Site icon Health Gujarat

પ્રેગન્નસીમાં પગમાં આવતા સોજા પાછળના કારણ, લક્ષણો અને ઘરેલુ ઉપાયો વિશે જાણી લો તમે પણ

ગર્ભવતિ થવું તે દરેક મહિલાનું એક સ્વપ્ન હોય છે. તો બીજી બાજુ આ દરમિયાન કેટલીએ મુશ્કેલીઓનો તેમજ સમસ્યાઓનો સામનો પણ મહિલાએ કરવો પડતો હોય છે. જેમ કે પેટમાં દુખવું, મોર્નિંગ સિકનેસ, ચક્કર આવવા, ઉલટી થવી. સુસ્તી રહેવી વિગેરે વિગેરે. પણ જો આ સમસ્યાઓને અવગણવામાં આવે તો બાળક અને ગર્ભવતિ મહિલા બન્ને માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ દરમિયાન એક બીજી સમસ્યા પણ રહે છે, જેનો સામનો ગર્ભવતિ મહિલાઓએ કરવો પડે છે અને તે છે પગમાં આવતા સોજા. જો કે પ્રેગ્નેન્સીમાં પગમાં સોજા આવવા તે સામાન્ય વાત છે. પણ તેમ છતાં આ વિષે જાણવું ખૂબ જરૂરી છે. માટે અમે આજે તમારા માટે આ સમસ્યા પાછળના કારણ, લક્ષણ અને તેનાથી બચવાના ઉપાયો લઈને આવ્યા છીએ.
ગર્ભાવસ્થા દરમિયાન પગમાં આવતા સોજા પાછળના કારણ નીચે પ્રમાણે છે.

હોર્મોનમાં પરિવર્તન આવવું.

Advertisement
image source

ખાવામાં વધારે પડતા મીઠાનું સેવન કરવું

આયરનની ઉણપ થવી.

Advertisement

કિડનીની કોઈ બીમારી હોવી

લિવરની કોઈ બીમારી હોવી.

Advertisement

ઉચ્ચર રક્તચાપ પણ તેની પાછળનું કારણ હોઈ શકે છે.

ગર્ભાવસ્થામાં પગમાં આવતા સોજાના લક્ષણો

Advertisement
image source

ગર્ભાવસ્થામાં પગમાં સોજાના કારણો તો તમે જાણી લીધા પણ તેના લક્ષણો પણ જાણવા તેટલા જ જરૂરી છે. જો તેના લક્ષણ ખબર હોય તો આ સમસ્યાનો ઉપયોસ સરળતાથી કરી શકાય છે. માટે અહીં અમે ગર્ભાવસ્થામાં પગમાં આવતા સોજાના લક્ષણો વિષે જણાવવા જઈ રહ્યા છે. જે આ પ્રમાણે છે.

પગ ભારે-ભારે લાગવો

Advertisement

પોતે અસ્વાભાવિક હોવાનો અનુભવ થવો

સોજા વાળી જગ્યા પર થોડી ગરમીનો અનુભવ થવો.

Advertisement

પગ હલાવામાં મુશ્કેલી થવી.

image source

અસરગ્રસ્ત પગમાં પીડાનો અનુભવ થવો.

Advertisement

ગર્ભાવસ્થામાં પગમાં સોજાની સમસ્યા ક્યારે ઉભી થાય છે

ગર્ભાવસ્થા દરમિયાન પગમાં સોજાની સમસ્યા ગમે ત્યારે ઉભી થઈ શકે છે. આ સંબંધમાં જોડાયેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ત્રીજા ટ્રાઇમેસ્ટર દરમિયાન પગમાં સોજાની ફરિયાદ ઉભી થતી હોય છે. એ આધારે એવું કહી શકાય છે કે ગર્ભાવસ્થામાં પગમાં સોજાની સમસ્યા તેના છેલ્લા સમયગાળામાં ઉભી થતી હોય છે. જો કે આ સમસ્યા ઉપર જણાવેલા પરિબળોના કારણે પહેલા કે બીજા ટ્રાઈમેસ્ટરમાં પણ ઉભી થઈ શકે છે.
ગર્ભાવસ્થામાં પગના સોજા દૂર કરવાના ઘરેલુ ઉપાય વિષે જાણીએ

Advertisement

આઇસ પેક

image source

આઇસ પેક તમને કોઈ પણ મેડિકલ સ્ટોર પરથી મળી જશે અને જો તમારી પાસે તે ન હોય તો તમે તમારા ઘરના ફ્રીઝમાંના બરફને એક ઝીપ લોક બેગમાં લઈને તેનાથી પણ શેક કરી શકો છો. તેના માટે તમારે સોજા વાળી જગ્યા પર આઇસ પેકને એક-એક મિનિટના અંતરે મુકવું અને ધીમે ધીમે તેને દબાવવું. જ્યાં સુધી સોજાથી આરામ ન મળે ત્યા સુધી આ પ્રયોગ તમારે વારંવાર કરવો. આ ઉપાય તમે જાતે પણ કરી શકો છો અને બીજા કોઈ પણ તેમાં તમારી મદદ કરી શકે છે.

Advertisement

એક સંશોધનમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સોજાને ઘટાડવા માટે આઇસ પેકની સલાહ આપી શકાય છે. જો કે તે કેટલી અસર કરે છે તે વિષે કોઈ જ ચોક્કસ વૈજ્ઞાનિક શોધ હજુ સુધી થઈ નથી. પણ તેનાથી ફેર ચોક્કસ પડે છે તેટલુ કહી શકાય.

જવનું પાણી

Advertisement
image source

તેના માટે તમારે બે ચમચી જવના દાણા અને એક ગ્લાસ પાણીની જરૂર પડશે. તમારે આ બન્ને સામગ્રીને એક તપેલીમા લઈ તેને ઉકાળી લેવું. અને તેને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી તેનો રંગ ભૂરો ન થઈ જાય. ત્યાર બાદ આ પાણીને ઠંડુ કરીને પી લેવું.

વાસ્તવમાં જવમાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણ હાજર હોય છે જે સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે. ગર્ભાવસ્થામાં જવના સેવનની પણ સલાહ આપવામા આવતી હોય છે, જોકે ગર્ભાવસ્થામાં જવનુ પાણી આપવાનું કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક કારણ ઉપલબ્ધ નથી. જો કે આ પ્રયોગ કરતાં પહેલાં તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Advertisement

પાલક

image source

સૌ પ્રથમ તો થોડા પાલકના પાન લઈને તેને ઠંડા થવા માટે ફ્રીઝમાં મુકી દેવા. ત્યાર બાદ તેને સોજા વાળી જગ્યા પર પાથરીને તેની આસપાસ પાટો બાંધી દેવો. પાટો ટાઇટ ન બાંધવો. તેને કેટલાક કલાક તેમજ રહેવા દેવું.

Advertisement

પાલકમાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણ એટલે કે સોજો ઘટાડવાના ગુણ હોય છે માટે કહી શકાય કે પ્રેગ્નેન્સીમાં પગમાં ચડતા સોજાને દૂર કરવા માટે તે તમને મદદ કરી શકે છે. તેમાં સમાયેલા એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણના કારણે તમે ગર્ભાવસ્થા દરમિયાન તેનું સેવન પણ કરી શકો છો.

કોબીના પાન

Advertisement
image source

તેના માટે તમને કોબીના કેટલાક પાન તેમજ પાટાની જરૂર પડશે. તમારે પહેલાં તો કોબીના પાનને ફ્રીજમાં ઠંડા થવા મુકી દેવા. ઠંડા થઈ જાય ત્યાર બાદ સોજા વાળી જગ્યા પર તે લગાવી લેવા અને તેની આસપાસ પાટો બાંધી લેવો. પાટો બહુ ટાઇટ ન બાંધવો.

એક સંશોધનમાં ઉલ્લેખવામા આવ્યું છે કે કોબીના પાનમાં પણ એટી ઇન્ફ્લેમેટ્રી ગુણ હોય છે. જે સોજાને ઘટાડવામા અસર કરે છે. જો કે તેનો ઉપયોગ મોટા ભાગની મહિલાઓ સ્તન પર કરે છે. સ્તનમાં પીડા કે સોજાને દૂર કરવા માટે સ્ત્રીઓ આ પ્રયોગ કરે છે.

Advertisement

એસેંશિયલ ઓઇલ મસાજ

image source

યુકેલિપ્ટસ કે પછી પિપરમિંટ એસેંશિયલ ઓઇલના ત્રણ-ચારટીપાને ઓલિવ ઓઇલ કે પછી નાળિયેર તેલમાં મિક્સ કરીને તેનાથી હળવા હાથે તમારા પગ પર જ્યા સોજો ચડ્યો હોય ત્યાં મસાજ કરવું.

Advertisement

ગર્ભાવસ્થામાં પગના સોજાને ઘટાડવા માટે એસેંશિયલ ઓઇલનું આ પ્રકારનું મસાજ અસરકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં યુકેલિપ્ટસ ઓઇલ અને પિપરમિંટ ઓઇલમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હાજર હોય છે. આ ગુણ સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે. બીજી બાજુ એક સંશોધન પ્રમાણે ગર્ભાવસ્થામાં પગમાં આવેલા સોજા પર માલિશ કરવાથી સોજો ઘટી શકે છે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

કેળા

Advertisement
image source

તેના માટે તમારે એક કેળાની છાલ જોઈશે. તમારે કેળાની છાલની અંદરના લેયરને છરીની મદદથી અલગ કરી દેવી અને ત્યાર બાદ તેની પેસ્ટ બનાવી લેવી. હવે તમારે આ પેસ્ટને સોજા વાળા ભાગ પર લગાવવી. એક સંશોધનમાં સોજા અને બળતરાને દૂર કરવામાં કેળાની છાલનો ઉપયોગ સફળ માનવામા આવ્યો છે.

કાકડી

Advertisement
image source

આ ઉપાય માટે તમને કાકડી અથવા ખીરા કાકડી અને બેન્ડેજ એટલે કે પાટાની જરૂર પડશે. સૌપ્રથમ તો તમારે કાકડીના પાતળી પાતળી સ્લાઇસ કરી લેવી. ત્યાર બાદ તમારે તે સ્લાઇસને પગમાં જ્યાં સોજો લાગ્યો હોય ત્યાં મુકી દેવું અ તે સ્થિર રહે તે માટે તેની આસપાસ પાટો બાંધી દેવો. તેને વધારે ટાઇટ બાંધવાની જરૂર નથી. કાકડીમાં બળતરાને શાંત કરવાની ક્ષમતા રહેલી છે. સાથે સાથે તેમાં સોજો ઘટાડવાની ક્ષમતા પણ હોય છે. તેવામાં તમને આ ઉપાય પણ સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે.

ગર્ભાવસ્થામાં પગના સોજાથી દૂર રહેવા માટેની કેટલીક જરૂરી ટીપ્સ

Advertisement

ગર્ભાવસ્થામા પગમાં સોજા ન આવે તેના માટે તમારે નિયમિત રીતે પાણીનું સેવન કરતા રહેવું જોઈએ. શરીરમાં પાણીની હાજરી રહેશે તો સોજાની સમસ્યાથી દૂર રહેશો.

image source

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે પૌષ્ટિક ભોજન કેટલું આવશ્યક હોય છે તે આપણે જાણીએ છીએ. તો બીજી બાજુ પ્રેગ્નેન્સીમા પગમાં સોજા આવે ત્યારે તેમણે તે વખતે પોતાના આહારને ઓર વધારે સુધારવાની જરૂર રહે છે. આ દરમિયાન એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણોથી સમૃદ્ધ શાકભાજી તેમજ ફળો જેમ કે પાલક, ટામેટા, સ્ટ્રોબેરી, સંતરા વિગેરેને પોતાના ડાયેટમાં સમાવવા જોઈએ. ગર્ભાવસ્થામાં બતાવવામાં આવેલા ખાદ્ય પદાર્થો સુરક્ષિત હોય છે.
ગર્ભાવસ્થા દરમિયાન પગમાં સોજા આવતા હોય તો મહિલાઓએ મીઠાનું સેવન ઓછું કરી દેવું જોઈએ. જ્યારે તમે રસોઈ બનાવો ત્યારે એ વાતનો ખ્યાલ રાખો કે તમે તેમાં ઓછું મીઠું નાખો.

Advertisement

ગર્ભાવસ્થામાં પગમાં સોજાની સમસ્યાથી દૂર રહેવું હોય તો ડિહાઇડ્રેટેડ ડ્રિંક્સ જેમ કે ચા, કોફી, આલ્કોહોલ, વિગેરેથી દૂર રહેવું જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન વધારે સમય સુધી ઉભા રહેવાથી પગમાં સોજાની સમસ્યા વધી શકે છે. માટે ગર્ભવતિ મહિલાએ લાંબો સમય ઉભા રહેવું ન જોઈ.
વ્યાયામને પણ ગર્ભાવસ્થા દરમિયાન સોજા ઘટાડવા માટેના ઉપાયમાં સમાવવાનો પ્રયાસ કરો. તેનાથી ગર્ભાવસ્થામા પગમાં સોજાથી રાહત મળશે. જો કે ગર્ભાવસ્થામાં કોઈ પણ વ્યાયમ કરતા પહેલાં તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Advertisement

ગર્ભાવસ્થામાં પગમાં સોજાથી રાહત મેળવવા માટે ગર્ભવતિ મહિલા ચાલી પણ શકે છે. તેનાથી તેમની પીડા તેમજ સોજા બન્નેમાં આરામ મળશે. આ દરમિયાન મહિલાઓએ ઇલાસ્ટિક વાળા મોજા પણ પહેરવા જોઈએ.

image soucre

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ ચુસ્ત કપડાંથી દૂર રહેવું જોઈએ, ખુલા વસ્ત્રો પહેરવા જોઈએ. તેનાથી તકલીફ ઓછી થશે અને તમે હળવાશ અનુભવશો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version