Site icon Health Gujarat

જો તમે પણ મોજા વગર બૂટ પહેરતા હોવ તો થઇ જજો સાવધાન, નહિં તો…

જો આપ પગમાં મોજા પહેર્યા વિના બુટ કે પછી શુઝ પહેરો છો તો આપે સાવધાન થવાની જરૂર છે.: ડોક્ટર્સ દ્વારા આ ચેતવણી આપવામાં આવી.

શુઝ કે પછી બુટની નીચે સ્ટોકિંગ્સ કે મોજા નહી પહેરવાએ આજકાલની ફેશન બનતી જઈ રહી છે. આજની યુવા પેઢીના મોટાભાગના યુવાનો મોજા પહેર્યા વિના પગમાં શુઝ કે બુટ પહેરી લેતા હોય છે. આજની આ ફેશન મોજા કે સ્ટોકિંગ્સ વિના શુઝ પહેરવાએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કલાકારો સહિત મોટા સેલેબ્સ પણ આ ફેશન ટ્રેંડને ફોલો કરવા લાગ્યા છે. ત્યાર બાદ સામાન્ય લોકો પણ બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કલાકારો અને સેલેબ્સની કોપી કરવા લાગ્યા છે. પરંતુ શું આપ જાણો છો કે, મોજા કે સ્ટોકિંગ્સ વિના બુટ કે શુઝ પહેરવા આપના માટે ઘણું જોખમકારક સાબિત થઈ શકે છે.

Advertisement
image source

કેટલાક ડોક્ટર્સ દ્વારા સંશોધન કરીને દાવો કરવામાં આવ્યો છે કે, મોજા કે સ્ટોકિંગ્સ વિના બુટ કે શુઝ પહેરતા પુરુષોના પગમાં ફંગલ ઇન્ફેકશન થવાનો ખતરો ઘણો ઝડપથી વધી જાય છે. એટલા માટે ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એક વ્યક્તિ દિવસ દરમિયાન સાધારણ રીતે ૩૦૦ મિલી જેટલો પરસેવો વહાવે છે.

image source

જેના પરિણામે શરીર પર પરસેવો અને ભેજનું એકસાથે થવાના લીધે પગમાં ફંગલ ઇન્ફેકશન થવાની સંભાવના ઘણી બધી વધી જાય છે. એટલા માટે ડોક્ટર્સ દ્વારા શુઝ કે પછી બુટ પહેરતા વ્યક્તિઓને મોજા કે પછી સ્ટોકિંગ્સ પહેરવાની સલાહ આપવામાં આવી છે.

Advertisement
image source

જો કે, હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે મોટાભાગની વ્યક્તિઓ પોતાના પગમાં અને હાથમાં મોજા અને સ્ટોકિંગ્સ પહેરવાનું વધારે જરૂરી માને છે. એટલા માટે અત્યારે લોકો બુટ કે પછી શૂઝની સાથે મોજા કે સ્ટોકિંગ્સ પહેરે છે. તેમ છતાં પણ કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય છે કે, જેઓ શિયાળાની ઋતુની ઠંડીની અવગણના કરતા મોજા કે સ્ટોકિંગ્સ પહેર્યા વિના જ શુઝ કે બુટ પહેરી લેતા હોય છે.

image source

આવું એટલા માટે કેમ કે, હાલના સમયમાં યુવા પેઢી પોતાની ફેશન સ્ટાઈલને કેરી કરવા માટે ઘણા બધા લોકો એવા છે જેઓ શુઝ કે બુટની સાથે મોજા કે સ્ટોકિંગ્સ પહેરતા નથી જેના લીધે થઈને કેટલાક લોકોને પગની આંગળીઓમાં ફંગલ ઇન્ફેકશન થઈ જાય છે.

Advertisement
image source

જો આપ પગમાં મોજા પહેર્યા વિના જ શુઝ પહેરો છો તો આપને પણ પગમાં ફંગલ ઇન્ફેકશન થવાની સંભાવના ખુબ જ વધી જાય છે. એટલા માટે આપ જયારે પણ બુટ કે શુઝ પહેરો છો તો આપે તેની સાથે મોજા જરૂરથી પહેરવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version