Site icon Health Gujarat

રસોઇના આ મસાલામાં મોટી-મોટી બીમારીઓ ભગાડવાની છે જોરદાર તાકાત, ડાયાબિટીસ હોય કે પછી બ્લડ પ્રેશર

ભારતની દરેક રસોઈમાં સૂકા ધાણા કે પછી ધાણા પાવડરને મસાલા રૂપે વાપરવામાં આવે છે. ધાણા એક મસાલો હોવાની સાથે સાથે દવાનું કામ પણ કરે છે. જો તમે ધાણાનો ઉપયોગ રોજ કરો છો, તો તમે ભોજનના કારણે થતી અરુચિ, પાચનતંત્ર, રોગ મૂત્ર વિકારની સાથે સાથે અનેક બીમારીઓમાં પણ લાભ મેળવી શકો છો.

image source

ઉલ્લેખનીય છે કે ધાણા પાવડરમાં વિટામિન એ, વિટામિન કે અને આ સિવાય વિટામિન સી પણ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. ઘાણા પાવડર વજન ઘટાડવામાં પણ તમારી મદદ કરે છે. તમે ધાણા પાવડરનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક બીમારીઓ માંથી બચી શકાય છે. તો ચાલો જાણીએ ઘાણા પાવડર ખાવાથી થતા ફાયદા.

Advertisement

બ્લડશુગરને નિયંત્રિત કરવામાં ઉપયોગી બને છે :

image source

ઘાણા પાવડર લોહીમાં શુગરનું પ્રમાણ હટાવવા માટે એન્જાઈમની ગતિવિધિને વધારીને લોહીના શુગરને ઓછુ કરે છે. જો તમે ધાણા પાવડરનો રોજ ઉપયોગ કરો છો, તો તમારું બ્લડ શુગર લેવલ નિયત્રણમાં રહે છે.

Advertisement

પાચનશક્તિને મજબૂત કરે છે :

image source

ધાણા પાવડર પાચન ક્રિયાને સારી બનાવી રાખવામાં અને સાથે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. જો તમે રોજ ધાણા પાવડરનો ઉપયોગ કરશો તો તમે પાચન સંબંધી અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત મેળવી શકો છો. ધાણા પાવડરમાં ફાઈબર તત્વ હોય છે, જે પેટની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

Advertisement

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં ઉપયોગી બને છે :

image source

ધાણામાં રહેલા ઓલિક એસિડ, લિનોલિક એસિડ, પામિટિક એસિડ, એસ્કોર્બિક એસિડ અને સ્ટીરોઈડ એસિડ જેવા અનેક તત્વો લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. ધાણા પાવડર ફક્ત એલડીએલ કોલેસ્ટ્રોલને ખતમ કરે છે, એવું નથી પણ હ્રદય સંબંધિત ગંભીરમાં ગંભીર બીમારીથી બચવામાં પણ મદદ કરે છે. જો તમે પ્રતિ દિન રોજ તેનું સેવન કરશો તો શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર જળવાઈ રહે છે.

Advertisement

વજનને કંટ્રોલમાં રાખે છે :

image source

જો તમે ધાણા પાવડરનો રોજ બે ચમચી નિયમિત રીતે સેવન કરો છો, તો તમારું વજન ઝડપથી ઓછુ થવા લાગે છે. તે આપણા વજનને ઓછુ કરવામાં ખુબ ઉપયોગી બને છે.

Advertisement

ઈમ્યુનિટીને મજબૂત કરે છે :

ધાણા પાવડરમાં અનેક પ્રકારના એન્ટી ઓક્સીડન્ટ ગુણ મળે છે, જે શરીરમાં સોજાને દૂર કરવાની સાથે સાથે ઈમ્યુનિટીને મજબૂત કરવામાં પણ મદદ કરે છે. જો તમે રોજ ધાણા પાવડરનો ઉપયોગ કરો છો, તો તમે કેન્સર કોશિકાઓના વિકાસને ધીમો કરી શકો છો.

Advertisement

હ્રદયને સ્વસ્થ રાખે છે :

image source

નિષ્ણાતોનું કહેવું છે કે ધાણા પાવડર હ્રદયને સ્વસ્થ રાખવામાં પણ ખુબ ઉપયોગી બને છે. તે શરીર માંથી વધારાનું પાણી અને સોડિયમને બહાર કાઢવામાં મદદ કરે છે. જો તમે નિયમિત તેનું સેવન કરો છો, તો તમે દિલ સંબંધિત અનેક પ્રકારની બીમારીથી બચી શકો છો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version