Site icon Health Gujarat

રાજમા ખાવાથી સડસડાટ ઉતરે છે વજન, સાથે જાણો બીજા આ અઢળક ફાયદાઓ પણ

અત્યારના સમયમાં લગભગ રાજમાં દરેક લોકોને પસંદ હોય છે, પરંતુ જે લોકો રાજમાં ખાવાનું પસંદ નથી કરતા તેઓએ આ જાણવું ખુબ જરૂરી છે. રાજમાં ખાવાથી કોલેસ્ટરોલનું સ્તર નિયંત્રિત રહે છે, ગર્ભાવસ્થામાં તે ફાયદાકારક છે સાથે તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. રાજમા પોષક તત્વોથી ભરપુર છે. તેમાં ફાઇબર અને પ્રોટીન પણ વધુ પ્રમાણમાં હોય છે. એક અભ્યાસ મુજબ, 100 ગ્રામ રાજમામાં ઓછામાં ઓછી 350 કેલરી અને 24 ગ્રામ પ્રોટીન હોય છે. આ સિવાય કોપર, ફોલેટ, આયરન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન કે, વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટ જેવા પોષક તત્વો પણ રાજમામાં જોવા મળે છે. સારા સ્વાસ્થ્ય માટે રાજમાં ઘણા ફાયદાકારક માનવામાં આવે છે.

1. વજન ઓછું કરવામાં મદદગાર

Advertisement
image source

જો તમે પણ તમારી ચરબી ઓછી કરવા માંગો છો, તો તમારે રાજમાને તમારા આહારમાં શામેલ કરવા જોઈએ. કારણ કે રાજમામાં કેલરી ઓછી હોય છે, જેના કારણે કેલરી કાઉન્ટ નિયંત્રિત થાય છે. રાજમામાં ફાઈબર હોવાના કારણે, તે આપણા પેટમાં સરળતાથી પચી જાય છે. તમે તેને સવારે નાસ્તામાં અથવા બપોરે શાક બનાવીને અને રાત્રે કચુંબર તરીકે પણ ખાઈ શકો છો. રાજમાનું સૂપ પણ સ્વાદમાં ખુબ સારું છે, તેને પીધા પછી આપણું પેટ ભરાઈ જાય છે અને આપણે જંક ફૂડ ખાવાનું પણ ટાળીએ છીએ.

2. વાળ અને ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે

Advertisement
image soucre

રાજમામાં હાજર એન્ટીઓક્સિડેન્ટ ત્વચાને ફ્રી રેડિકલ્સથી સુરક્ષિત કરે છે અને એન્ટી-એજિંગ તરીકે પણ કામ કરે છે. તેમાં હાજર વિટામિન-સી આપણા વાળ મજબૂત બનાવે છે. જો તમે રાજમાનું નિયમિત સેવન કરો છો તો તે વાળ માટે ખૂબ ફાયદાકારક છે.

3. ખાંડનું સ્તર નિયંત્રિત

Advertisement
image soucre

રાજમાની છાલમાં જોવા મળતું ફાઇબર તમારા શરીરનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘટાડે છે. જેના કારણે બ્લડ સુગર લેવલ ઝડપથી વધતું નથી અને તેમાં રહેલું કાર્બોહાઇડ્રેટ તમારી ડાયાબિટીઝને કંટ્રોલ કરે છે.

4. હાડકાં મજબૂત બનાવો

Advertisement
image source

રાજમામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ બંને હોય છે જે આપણા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

5. બ્લડ પ્રેશર કંટ્રોલ

Advertisement
image soucre

બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે આપણે ઓછી ચરબીયુક્ત ખોરાક લેવો જોઈએ. આવી સ્થિતિમાં, રાજમા તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે રાજમામાં ફેટ ના બરાબર જોવા મળે છે. તેમાં હાજર ફાયબર શરીરની ચરબી ઘટાડે છે જે આપણા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

6. મગજ માટે પણ ફાયદાકારક છે

Advertisement
image source

રાજમામાં હાજર ફોલેટ અને મેગ્નેશિયમ મગજની ક્ષમતામાં વધારો કરે છે અને આધાશીશીની સમસ્યાથી પણ રાહત આપે છે. રાજમામાં વિટામિન કે પૂરતા પ્રમાણમાં મળી આવે છે, જે નર્વસ સિસ્ટમને વેગ આપવા માટે કામ કરે છે સાથે મગજના કોષો માટે પણ વિટામિન કે આવશ્યક છે.

7. કોલેસ્ટરોલનું સ્તર જાળવે છે

Advertisement
image source

રાજમામાં હાજર મેગ્નેશિયમ કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. મેગ્નેશિયમ હૃદય રોગ સામે લડવામાં મદદગાર છે. રાજમામાં કોલેસ્ટરોલ જોવા મળતું નથી, તેથી રાજમાનું સેવન કરવાથી આપણા શરીરમાં સારા કોલેસ્ટ્રોલને કોઈ નુકસાન થતું નથી. ઉલ્ટાનું તે ખરાબ કોલેસ્ટરોલને ઘટાડવામાં મદદ કરે છે.

8. રોગપ્રતિકારાક શક્તિ વધારે છે

Advertisement
image source

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શરીરને ઝીંક, આયરન, ફોલિક એસિડ અને એન્ટીઓક્સિડેન્ટની જરૂર હોય છે, રાજમામાં આ બધા પોષક તત્વો વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેથી રાજમાં આપણી રોગપ્રતિકારાક શક્તિ વધારવામાં મદદગાર છે.

9. ગર્ભાવસ્થામાં પણ ફાયદાકારક છે

Advertisement
image source

ગર્ભાવસ્થા દરમિયાન રાજમાં ખાવાથી ફોલેટની ઉણપ થતી નથી. તે બાળકના વિકાસમાં પણ મદદ કરે છે. તેમાં હાજર આયરન લોહીની ઉણપ પણ દૂર કરે છે. સગર્ભા સ્ત્રી તેના ડોક્ટરની સલાહ લીધા પછી જ રાજમાને તેના આહારમાં શામેલ કરવા જોઈએ. કારણ કે દરેક સ્ત્રીઓની તાસીર અલગ હોય છે. તેથી ડોક્ટર આ બાબતે તમને સાચી સલાહ આપશે.

10. પાચન જાળવવા

Advertisement
image source

રાજમામાં ઉચ્ચ માત્રામાં ફાઇબર હોય છે. તે પાચનની પ્રક્રિયામાં મદદ કરે છે અને કબજિયાતની સમસ્યાથી પણ રાહત આપે છે. જો તમારું પાચન યોગ્ય છે, તો તે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version