Site icon Health Gujarat

સફેદ વાળથી હવે કંટાળી ગયા છો? તો આ ઘરેલું ઉપાયોથી જડમૂળમાંથી કરી દો કાળા, ઘરે બનાવો આ તેલ

બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, પર્યાવરણમાં સૂર્ય, ગંદકી, ધૂળ, પ્રદૂષણ વગેરે વાળ નું સ્વાસ્થ્ય બગાડે છે. તબિયત બગડવા ને કારણે નાની ઉંમરે માથા ના વાળ સફેદ થઈ જાય છે. પરંતુ કેટલીક કુદરતી વસ્તુઓની મદદથી તમે ઘરે હેર ઓઇલ બનાવી શકો છો. આ તેલની મદદથી માથા પર માલિશ કરવાથી વાળના મૂળ ને પોષણ મળી રહે છે, અને તે મજબૂત અને કાળા બને છે. આ તેલમાં કોઈ રસાયણો હોતા નથી અને તેનાથી કોઈ નુકસાન પણ થતું નથી. આજે જ જાણો આ તેલ વિશે.

નાળિયેર તેલ અને લીંબુ :

Advertisement
image source

સફેદ વાળ ને કાળા કરવા માટે તમે નાળિયેર તેલ અને લીંબુ નો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે નારિયેળ તેલ ગરમ કરી તેમાં લીંબુ નો રસ ઉમેરવાની જરૂર છે. રાત્રે આ તેલ થી તમારા માથા પર માલિશ કરો અને સવારે ઊઠી ને હળવા શેમ્પૂથી ધોઈ લો.

નાળિયેર તેલ અને આમલા પાવડર :

Advertisement
image source

આમળા વાળ માટે ખૂબ ફાયદાકારક છે. તમે તેને નાળિયેર તેલમાં ભેળવી ને તેની તાકાત વધારી શકો છો. એક વાસણમાં ચાર ચમચી નાળિયેર તેલ અને બે ચમચી આમળા નો પાવડર નાખી ને ગરમ કરો. બંને વસ્તુઓ ને દસ મિનિટ સુધી ગરમ કરો અને તેને થોડી ઠંડી થવા દો. ત્યારબાદ તમારા માથા પર માલિશ કરો અને વાળ ના મૂળ પર સારી રીતે લગાવો. હવે બીજા દિવસે સવારે અથવા બે કલાક પછી હળવા શેમ્પૂ થી માથું ધોઈ લો.

એરંડાનું તેલ અને સરસવનુ તેલ :

Advertisement
image source

એક વાસણમાં બે ચમચી સરસવ નું તેલ અને એક ચમચી એરંડા નું તેલ ઉમેરી ગરમ કરો. આ તેલ ને થોડું ઠંડુ કરી ને વાળના મૂળ પર સારી રીતે મસાજ કરો. પછી બીજા દિવસે સવારે તમારું માથું સારી રીતે ધોઈ લો. આ ઘરેલું ઉપાય નો ઉપયોગ તમે અઠવાડિયામાં બે થી ત્રણ વખત વાળ ને કાળા કરવા માટે કરી શકો છો. આ ઉપાય કરવાથી સફેદ વાળ કાળા થવા લાગશે.

નાળિયેર તેલ અને કરી પાંદડા :

Advertisement
image source

સફેદ વાળને જડમૂળમાંથી કાળા કરવા માટે એક વાસણમાં નાળિયેર તેલમાં કઢી ના પાંદડા ઉમેરી તેને ગરમ કરો. આ તેલને ઠંડુ કરી એક બોટલમાં ભરી લો. રાત્રે સૂતા પહેલા આ તેલને વાળમાં મસાજ કરો અને સવારે ઊઠી ને હળવા શેમ્પૂથી ધોઈ લો. આ ઉપાય કરવાથી પણ તમારા વાળ કાળા થવા લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version