Site icon Health Gujarat

પોસ્ટ કોવિડ ટ્રીટમેન્ટમાં રાખી લેશો આ વાતનું ધ્યાન તો તમને નહીં આવે કોઈ સમસ્યા, જાણો ખાસ વાતો

આપણે જે પણ આહાર લઈએ છીએ, એમાં અન્ય પોષક તત્વોની જેમ જ પ્રોટીનનું પણ સંતુલિત પ્રમાણમાં સેવન જરૂરી છે. એવું ન કરવા પર શરીરમાં પ્રોટીનની કમીથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એ વિશે તમને ખબર હોવી જોઈએ. હાલના દિવસોમાં ન્યુટ્રિશનિસ્ટ, ડાયતિશીયન અને ડૉક્ટર્સ બધા કોરોના દર્દીઓ, પોસ્ટ કોરોના કેરની સાથે જ ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ રાખવા માટે સામાન્ય લોકોને પણ પ્રોટીનના સેવનની ખાસ સલાહ આપી રહ્યા છે. પ્રોટીનથી ફક્ત મસલ્સ જ સ્ટ્રોંગ નથી બનાવતું પણ ઓવરઓલ હેલ્થ પણ સારી રહે છે. પ્રોટીનની કમીથી તન અને મનની તંદુરસ્તીને નુકશાન પહોંચે છે.

મૂડ સવિંગ.

Advertisement
image source

ડેઇલી ડાયટમાં પ્રોટીનનું પ્રમાણ જરૂરિયાત મુજબ બરાબર ન રહેવાના કે પછી ઓછું હોવાને કારણે મૂળની અસ્થિરતા, ચીડચીડિયાપણું, ઉદાસીની સમસ્યાઓ થઈ શકે છે. પ્રોટીન આપણા શરીરના જુદા જુદા હોર્મોન્સ અને ન્યુરોટ્રાન્સમીટરનું સંતુલન જાળવી રાખવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. પ્રોટીનની કમીથી સેરોટોનિન જેવા હેપી હોર્મોન્સનું લેવલ ઘટી શકે છે.

નખ, વાળ અને સ્કિન

Advertisement
image source

આપણી સ્કિન, નખ અને વાળ મૂળ રૂપે પ્રોટીનના બનેલા હોય છે. એટલે શરીરમાં પ્રોટીનની કમીની અસર એના પર પડે એ સ્વાભાવિક છે. જો પ્રોટીન ડેફિશિયનસી વધી જાય તો સ્કિન રુસ્ક, લાલ અને ડિસપીગમેન્ટેશનની સમસ્યા થઈ શકે છે. વાળ પાતળા થવા અને ખરવાની સમસ્યા પણ થઈ શકે છે. નખમાં ખરબચડાપણું આવી શકે છે. સ્કિનના સોજા આવી શકે છે. એટલે પોતાના બોડી વેઇટ અનુસાર પ્રતિ કિલોગ્રામ એકથી દોઢ ગ્રામ પ્રોટીન રોજ જરૂર લો.

ક્રેવિંગ.

Advertisement
image source

આપણા શરીરને એક્ટિવ રહેવા અને મહેનત કરવા માટે પોષકતત્વોની વધુ જરૂર હોય છે. જો આપણે એને યોગ્ય પોષકતત્વો નહિ આપીએ તો બ્લડ સુગર ડાઉન થવા લાગે છે જેના કારણે કવિક ફિક્સ સોલ્યુશન તરીકે આપણને ભૂખ લાગવા પર કચોરી, સમોસા, ભુજીયા કે પકોડા જેવા નુકશાનકારક ફૂડસ ખાઈ લઈએ છીએ. આ સ્થિતિમાંથી બચવા અને બ્લડ સુગર લેવલને મેઈન્ટેન રાખવા માટે હંમેશા પ્રોટીન રિચ ફૂડસ લેતા રહેવું જોઈએ.
હાડકાની નબળાઈ.

image soucre

બધા જાણે જ છે કે હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ આવશ્યક તત્વ છે..પણ શું તમે જાણો છો કે હાડકામાં ઘનત્વના 50 ટકા પ્રમાણ પ્રોટીનનું હોય છે. સ્વભાવિક છે કે વિટામિન ડી અને કેલ્શિયમની સાથે સાથે પ્રોટીન પણ હાડકાને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. વધતી ઉંમરમાં હડકાનું ઘનત્વને સુરક્ષિત રાખવામાં પણ અગત્યની ભૂમિકા હોય છે.

Advertisement

વેઇટ કન્ટ્રોલ.

image source

સારી રીતે વર્કઆઉટ કરવા અને તીખા તળેલા ભોજનથી દૂર રહેવા છતાં જો તમારું વેઇટ કન્ટ્રોલ કરવામાં સફળ ન થઈ રહ્યા હોય તો તમે તમારી ડાયટમાં પ્રોટીનનું પ્રમાણ પર જરૂર ધ્યાન આપો. સાચા પ્રમાણમાં પ્રોટીન ન લેવાથી તમારા શરીર મસલ્સને રીપેર નથી કરી શકતા. એનું પરિણામ એ હોય છે કે જ્યારે વર્કઆઉટ કરો છો તો તમારું ફેટ બર્ન થવાના કારણે મસલ્સ કમજોર થવા લાગે છે. ઓછું પ્રોટીન લેવાથી તમારું એનર્જી લેવલ નીચું જવા લાગે છે. એ રીતે સમજી શકાય છે કે આપણા ડેઇલી ડાયટમાં પ્રોટીનનું નિશ્ચિત પ્રમાણ કેટલું જરૂરી છે

Advertisement

પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત.

image source

હવે જ્યારે તમે જાણી લીધું છે કે શરીર માટે પ્રોટીન કેટલું મહત્વપૂર્ણ છે, એવામાં તમારે તમારી ડેઇલી ડાયટમાં પ્રોટીનને જરૂર સામેલ કરવું જોઈએ. એ માટે તમારે મીટ, ઈંડા, ચિકન, માછલી, દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ, દાળ, સોયાબીન વગેરેનું સેવન કરી શકો છો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version