Site icon Health Gujarat

આ છે Uric Acidના લક્ષણો, જાણો અને સ્કિનમાં લાગે આવા ફેરફારો તો તરત જ કરાવો યુરિક એસિડ ટેસ્ટ

જો તમારી ચામડી થવા લાગે લાલાશ પડતી, તો જરૂર કરાવો યુરિક એસિડ ટેસ્ટ, આ છે એના લક્ષણો.
યુરિક એસિડ એક એવું કેમિકલ છે જે શરીરમાં ત્યારે બને છે જ્યારે શરીર પ્યુરીન નામના કેમિકલને નાના નાના ટુકડામાં તોડી નાખે છે. જો તમે તમારા વધેલા યુરિક એસિડને કંટ્રોલમાં રાખવા માંગતા હોય તો તમારે સૌથી પહેલા યુરિક એસિડ વધી જવાના લક્ષણો જાણવા પડશે.

image source

શરીરમાં યુરિક એસિડ વધી જાય તો શરીરમાં ઘણી બધી બીમારીઓ ઘર કરી શકે છે જેમ કે આર્થરાઈટ્સ, ગાઉટ, હૃદય રોગ, સુગર તેમજ કિડનીના રોગ. જો તમારા શરીર લાલાશ પડતું થવા લાગે તો તમારે જલ્દી જ ડોકટરનો સંપર્ક કરવાની જરૂર છે. ચામડી લાલાશ પડતી થઈ જવી એ યુરિક એસિડના લક્ષણોમાંથી જ એક છે. તો ચાલો જાણીએ યુરિક એસિડના બીજા ક્યાં ક્યાં લક્ષણો હોય છે.

Advertisement

યુરિક એસિડના લક્ષણો.

– ચામડી લાલાશ પડતી થઈ જવી.

Advertisement

– સાંધામાં દુખાવો થવો.

– આંગળીઓમાં સોજા આવવા.

Advertisement
image source

– ઉઠવા બેસવામાં તકલીફ પડવી.

– ખૂબ જ જલ્દી થાક લાગવો.

Advertisement

– હાથ અને પગની આંગળીઓમાં દુખાવો થવો, ક્યારેક ક્યારેક આ દુખાવો અસહ્ય બની જાય છે.
યુરિક એસિડના કારણો.

– અનહેલ્ધી ખાણી પીણી અને લાઈફ સ્ટાઇલના કારણે યુરિક એસિડ વધી શકે છે.

Advertisement
image source

-પ્યુરીન વાળો ખોરાક જેમ કે દાળ, મશરૂમ, ટામેટા, વટાણા વગેરે ખાવાથી યુરિક એસિડ વધે છે.
ઘણા બધા વ્રત કરતા લોકોમાં પણ અસ્થાયી રૂપથી યુરિક એસિડ વધી જાય છે.

-શરીરમાં આયર્નનું પ્રમાણ વધી જવાથી પણ યુરિક એસિડ વધી જાય છે.

Advertisement

-મેદસ્વિતાના કારણે પણ યુરિક એસિડ વધે છે.

image source

-હાઈ બ્લડ પ્રેશર પણ યુરિક એસિડ વધવાનું કારણ છે.

Advertisement

યુરિક એસિડની આયુર્વેદિક સારવાર.

image source

-એક ચમચી મધમાં એક ચમચી અશ્વગંધા પાઉડર ભેળવો અને એક કપ ગરમ દૂધ સાથે પી લો. આનાથી તમારા શરીરમાં યુરિક એસિડ કંટ્રોલ કરી શકાશે.

Advertisement

–રોજ જ ત્રણ ટાઈમ જમ્યાની 5 મિનિટ પછી એક ચમચી અળસીના બી ખાઓ. આવું કરવાથી શરીરમાં યુરિક એસિડ નથી બનતું.

image source

–રોજ 2થી 3 ચેરી ખાઓ. આના કારણે પણ તમારું યુરિક એસિડ કંટ્રોલમાં રહેશે.

Advertisement

– રોજ વધારે પાણી પીવાનું રાખવું, જેથી કરીને યુરિક એસિડ સરળતાથી બહાર નીકળી જાય છે.

– અજમાનું સેવન કરીને પણ યુરિક એસિડના લેવલને ઘટાડી શકાય છે.

Advertisement

–સોજો અને દુખાવામાં રાહત મળે એ માટે ગરમ પાણીમાં સુતરાઉ કાપડ પલાળીને શેક જરૂર કરો.

–રોજ યોગ કરીને પણ યુરિક એસિડને કંટ્રોલમાં કરી શકાય છે.

Advertisement
image source

–મસલાવાળું અને તીખું તળેલું ખાવાનું બિલકુલ બંધ જ કરી દો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version