાથી બચી શકે.તો ચાલો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જે તમારા બાળકોને ન્યુમોનિયાથી બચાવવામાં મદદ કરી શકે છે.

Advertisement

ન્યુમોનિયાથી બચવા બાળકોના આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

બાળકોને ફુદીનો અને નીલગિરીની ચા આપો

Advertisement
IMAGE SOURCE

વરસાદમાં પલળ્યા પછી ન્યુમોનિયાથી બચવા માટે બાળકોને ફુદીનો,નીલગિરી અને મેથીની ચા પીવી જોઈએ. વરસાદમાં આ હર્બલ ચા તેમના ગળાને શાંત કરવામાં મદદ કરી શકે છે.2011 ના એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ફુદીના અને નીલગિરીની ઔષધિઓ ઉપલા શ્વસન માર્ગના ચેપવાળા લોકોના ગળા પર ઘણી સારી અસર કરે છે.આ ઔષધિઓ લાળને તોડવામાં અને ન્યુમોનિયાથી થતી પીડા અને બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે.

પ્રોટીનવાળો આહાર લો

Advertisement
IMAGE SOURCE

ન્યુમોનિયાથી પીડિત લોકોએ પ્રોટીનથી ભરપૂર આહાર લેવો જોઈએ.બદામ,બી,કઠોળ ઘણા પ્રોટીન ધરાવે છે અને બળતરા વિરોધી ગુણધર્મો પણ ધરાવે છે.તે ખોરાક ક્ષતિગ્રસ્ત પેશીઓને સુધારવામાં અને શરીરમાં નવી પેશીઓ બનાવવામાં મદદ કરી શકે છે.રોગપ્રતિકારક શક્તિ વધારીને તેઓ ઝડપથી રોગના ઉપચારમાં મદદ કરી શકે છે.આ સાથે,તમારે કાર્બોહાઇડ્રેટની સામગ્રીથી બનેલા ખોરાક બાળકોને ખવડાવા જોઈએ,જેમ કે આખા અનાજ જેવા કે ક્વિનોઆ બ્રાઉન રાઇસ,ઓટ્સ અને જવ જેવા ખોરાક ખવડાવા જોઈએ.તે બિમારી દરમિયાન શરીરને ઉર્જા પ્રદાન કરે છે.તેમાં રહેલા બી-વિટામિન ઉર્જાના ઉત્પાદન અને શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.આ અનાજમાં હાજર સેલેનિયમ ખનિજ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

પ્રોબાયોટીક્સ

Advertisement
image source

તમારા બાળકોને એ આહાર આપો કે જેમાં પ્રોબાયોટીક્સ રહેલું હોય છે,જેમ કે દહીં જેવા ખોરાકમાં પ્રોબાયોટિક્સ હોય છે જે ન્યુમોનિયા પેદા કરતા જીવાણુના વિકાસને અટકાવે છે.તેઓ રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે કારણ કે તેઓ આંતરડામાં સારા બેક્ટેરિયામાં વધારો કરે છે.તે જ સમયે,તમે લીંબુ,નારંગી અને બૈરી વગેરે જેવા ખાટાં ફળ પણ ખાઈ શકો છો.

મેથી

Advertisement
image source

2018 ની એક સમીક્ષા સૂચવે છે કે મેથીના દાણા લાળને તોડવામાં મદદ કરી શકે છે.તેથી મેથીના દાણાથી બનેલી ચા સતત ઉધરસ ઘટાડી શકે છે.તે જ સમયે,મેથીનું તેલ ઉધરસને દૂર કરવામાં મદદ કરી શકે છે.લોકો આનો ઉપયોગ ડિફ્યુઝર્સમાં કરી શકે છે.આ ઉપરાંત સંશોધન સૂચવે છે કે મેથીના દાણા તાવ દરમિયાન વ્યક્તિના શરીરનું તાપમાન ઘટાડવામાં અને પરસેવો દૂર કરવામાં મદદ કરી શકે છે.

સુતા પહેલાં મધ અને તજ વાટીને ચટાળવું

Advertisement
image source

મધ ખૂબ લાંબા સમયથી તેના હીલિંગ ગુણધર્મો માટે જાણીતું છે.તે ઉધરસ અને શરદી મટાડવા માટે મદદગાર છે અને ન્યુમોનિયાના લક્ષણોમાં ઘટાડો કરી શકે છે.તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણ રહેલા છે.જ્યારે તજ બળતરા વિરોધી ગુણધર્મોથી ભરેલું છે.જો તમારું બાળક વરસાદથી ભીંજાયુ છે,તો તજને વાટી લો અને મધમાં મિક્સ કરી લો અને રાત્રે સુતા પેહલા તમારા બાળકને આ મિક્ષણ ચટાળો.આ ઉપાયથી તમારું બાળક ન્યુમોનિયા જેવી તકલીફોથી દૂર રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version