Site icon Health Gujarat

જાણી લો કેવી રીતે ગર્ભવતી મહિલા અને બાળકોને તાવના લક્ષણોમાંથી બચાવશો

પ્રેગનેન્સીને યાદગાર બનાવવા અને બાળકનો ખ્યાલ રાખવામાં મહિલાઓ કોઈ કસર નથી છોડતી. હેલ્ધી જમવાનું હોય કે વર્કઆઉટ, મેડિટેશન ક્લાસ હોય કે પર્ફેક્ટ મધર બનવાની ટિપ્સ આપતા પુસ્તકો બજારમાં મળે છે. પોતાના તેમજ બાળકના સ્વાસ્થ્યની જાળવણી માટે ઘણી બાબતો ગર્ભવતી સ્ત્રીઓ ધ્યાનમાં રાખતી હોય છે. પ્રેગનેન્સી દરેક કપલના જીવનનો સૌથી આનંદભર્યો સમય હોય છે.

image source

જોકે,આવા સમય દરમિયાન બાળકને કઈ રીતે સુરક્ષિત રાખવું, તેમજ ડોક્ટરની અપોઈન્ટમેન્ટ લેવાથી લઈને મેડિકલ ટેસ્ટ કરાવવાના કામ ખૂબ જ અઘરા બની ગયા છે. આ બધા સિવાય બીજી એક સૌથી મહત્વની વસ્તુ છે વેક્સિનેશન પ્રેગનેન્સીમાં જ નહીં, પ્રેગનેન્સી બાદ પણ અને નવજાત બાળક માટે વેક્સિનેશન ખૂબ જ મહત્વનું છે. તેનું એક લાંબુ લિસ્ટ ડોક્ટર આપતા હોય છે, જેમાંથી જો એકપણ રસી ભૂલાઈ જાય તો તેની ગંભીર અસર થઈ શકે છે.

Advertisement

મહિલાઓમાં વેક્સિનેશન પ્રત્યે ભાગ્યે જ કોઈ જાગૃતિ

image source

આપણા દેશમાં પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓમાં વેક્સિનેશન પ્રત્યે ભાગ્યે જ કોઈ જાગૃતિ જોવા મળે છે. જેનું એક મહત્વનું કારણ તેની સરળતાથી ઉપલબ્ધતા ના હોવાનું પણ છે. આ ઉપરાંત, તેની જાણકારીનો અભાવ અને સેફ્ટી ડેટાની ગેરહાજરી પણ ગર્ભવતી મહિલાઓને વેક્સિનેશન માટે ખાસ ઉત્સાહિત નથી કરતા. આપને જાણીને નવાઈ લાગશે કે અમેરિકામાં દરેક પ્રેગનેન્ટ મહિલાને ઈન્ફ્લુએન્ઝાની વેક્સિન લેવી ફરજિયાત છે. પરંતુ ભારતમાં ભાગ્યે જ કોઈ ગર્ભવતી મહિલાને આ રસી અપાય છે.

Advertisement

પ્રેગનેન્સીમાં સીઝનલ ફ્લુ

image source

પ્રેગનેન્ટ મહિલાની રોગપ્રતિકારક શક્તિને માત્ર તેનું જ નહીં, પરંતુ બાળકનું પણ રક્ષણ કરવાનું હોય છે. બાળક છ મહિનાનું થઈ જાય ત્યાં સુધી તે માતાના દૂધમાંથી જ પોષણ મેળવે છે, અને તેનાથી જ તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ગર્ભવતી મહિલાઓને કોઈપણ રોગ થવાનો કે ચેપ લાગવાનો ચાન્સ ખૂબ જ વધારે હોય છે. આ ઉપરાંત સીઝનલ ફ્લુ પણ તેમને ઝડપથી આવી શકે છે. તેમાંય ગર્ભાવસ્થામાં મહિલામાં જે માનસિક ફેરફારો થાય છે તે પણ જોખમ વધારી દે છે.

Advertisement

પ્રેગનેન્સીમાં ઈન્ફ્લુએન્ઝા ઘાતક

image source

અનેક સંશોધનો સૂચવે છે કે પ્રેગનેન્સીમાં ઈન્ફ્લુએન્ઝા ઘાતક નીવડી શકે છે. તેના કારણે પ્રિમેચ્યોર ડિલિવરી થવાનું જોખમ પણ વધી જાય છે. આ સમયમાં તાવ આવવાનું જોખમ ખૂબ જ વધી જાય છે. આ ઉપરાંત, બાળકનું વજન ઓછું હોવાથી સિઝેરિયન ડિલિવરીની શક્યતા પણ વધી જાય છે. ઈન્ફ્લુએન્ઝાનું જેટલું જોખમ ૬૫ વર્ષથી વધુ વય ધરાવતા વડીલોને છે, તેટલું જ જોખમ છ મહિનાથી ઓછી ઉંમર ધરાવતા બાળકોને પણ છે.

Advertisement

ઈન્ફ્લુએન્ઝા વેક્સિન કઈ રીતે મદદ કરી શકે?

image source

નવજાત બાળકની રોગપ્રતિકારક શક્તિ તેની માતા પર જ નિર્ભર હોય છે. ઈન્ફ્લુએન્ઝાની રસી બાળક અને નવજાત બાળકને તેનાથી બચાવવાનું સૌથી કારગત સાધન છે. તેના પર ઘણું રિસર્ચ પણ થયું છે અને આ વેક્સિન સેફ પણ છે. એડવાઈઝરી કમિટિ ઓન ઈમ્યુનાઈઝેશન પ્રેક્ટિસ અને WHO પ્રેગનેન્સીના દરેક સ્ટેજમાં મહિલાઓને ઈન્ફ્લુએન્ઝા વેક્સિન આપવાનું રિકમેન્ડ કરે છે. ફેડરેશન ઓફ ઓબ્સેટ્રિક એન્ડ ગાયનેકોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (FOGSI) પણ પ્રેગનેન્સીમાં ઈન્ફ્લુએન્ઝાની રસી લેવાની ભલામણ કરે છે. એવું પણ ધ્યાને આવ્યું છે કે આ રસી લેનારી ગર્ભવતી મહિલાઓમાં પ્રિમેચ્યોર ડિલિવરીનું જોખમ ઘટે છે, તેમજ બાળકનું વજન ઓછું હોવાના ચાન્સમાં પણ ઘટાડો થાય છે.

Advertisement
image source

આ જ કારણે મોટાભાગના એક્સપર્ટ્સ પ્રેગનેન્સીના શરુઆતના તબક્કામ જ ઈન્ફ્લુએન્ઝાની રસી લેવાનો આગ્રહ કરે છે. જો માતા રસી લેશે તો તેના એન્ટિબોડી દૂધ દ્વારા બાળક સુધી પણ પહોંચી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version