Site icon Health Gujarat

શરીરની ડ્રાયનેસને દૂર કરવા માટે આ છે કમાલના ઘરેલૂ ઉપાયો, તમે પણ કરી લો ટ્રાય

ગરમીની સીઝનમાં એસી જેવી રાહત આપવા માટે તમે સ્કીનને અજાણતા નુકસાન કરી લો છો. અનેક વાર વધારે સમય સુધી એસીમાં બેસી રહેવાના કારણે સ્કીન ડ્રાય થવા લાગે છે. આ ડ્રાયનેસને દૂર કરવા માટે તમે આ રીત અપનાવો તે જરૂરી છે. તો જાણો કઈ ઘરેલૂ વસ્તુઓની મદદથી તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

image source

હાલમાં ઉનાળાની આગ ઝરતી ગરમીની સાથે એસી ચલાવવાનું શરૂ થયું છે. ઘર હોય કે ઓફિસ, રેસ્ટોરન્ટ હોય કે મોલ દરેક જગ્યાએ એસી હોવાના કારણે લોકોનો સમય એસીમાં જ પસાર થાય છે. ગરમીની સીઝનમાં એસી જેટલી રાહત આપે છે તેટલું સ્કીનને પણ નુકસાન કરે છે. વધારે સમય સુધી એસીમાં બેસવાથી સ્કીન ડ્રાય થવા લાગે છે. આ ડ્રાયનેસને દૂર કરવા માટે આ રીતને અપનાવી શકાય છે.

Advertisement

તલના તેલનો કરો ઉપયોગ

image source

સ્કીનને ડ્રાયનેસથી બચવા માટે તમે તલના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એક ચમચી તલના તેલમાં એક ચમચી મલાઈને મિક્સ કરીને સારી રીતે ફેંટી લો. આ મિશ્રણને રોજ તમારી સ્કીન પર 10 મિનિટ માટે રહેવા દો અને તેનાથી મસાજ કર્યા બાદ સ્કીન સાફ કરી લો. આ ઉપાયથી તમારી સ્કીનની ડ્રાયનેસ દૂર થશે અને સાથે સ્કીન સોફ્ટ અને ગ્લોઈંગ પણ જોવા મળશે.

Advertisement

લોશનનો કરો આ રીતે ઉપયોગ

image source

લોશન કે મોશ્ચરાઈઝર લગાવી લો. તમે એસીમાં બેઠા છો તો તમે પહેલાથી પોતાના ચહેરા અને હાથ પગમાં લોશન કે મોશ્ચરાઈઝર લગાવીને રાખો. ખાસ કરીને તે બોડી પાર્ટસ પર તેનો ઉપયોગ કરો જ્યાં તમને શુષ્કતા લાગે અને ખજવાળ આવતી હોય. આ રીતે લોશન લગાવવાથી સ્કીનમાં ધીરે ધીરે ભેજ ફરીથી જોઈ શકાશે.

Advertisement

મલાઈ અને ગુલાબજળ લગાવો

image source

મલાઈને સ્કીન પર લગાવવાથી સ્કીન સારી રીતે મોશ્ચરાઈઝ થઈ જાય છે. જો તમે વધારે સમય એસીમાં પસાર કરો છો તો તમે રોજ સૂતા પહેલા ચહેરા અને હાથ પગ પર મલાઈને સારી રીતે લગાવીને મસાજ કરો. મલાઈની સાથે તમે તેમાં ગુલાબજળના ટીપા મિક્સ કરી શકો છો. તેનાથી તમારી સ્કીનમાં શુષઅકતા નહીં અનુભવાય અને સાથે અલગ જ ગ્લો પણ જોવા મળશે.

Advertisement

મધ અને લીંબુ

image source

એસીમાં વધારે સમય પસાર કરવાના કારણે સ્કીનની ડ્રાયનેસને બચાવવા માટે મધ અને લીંબુનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે એક ચમચી મધમાં 4-5 ટીપાં લીંબુના રસના મિક્સ કરો. તેનાથી સ્કીન પર અલગ જ નિખાર આવે છે. આ મિશ્રણને 10-15 મિનિટ સુધી લગાવીને રાખવાથી ડ્રાયનેસ દૂર થાય છે.

Advertisement

કેળા અને મધ

image source

સ્કીનની ડ્રાયનેસને દૂર કરવા માટે એક કેળાને છોલી લો. તેને સારી રીતે મેશ કરી લો. તેમાં એક ચમચી મધ મિક્સ કરો. આ બંને ચીજોને એકમેક સાથે સારી રીતે ફેંટી લો અને તેને 20 મિનિટ સુધી ફેસ પર લગાવીને રાખો. જ્યારે પણ તમે આ ઉપાય કરો છો તો એસીના કારણે સ્કીનમાં આવેલી ડ્રાયનેસમાંથી તમને રાહત મળી શકે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version