Site icon Health Gujarat

મધ અને તજની આ રીતે બનાવો આર્યુવેદિક ચા, અને સાંઘાના દુખાવાથી લઇને આ અનેક સમસ્યાઓને કરી દો દૂર

મધ અને તજની ચા પીવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પેટ ઠંડુ થાય છે.દરરોજ સવારે મધ અને તજની ચા પીવાથી તમને ઘણા લાભ થશે.ચાલો અહીં અમે તમને મધ અને તજની ચા કેવી રીતે બનાવવી અને તેના અન્ય ગુણધર્મો વિશે જણાવીએ.

આપણા દિવસની શરૂઆત કરવા માટે,આપણે બધાને એક પીણું જોઈએ જ છે.જે આપણને ઉર્જાથી ભરપૂર રાખે છે.આ માટે,આપણે બધા વિવિધ પ્રકારની ચા,કોફી અથવા હોટ ડ્રિંક્સ પર આધારીત છીએ.જ્યારે આ પીણાંના સેવનના કારણે આપણા પેટમાં બળતરા થવા લાગે છે ત્યારે આ ગરમ પીણા આપણા માટે ઘણી મુશ્કેલીના કારણ બને છે.તો ચાલો આજે અમે તમને એવી ચા વિશે જણાવીએ જે તમને આવી મુશ્કેલીથી દૂર રાખે છે.

Advertisement

જાણો મધ અને તજની ચા કેવી રીતે બનાવવી

image source

સૌ પ્રથમ 1 કપ પાણી ગરમ કરો ત્યારબાદ આ પાણીમાં ચાના પાન અને ખૂબ ઓછા તજ ઉમેરો.જ્યારે આ પાણી સારી રીતે ઉકલી જાય ત્યારે ગેસ બંધ કરો અને આ પાણીને બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે રાખો.

Advertisement

હવે આ પાણીને એક કપમાં ગાળી લો.આ પાણી પહેલાં થોડુંક ઠંડુ થઈ ગયું હશે.હવે તેમાં 1 ચમચી મધ નાખો અને પછી તેને ઘટા-ઘટ પી લો.એક વાતનું હંમેશા ધ્યાન રાખજો કે વધુ પડતા ગરમ પાણીમાં મધ ઉમેરવાની મનાઈ કરવામાં આવી છે.કારણ કે ગરમ પાણીમાં મધ ઉમેરવાથી મધના કુદરતી ગુણધર્મો ઘટી જાય છે.

તજ એ ફક્ત રસોડાનો મસાલો જ નથી તે એક આયુર્વેદિક દવા છે.

Advertisement
image source

-તજનો ઉપયોગ વિશ્વભરમાં વિવિધ પ્રકારનાં ખોરાક બનાવવામાં કરવામાં આવે છે.તજ એ ભારતીય રસોડાનો એક અભિન્ન ભાગ પણ છે.કારણ કે તે ખોરાકનો સ્વાદ વધારે છે અને શરીરને સ્વસ્થ રાખવામાં પણ ફાયદાકારક છે.

આયુષ મંત્રાલયે પણ સૂચન કર્યું

Advertisement

મહેરબાની કરીને આ વાતની નોંધ કરો કે કોરોના વાયરસ રોગચાળાની શરૂઆતમાં આયુષ મંત્રાલયે સૂચવેલી બાબતોમાં,તજ અને મધ બંને શામેલ છે.આ કારણ છે કે આ બંને ખોરાક આપણા શરીરની પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે.

તજની લાક્ષણિકતાઓ

Advertisement
image source

-તજમાં એન્ટિમાઇક્રોબાયલ,એન્ટિવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ છે.તે આપણા શરીરની અંદર અથવા બહાર કોઈપણ પ્રકારના પૈથોજેન અને કોઈપણ પ્રકારના ફૂગને વધતા અટકાવે છે.

-તજ સંધિવા અને સાંધાના સામાન્ય દુખાવાથી પીડિત લોકો માટે દવા તરીકે કામ કરે છે.આ માટે તમે તમારા ખોરાકમાં અને ચામાં તજનો ઉપયોગ કરી શકો છો.

Advertisement
image source

-પણ ધ્યાનમાં રાખો કે જે લોકોની તાસીર ગરમ હોય છે.તેવા લોકોએ દિવસમાં માત્ર એકવાર જ તજનો ઉપયોગ કરવો જોઈએ.તમારે અડધી ચમચી તજ પાઉડર અથવા એક નેનો ટુકડો તજનો ઉપયોગ કરવો જોઈએ.

મધ પણ ખુબ જ ફાયદાકરાક છે.

Advertisement
image source

– મધ સ્વાદ અને આરોગ્ય બંને આપે છે.મધ તેના કુદરતી ગુણધર્મોને કારણે સંપૂર્ણ આહાર જેવું છે.તજ સાથે મધનું સેવન કરવાથી પેટની બળતરા,ખાટા ઓડકારો,ઉલ્ટી અને અન્ય અગવડતાઓ દૂર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version