Site icon Health Gujarat

શું તમે પ્રેગનન્ટ છો? તો આજથી જ કરો આ ટિપ્સને ફોલો અને ઉઠાવો આ અનેક લાભ

શું તમે પ્રેગ્નન્ટ છો ? જો તમે હા કહેતા હોવ તો તમે ચોક્કસ તમારા આવનારા બાળક માટે અત્યંત ઉત્સુક હશો. ગર્ભાવસ્થાની સાથે સાથે પોતાની સંભાળ માટેની ઘણી બધી જવાબદારીઓ પણ આવતી હોય છે. તમારા ગર્ભમાં રહેલા બાળકના વિકાસ તેમજ તેના સારા સ્વાસ્થ્ય માટેની ઇચ્છા એ ખુબ જ સુંદર ઇચ્છા છે. એક સફળ ગર્ભાવસ્થા માટે સ્વસ્થ આહાર એ મહત્ત્વનું પાસુ છે. સ્વસ્થ ગર્ભાવસ્થા સ્વસ્થ બાળકને જન્મ આપે છે તેવું તો તમે સાંભળ્યું જ હશે અને માનતા પણ હશો. તો તેના માટે જ અમે તમારા માટે આ પાંચ અતિ મહત્ત્વની ટીપ્સ લઈને આવ્યા છીએ.

સ્વસ્થ વજન વધારો

Advertisement
image source

ગર્ભાવસ્થામાં વજન વધવું એ સામાન્ય છે અને તે તમારા બાળકના વિકાસ માટે પણ સારું છે. પણ તમારું વજન તમારા શરીરના પ્રમાણમાં વધે તે મહત્ત્વનું છે. પણ અમુક હદ કરતાં વધારે વજન વધવું અને એવું માનવું કે વધારે ખાવાથી તમારી ગર્ભાવસ્થા માટે સારું રહેશે તો તે યોગ્ય નથી. તમારે તમારા સપ્રમાણ વજન માટે તમારા ડોક્ટરને તમારા સ્વસ્થ વજન માટે પુછવું જોઈએ અને તેને મેઇન્ટેઇન રાખવાના ઉપાયો વિષે પુછવું જોઈએ.

તમારા આહારમાં વિવિધ જાતના ખોરાકનો સમાવેશ કરો

Advertisement
image source

તમને એ ખબર હોવી જોઈએ કે તમારા આહારની થાળી કઈ રીતે સંતુલીત, સ્વસ્થ અને તમને સંતોષ આપનારી હોઈ શકે. જ્યારે તમે હેલ્ધી વિટામીન્સ, કાર્બ્સ, પ્રોટીન ખાવા માગતા હોવ તો તમારી સમક્ષ વિવિધ જાતના ખોરાક ઉપલબ્ધ છે. તમે કાર્બ્સને ફળો, શાકભાજી, અનાજ અને દુધના ઉત્પાદનો દ્વારા મેળવી શકો છો. જો તમારે પ્રોટીન લેવું હોય તો તે તમે ડેરી પ્રોડક્ટ્સ અથવા તો મીટ ખાસ કરીને માછલી આહારમા લઈ શકો છો. કેટલાક સ્તરે ચરબી લેવી પણ મહત્ત્વની છે. તે માટે તમે વેજિટેબલ ઓઈલ, સુકોમેવો અને એવોકાડો લઈ શકો છો.

દીવસ દરમિયાન નાના-નાના આહાર ટુકડે ટુકડે લો

Advertisement
image source

જ્યારે તમે પ્રેગ્નેન્ટ હોવ છો ત્યારે તમારે દર ત્રણથી ચાર કલાકે દીવસ દરમિયાન ખાતા રહેવું જોઈએ કારણ કે તમારા બાળકનો સતત વિકાસ થઈ રહ્યો હોય છે. તમારે તમારા ખોરાકમાં હંમેશા સ્વસ્થ ખોરાક જેમ કે ફળો, ફળોના રસ, સલાડ, દૂધ લેવા જોઈએ જે દીવસ દરમિયાન સતત તમને ઉર્જા પુરી પાડતા રહે. આ રીતે તમારું બ્લડ શુગર લેવલ પણ સ્થીર રહેશે. જો તમે દીવસ દરમિયાન અમુક અમુક અંતરાલે ખાતા રહેશો તો તમને જાત જાતના ખોરાક ખાવાની લાલચ નહીં રહે અને તમને અપચાની સમસ્યા પણ નહીં રહે. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે સવારે વહેલા નાશ્તો કરો અને જો તમે તમારું બપોરનું ભોજન 5-6 કલાકના અંતરે લેવાના હોવ તો તમે વચ્ચે હળવો નાશ્તો પણ કરી શકો છો.

તમારા માટે જરૂરી પોષકતત્ત્વો પર નજર રાખો

Advertisement
image source

તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે ગર્ભમાં બાળકને જરૂરી વિટામીન્સ મળવા જોઈએ. માટે એ જરૂરી છે કે તમે તમારા ખોરાકમાં મહત્ત્વના પોષકતત્તવોનો સમાવેશ કરો.

તમારા દીવસ દરમિયાનના દરેક ભોજનનું વ્યવસ્થિત આયોજન કરો

Advertisement
image source

જ્યારે તમે તમારા દીવસ દરમિયાનના આહારનું આયોજન કરશો ત્યારે તે તમને એક હેલ્ધી ઇટીંગની ટેવ પડશે. તે તમારા પૈસા પણ બચાવશે એટલે કે તમે વારંવાર બહાર જમવા જવાનું ટાળશો. માટે તમારે તમારા ખોરાકનો એક કાર્યક્રમ ઘડવો જોઈએ અને રાત્રીના જમણ બાદ તમારે એક લાઇટ વોક પર પણ જવું જોઈએ. તેનાથી તમારું વજન મેઇન્ટેઇન થશે અને તમારું શરીર પ્રસવ તેમજ પ્રસવ બાદના પીરીયડ માટે મજબુત બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version