Site icon Health Gujarat

ખાવા-પીવાની વસ્તુઓ પર સેનિટાઇઝરનો ઉપયોગ ભૂલથી પણ ના કરતા, થઈ શકે છે આ નુકશાન

image source

કોરોના વાયરસથી બચવા માટે સેનિટાઇઝરનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. આ સમયે,લોકો અસ્વસ્થ થવાના ડરથી સેનિટાઈઝર લિક્વિડનો ઉપયોગ કરી રહ્યા છે.આ વસ્તુ તેમના માટે ઘણીવાર મુશ્કેલીનું કારણ બની જાય છે.લોકો તેમના હાથને તો સેનિટાઈઝ કરી જ રહ્યા છે,પરંતુ તેમણે સેનિટાઈઝરમાંથી જ શાકભાજી,ફળો અને ખાદ્ય ચીજોને સેનિટાઈઝ કરવાનું શરૂ કરી દીધું છે.પરંતુ આવું કરવું બુદ્ધિશાળી નથી.
ખાવા પીવાની વસ્તુઓ પર સેનિટાઇઝરનો સીધો ઉપયોગ સમસ્યાઓ પેદા કરી શકે છે.આ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે.નિષ્ણાંતો કહે છે કે સેનિટાઇઝરનો ઉપયોગ હાથ અને ધાતુથી બનેલી ચીજોને સ્વચ્છ બનાવવા માટે થાય છે.

image source

બજારમાંથી સામાન ખરીદીને ઘરે લાવ્યા પછી ઓછામાં ઓછા 4 કલાક માટે તેનો ઉપયોગ ના કરવો. જો તેના પર કોરોના વાયરસ હશે તો આવું કરવાથી તે વાયરસ સમાપ્ત થઈ જશે.પાણીમાં પોટેશિયમ પરમેંગેનેટ કેમિકલ ઉમેરીને પણ તેને સાફ કરી શકાય છે.

Advertisement
image source

ઘણી વખત લોકો વિચારે છે કે જો તેઓ બહારથી ખોરાક મંગાવે છે,તો તે ખતરનાક સાબિત થઈ શકે છે,પરંતુ એવું નથી.તાજેતરમાં,અમેરિકામાં ખોરાક સાથે બ્લીચ નાખીને ખાવાની વાત સામે આવી હતી.લોકો આ કરી રહ્યાં હતાં કારણ કે તેમને લાગે છે કે વાયરસ સમાપ્ત થઈ જશે.પરંતુ સત્ય એ છે કે આ કરવું નુકસાનકારક છે.નિષ્ણાતો માને છે કે એકવાર ખોરાક રાંધવામાં આવે તો તેમાં કોઈ ભય રહેતો નથી.જો તમે બહારથી ઓડૅર આપી રહ્યાં છો અથવા બહારનું ખાતા હો,તો તે સલામત છે.

કોરોના વાયરસ ફળો અને શાકભાજી પર 7 કલાક રહે છે.તેથી તેમને ઘરે લાવ્યા પછી અમુક કલાકો સુધી તેમને સ્પર્શ કર્યા વિના છોડી દો.પછી કાં તો તેમને ગરમ પાણીથી અથવા બેકિંગ સોડાથી ધોઈ લો.સેનિટાઇઝરનો ઉપયોગ ખાવા પીવાની વસ્તુઓ પર ન કરવો જોઇએ.

Advertisement
image source

સેનિટાઇઝરને લગતી સાવચેતીઓ

સેનિટાઇઝરમાં ઘણા હાનિકારક રસાયણો રહેલા હોય છે. તેથી જમતા પહેલા હંમેશા હાથ ધોઈ લો.

Advertisement

જ્યારે પણ તમે સેનિટાઈઝર ખરીદો છો,ત્યારે જુઓ કે તેમાં કોઈ ટ્રાઇક્લોસન નામની ચીઝ તો નથી.આનાથી શરીરમાં રોગો સામે લડવાની શક્તિને નુકસાન પહોંચાડે છે.તે એલર્જીક પ્રતિક્રિયા પણ પેદા કરી શકે છે.ઉપરાંત, શરીરના હોર્મોન્સને પણ નુકસાન થાય છે.સેનિટાઈઝરના ઉપયોગ માટે અમેરિકામાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

image source

સેનિટાઈઝરમાં આઇસોપ્રોપીલ આલ્કોહોલ વપરાય છે.તે દારૂના નશામાં વાપરતા આલ્કોહોલથી તદ્દન અલગ છે.શરીરમાં આઇસોપ્રોપીલ આલ્કોહોલ જવાથી શરીરમાં ઘણું નુકશાન થાય છે.તેનાથી બાળકોને દૂર રાખવા જરૂરી છે.

Advertisement

સેનિટાઈઝર લગાવ્યા પછી,હાથને આંખોથી દૂર રાખવો જોઈએ,નહીં તો આંખોમાં બળતરા થઈ શકે છે.

image source

પરંતુ કોરોના વાયરસના કિસ્સામાં, સેનિટાઇઝર અસરકારક છે. તેથી જો તમે કામથી બહાર જતા હોવ તો, તેને તમારી સાથે રાખો. પરંતુ ઘરે પાછા ફર્યા પછી સાબુથી તમારા હાથ ધોવાનું ભૂલશો નહીં.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version