Site icon Health Gujarat

જો તમે ફોલો કરશો આ ટિપ્સ, તો પ્રેગનન્સીમાં નહિં ઉતરે એક પણ વાળ

જોકે વાળ ખરવાની સમસ્યા સ્ત્રીઓમાં સામાન્ય છે,પરંતુ જ્યારે ગર્ભાવસ્થા પછી વાળ ખરવાની સમસ્યા વધી જાય તો આ સમસ્યા પર થોડી ચિંતા કરવી જરૂરી છે.અમે આવું એ માટે કહી રહ્યા છીએ કારણ કે કદાચ તમારા શરીરમાં વિટામિન અને ખનિજોનો અભાવ છે.આ કારણોસર ગર્ભાવસ્થા પછી વાળ ખરવાની સમસ્યા વધી જાય છે.

ગર્ભાવસ્થા પછી તમારા શરીરમાં ઘણો બદલાવ આવે છે જેની અસર વાળ પર પણ પડે છે.જે વાળ ખરવાનું કારણ બની શકે છે.ડિલિવરી પછી 5-6 મહિના સુધી વાળ ખરવાનું ચાલુ રહે છે.આવું એટલા માટે થાય છે કારણ કે શરીરનું હોર્મોનનું સ્તર ખૂબ ઝડપથી ઘટી જાય છે.

Advertisement
image source

જ્યાં સુધી સ્ત્રીઓ સ્તનપાન કરાવતી હોય ત્યાં સુધી તેઓ તેમના વાળ વધારે ખરતા નથી,પરંતુ આનો અર્થ એ પણ નથી કે સ્તનપાન કરાવતા સમયે વાળ ખરતા અટકી જાય છે.એ સમયમાં વાળ ખરે છે,પરંતુ ઓછા.આ સમયે વાળ ખરવા સાથે બીજી ઘણી સમસ્યાઓ પણ આવે છે જેમ કે મોં પર ખીલ,ચહેરો મુરજાઈ જવો અને પિગમેન્ટેશનની સમસ્યાઓ.તે જ સમયે કેટલીક સ્ત્રીઓમાં ગ્લોઇંગ ત્વચા અને સુંદર વાળ વગેરે જેવી અલગ અસર હોય છે.તો ચાલો જાણીએ ડિલિવરી પછી વાળ ખરવાની સમસ્યાથી કેવી રીતે બચવું જોઈએ.

1. હેર કન્ડીશનર લગાવવું જ જોઇએ

Advertisement
image soucre

વાળ માટે જેટલું જરૂરી શેમ્પૂ છે,એટલું જ જરૂરી કન્ડીશનર પણ છે.તમારે તમારા વાળ પ્રમાણે કંડિશનર લેવું જોઈએ,એટલે કે જો તમારા વાળ તેલયુક્ત શુષ્ક અથવા સામાન્ય છે,તો તે મુજબ તમારા કન્ડિશનરની પસંદગી કરો.શુષ્ક વાળમાં ચમકવા ઉમેરવા માટે એવું કન્ડિશનર લો જેમાં સિલિકોન હોય,જેમ કે ડાયમેથિકોન,જે તમારા વાળમાં લાંબા સમય સુધી રહે છે અને તમારા વાળને ચમકદાર બનાવે.આ કન્ડીશનરને વાળના છેડા પર લગાવવું જોઈએ.આ સંપૂર્ણપણે સલામત છે.

2. તમારા આહારમાં સંતુલન આહાર લો

Advertisement
image source

સંતુલન આહારમાં ઘણા બધા પોષક તત્વોવાળા ફળો,શાકભાજી અને બદામ હોય છે.તમારે આહારમાં ગાજર, કઠોળ જેવા આહારનો સમાવેશ કરવો જોઈએ.જો તમારા શરીરમાં પ્રોટીન,ઝીંક અથવા બાયોટિનની ઉણપ હોય તો તમારા વાળ ખરશે.તમારા ડોક્ટરની સલાહ લઈને તમારી આ ઉણપ દૂર કરવા માટે તમે દવાઓ પણ લઈ શકો છે.

3.વાળ ધોતા પહેલાં તમારા વાળ અને માથાની ચામડીની માલિશ કરો

Advertisement
image soucre

હંમેશા તમારા વાળ ધોતા પહેલા તમારા માથા ઉપરની ચામડીની માલિશ કરવાનું હંમેશાં યાદ રાખો.આટલું જ નહીં વાળ ધોવા માટે ઠંડા અથવા ગરમ પાણીને બદલે હળવા પાણીનો ઉપયોગ કરો.તેનાથી માથામાં રક્ત પરિભ્રમણ થાય સારું રહે છે અને વાળ સ્વસ્થ બને છે.

4. વાળમાં જરૂરિયાત કરતા વધારે વાર કાંસકો ના ફેરવો

Advertisement
image source

જો વાળમાં વારંવાર કાંસકો ફેરવવામાં આવે તો વાળ જાડા અને લાંબા થાય છે,આ એક મોટી ગેરસમજ છે.બીજી બાજુ કાંસકાના સખત દાંત તમારા માથાથી વધુ વાળ કાઢી શકે છે.આ સિવાય ભીના વાળમાં પણ કાંસકો ના ફેરવવો જોઈએ કારણ કે જયારે વાળ ભીના હોય ત્યારે તે ખૂબ જ નબળા હોય છે.

5. વાળમાં કઠોર રંગ ન લગાવો

Advertisement
image source

ગર્ભાવસ્થા દરમિયાન તમારા વાળમાં રંગ લગાવી શકો છો,પરંતુ ઘણાં કઠોર રસાયણો ધરાવતા રંગોનો ઉપયોગ ન કરવો જોઈએ.આ ઉત્પાદનોને લાંબા સમય સુધી માથા પર રાખવાથી વાળને ખૂબ જ ઝડપથી નુકસાન થાય છે.પરંતુ જો તમે ઇચ્છો તો તમે તમારા વાળમાં મેંદીનો ઉપયોગ કરી શકો છો કારણ કે તે સંપૂર્ણ રીતે કુદરતી છે.

6. શાંત રહો અને થોડો આરામ કરો

Advertisement
image soucre

ગર્ભાવસ્થા દરમિયાન તાણના કારણે વાળ ખરવાની સમસ્યા વધી શકે છે.તેથી આ સમય દરમિયાન શાંત રહો અને પૂરતો આરામ કરો.તમે શાંત રહેવા માટે વધુ સમય માટે સ્નાન કરો,ઓરડામાં સુગંધિત મીણબત્તીઓ સળગાવો,શાંત સંગીત સાંભળો,યોગ અથવા ધ્યાન કરો.ઉપરાંત તમારી ઊંઘની પણ સંપૂર્ણ કાળજી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version