Site icon Health Gujarat

સ્કિનને ગોરી કરવા અને સાથે ચમકીલી બનાવવા આ રીતે ઘરે બનાવો બટાકાની આઇસ ક્યૂબ

ચહેરાની સુંદરતા માટે સ્ત્રીઓ કેટ-કેટલું નથી કરતી. આ જ સમયે તમને ખબર છે કે બટાકાનો ઉપયોગ ખાવાની સાથે સાથે ચામડીની સાર સંભાળ માટે પણ કરવામાં આવે છે. બટાકા લગાડવાથી ચહેરા પર એનો ઘણો પ્રભાવ જોવા મળે છે. બટાકાની મદદથી ચામડીને ઊંડાણ સુધી સાફ કરી શકાય છે.

image source

બટાકાના ઉપયોગથી ચહેરા પર ચમક જોવા મળી શકે છે. બટાકાના ઉપયોગથી ચહેરા પરની દાગ અને ફોલ્લીઓ પણ ઓછી થાય છે. ઉનાળાની ઋતુમાં ત્વચાની સારસંભાળ રાખવા માટે તમે આ આઈસ ક્યૂબનો ઉપયોગ પણ કરી શકો છો. તો ચાલો આજે આપણે જાણીએ કે ત્વચા પર બટાકાના આઈસ ક્યૂબનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

Advertisement

બટાકાના આઈસ ક્યુબ બનાવવાની રીત

image source

બટાકાની આઈસ ક્યુબ બનાવવાની રીત બહુ સરળ છે. આ માટે બસ બટાકા અને લીંબુનો રસ જોઈએ. લીંબુના રસના સ્થાને તમે વિટામીન ઈ કેપ્સુલનો પ્રયોગ કરી શકો છો. આઈસ ક્યુબને ટ્રેમાં મુકીને ફ્રીજમાં મૂકવી જરૂરી છે. જો કે આઈસ ક્યુબ બનાવવા માટે બટાકા છીણી લેવા જોઈએ, અને આ છીણેલા બટાકાનો રસ કાઢીને એને ટ્રેમાં ભરો. આ બટાકાના રસમાં વિટામીન ઈની કેપ્સુલ અથવા લીંબુ ઉમેરીને ફ્રીજમાં મૂકી દો.

Advertisement

આઈસ ક્યુબનો ઉપયોગ

image source

આઈસ ક્યુબને સીધા જ ચહેરા પર ન લગાડો, નહિ તો ચહેરા પર બળતરા થઇ શકે છે. ત્યાજ ચહેરાને લગતી અન્ય સમસ્યાનું કારણ પણ બની શકે છે. ચહેરા પર આઈસ ક્યુબ લગાડવા માટે કોટનના રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ પ્રયત્ન કરો કે ચહેરા પર રોજે રોજ આ આઈસ ક્યુબનો ઉપયોગ ન થાય. એક બે દિવસના અંતરાલ પછી જ આમ કરવું જોઈએ. બટાકા પ્રાકૃતિક દ્રષ્ટીએ બ્લીચની ગરજ સારે છે, એટલે ચહેરા પર બટાકાના વધુ ઉપયોગથી એની આડ અસર પણ જોવા મળી શકે છે.

Advertisement

સાવચેતી

image source

બટાકાના રસ સાથે જો તમે લીંબુના રસનો પ્રયોગ કરી રહ્યા છો, તો તમારા ચહેરા પર કોઈ પણ પ્રકારનો કાપ કે ઝખમ ન હોય તે જરૂરી છે. જો એમ હશે તો બળતરા થઇ શકે છે. બટાકા અને લીબુનો સ્વભાવ એસીડીક હોય છે, એવામાં સંવેદનશીલ ચામડી પર તેના ઉપયોગથી સમસ્યા ઉભી થઇ શકે છે. આવી ચામડી વાળા લોકો બટાકા સાથે ઈ-કેપ્સુલનો પ્રયોગ કરી શકે છે.

Advertisement

બટાકા અને ચંદન માસ્ક

image source

બટાકા અને ચંદન દ્વારા બનતા માસ્કનો ઉપયોગ ચહેરા માટે ખુબ જ લાભકારક છે. બટાકા અને ચંદનનું માસ્ક બનાવવા માટે ચંદનના પાવડર અને બટાકાના રસને મિલાવીને મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણને ચહેરા પર લગાવી લો. ત્યાર બાદ ૨૦ મિનીટ સુધી આ માસ્ક લગાવ્યા પછી એને સાફ કરી લો. આ લેપથી ચહેરા પર ઠંડક અને નિખાર જોવા મળશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version