Site icon Health Gujarat

ટિપ્સ: મચ્છરથી છૂટકારો આપે છે 1 તેલ, ભગાડો ઘરની અન્ય જીવાત અને મેળવો રાહત

ચોમાસાની સીઝન બીમાર કરનારી સીઝન ગણવામાં આવે છે. વરસાદના કારણે આ સીઝનમાં જીવાત પણ વધારે આવે છે. ઘરના મોટાભાગના ખૂણાઓમાં કોક્રોચ, ગરોળી અને માખીઓ થઇ જતી હોય છે. એટલું જ નહીં, ઘરમાં થતા માખી મચ્છર પણ અનેક બીમારીઓ ફેલાવે છે. તેને તમે ઇચ્છો તો પણ રોકી શકતા નથી. ઘરની મુખ્ય સમસ્યા ઉંદર, મચ્છર, ગરોળી, કોક્રોચ અને માખી વગેરે છે. તમે તેને ઇગ્નોર પણ કરી શકતા નથી. આ ચીજો વ્યક્તિની હેલ્થને નુકશાન કરે છે. તો આજે અમે આપને કેટલાક ઘરેલૂ ઉપાયો બતાવીએ છીએ જેની મદદથી તમે આ જીવજંતુને ભગાડી શકો છો.

જાણો કઈ રીતે ભાગશે ઘરમાંથી સરળ રીતે જીવજંતુઓ

Advertisement

મચ્છર

image source

1 નાના લેમ્પમાં માટીનું તેલ લો અને તેમાં 30 ટીપાં લીમડાનું તેલ નાંખો. 2 ટિક્કી કપૂરને 20 ગ્રામ નારિયેળના તેલમાં પીસી તેમાં મિક્સ કરો. તેને સળગાવવાથી મચ્છર ભાગે છે અને જ્યાં સુધી લેમ્પ ચાલતો રહે છે, ત્યાં મચ્છર નહીં આવે. આ તેલ ફક્ત 5 મિનિટમાં બની જશે.

Advertisement

ઉંદર

image source

જ્યાંથી ઉંદર આવે છે ત્યાં પિપરમેન્ટના કેટલાક ટુકડા નાંખો. ઉંદર તેની સ્મેલથી ભાગે છે. આમ કરવાથી તે ફરી દેખાશે નહીં અને તો પણ તમને લાગે કે ઉંદર આવી રહ્યા છે તો અઠવાડિયામાં 3-4 દિવસ આ પ્રયોગ કરો. ફાયદો મળશે.

Advertisement

માખીઓ

image source

માખીઓને ભગાડવાનું કામ મુશ્કેલ છે. તે ગંદગી પર બેસીને ખાવાના પર બેસે છે. તેનાથી છૂટકારો મેળવવા ઘરમાં સફાઇ રાખો. આ સિવાય સ્ટ્રોન્ગ સ્મેલ વાળા તેલમાં રૂ પલાળીને દરવાજા પાસે રાખી લો. તેનાથી માખીઓ દૂર ભાગશે.

Advertisement

કોક્રોચ/વંદા

image source

કોક્રોચને ઘરથી ભગાડવા માટે લસણ-ડુંગળી અને મરીને એકસરખા પ્રમાણમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને પાણીમાં મિક્સ કરીને એક લિક્વિડ બનાવો. તેને બોટલમાં ભરો. જ્યાંથી વંદા આવતા હોય તે જગ્યા પર લિક્વિડ છાંટો. જો તમે નિયમિત રીતે આ કામ કરો છો તો જલદી રાહત મળશે.

Advertisement

માંકડ

image source

તેને તમે સરળતાથી ઘરની બહાર કાઢી શકો છો. ડુંગળીનો રસ કાઢી લો અને તેને એક સ્પ્રે બોટલમાં ભરીને તેને છાંટો, તેનાથી માંકડ જલદી મરી જાય છે.

Advertisement

ગરોળી

image source

ગરોળી ભગાડવા માટે તમે મોરના 3-4 પીંછાને દિવાલ પર લગાવી દો. મોર ગરોળી ખાય છે માટે તેના પીંછાથી ગરોળી દૂર ભાગે છે. આ એકદમ સરળ ઉપાય છે.

Advertisement

કીડીઓ

image source

ઘરમાંથી કીડી ભગાવવા માટે થોડો હળદર પાવડર લઇને જ્યાં કીડીઓ થતી હોય ત્યાં છાંટી દો. હળદરના છંટકાવથી ધીમે ધીમે કીડીઓ જતી રહેશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version