Site icon Health Gujarat

શું તમે સાઇનસની સમસ્યાથી કંટાળી ગયા છો? તો ઝડપી આરામ માટે અજમાવો આ ઘરેલું ઉપાયો

હવામાનમાં પરિવર્તન થતાં લોકોમાં કફ,શરદી,ચેપ અને સાઇનસની સમસ્યાઓ વધવા લાગે છે.માથાનો દુખાવો,નાકમાંથી પાણી નીકળવું અને ચહેરા પર સોજો એ સાઇનસાઇટિસના સામાન્ય લક્ષણો છે.

કેટલીકવાર આપણને એવો ચેપ લાગે છે,જેમાં આપણા નાકમાંથી પાણી નીકળતું જ રહે છે અથવા નાક વારંવાર બંધ થઈ જાય છે.આંખો અને ગાલ પાછળ દબાણનો અનુભવ થાય છે તથા તીવ્ર માથાનો દુખાવો થાય છે.એ સમય પર એવું લાગે છે કે આ એક સામાન્ય શરદી છે,પરંતુ આપણને લાગતી સામાન્ય શરદી ના તો થોડા દિવસોમાં દૂર થાય છે કે ના તો આપણા ઘરમાં રહેલી શરદીની દવા પીવાથી દૂર થાય છે.તે મહિનાઓ અને ઘણાં વર્ષોથી મુશ્કેલીનું કારણ રહે છે.જો તમને પણ આવી સમસ્યા છે,તો તમારે સાઇનસાઇટિસ માટે તમારા ડોક્ટરની તાપસ કરાવવી જરૂરી છે.જો કે આ સમસ્યામાં વધુ લોકો દવાઓ લે છે,પરંતુ ઘરેલું ઉપચાર હંમેશા દવાઓ કરતા વધુ સારા હોય છે.તો ચાલો અમે તમને જણાવીએ કે તમારી સાઈનસની સમસ્યા દૂર કરવા માટેના ઘરેલુ ઉપાય વિશે.

Advertisement

સ્ટીમ લો

image source

જો તમને સાઈનસની સમસ્યાના કારણે નાકમાંથી પાણી નીકળે છે,તો સ્ટીમ લેવી ખુબ ફાયદાકારક રહેશે. સ્ટીમ લેવા માટે એક વાસણમાં ગરમ પાણી લો.ત્યારબાદ તમારા મોને ઢાંકવા માટે ટુવાલ લો.પાણીની વરાળ તમારા નાકને સંપૂર્ણપણે ખોલશે અને તમને જરૂરથી આરામ મળશે.

Advertisement

ગરમ દૂધમાં હળદર નાખી પીવો

image source

હળદરવાળું દૂધ પીવાથી તમારા શરીરની પ્રતિરક્ષા વધશે અને તમારો ચેપ સરળતાથી દૂર થશે.

Advertisement

ગરમ પ્રવાહી લો

image soucre

જો તમને સાઇનસની સમસ્યા છે,તો તમે જરૂરથી ગરમ પ્રવાહી પીવો.ગરમ પ્રવાહી પીવાથી બંધ નાક ખુલે છે. ધ્યાનમાં રાખો કે સાઇનસની સમસ્યાઓમાં કોઈપણ પ્રકારનું વ્યસન ન કરવું જોઈએ.

Advertisement

તમારા ચહેરા પર ગરમ ટુવાલ રાખો

image source

જો તમને પણ સાઈનસની સમસ્યા થવાથી નાક વારંવાર બંધ થાય છે,જેના કારણે માથું થોડું ભારે રહે છે. તો આ સમસ્યા દૂર કરવા માટે તમારા ટુવાલને ગરમ પાણીમાં પલાળો અને તેનાથી તમારા ચહેરાને ઢાંકી દો.આ ઉપાયથી તમને આરામ મળશે

Advertisement

એપલ સાઇડર વિનેગરનું સેવન કરો

image source

એપલ સાઇડર વિનેગર તમારી સાઇનસની સમસ્યાને દૂર કરે છે અને ઘણા ચેપને પણ તમારા શરીરમાંથી દૂર કરે છે.જો તમને સાઇનસની તકલીફ હોય તો 2 ચમચી મધમાં 1 ચમચી એપલ સાઇડર વિનેગર નાખીને આ મિક્ષણનું સેવન કરો.આ મિક્ષણ પીવાથી સાઈનસની સમસ્યા દૂર થશે.

Advertisement

પૂરતો આરામ કરવો

image source

આ સમસ્યાથી ઝડપથી છુટકારો મેળવવા માટે શક્ય તેટલો આરામ કરવો વધુ સારું છે.સતત બેસવાથી અને વધારે કામ કરવાથી સાઇનસની સમસ્યાઓ વધી શકે છે.તેથી થોડું કામ કર્યા પછી જરૂરથી આરામ કરો અને તમારી ઊંઘ પુરી કરો.

Advertisement
Advertisement
Exit mobile version