Site icon Health Gujarat

જાણો કેવી રીતે અઠવાડિયામાં દૂર કરી દેશો ત્વચા પરની કાળાશ

ત્વચા પરની કાળાશને કરો આ રીતે દૂર અને મેલવો ઉજળી – ચમકદાર ત્વચા

ભારતમાં શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય જ્યારે વાદળછાયુ વાતાવરણ ન હોય ત્યારે સૂર્યના કીરણો તમારી કોમળ ત્વચાને દઝાડતા જ હોય છે અને ઉનાળામાં તો આ સમસ્યા ઓર વધારે વકરી ઉઠે છે. તમને સ્લિવલેસ ટીશર્ટ કે સૂટ પહેરવાનું ખૂબ મન થાય છે પણ બાવડા કાળા થઈ જવાના કારણે તમને તે પહેરવામા સંકોચ થાય છે. તો પહેલાં એ જાણી લઈ કે તમારી ત્વચા કાળી કેવ રીતે પડે છે ? તે UVA રેડિએશન છે જે તમારી ત્વચાને કાળી પાડે છે આ રેડિએશન તમારી ત્વચાની અંદર ઘૂસી જાય છે અને ત્યાર બાદ તેની નીચેના સ્તર પર પહોંચી જાય છે અને તમારા મેલાનોસાઇટ્સ નામના સેલ્સને તે ટ્રીગર કરે છે.

Advertisement
image source

તે સેલ્સ મેલેનીની ઉત્પન્ન કરે છે જે એક પ્રકારનું બ્રાઉન પીગમેન્ટ છે અને તેના પરિણામે તમારી ત્વચા કાળી થાય છે. આ ત્વચાની એક કુદરતી સુરક્ષા પ્રણાલી છે જે સૂર્ય પ્રકાશથી તમારી જાતને બળતી રોકે છે. આપણે ગમે તેટલો પ્રયાસ કરીએ તે છતાં પણ ત્વચા કાળી પડી જ જાય છે. અને આજે અમે તમારા માટે આ જ કાળાશને દૂર કરવા માટેની ખાસ માહિતી લઈ આવ્યા છીએ. આ પ્રયોગથી તમે તમારી ત્વચાનો મૂળ રંગ પાછો મેળવી લેશો. તો ચાલો તે માટેના હોમ મેડ પેક્સ વિષે જાણી લઈએ.

image source

તમે તમારી ત્વચા પરનું બધું જ ટેનીંગ દૂર કરવા માગતા હોવ તો હોમમેડ પેક્સ ઉત્તમ છે. કારણ કે તે સો ટકા કૂદરતી અને કેમિકલ મુક્ત છે. તે ઝડપી પણ હોય છે, સસ્તા પણ હોય છે અને તમારી હાલની જરૂરિયાત પ્રમાણે તમે તેમાં તરત ફેરફાર પણ કરી શકો છો. આ પ્રકારના હોમમેડ પેક્સ તમે ઘરે જ ગણતરીની સામગ્રીનો ઉપયોગ કરીને બનાવી શકો છો.

Advertisement

ચણાનો લોટ , દહીં અને લીંબુનો રસ

ચણાનો લોટ, હળદર અને ગુલાબજળ

Advertisement

મુલતાની માટી અને ગુલાબજળ

મધ, અને લીંબુનો રસ

Advertisement

ઓટ્સ, દૂધ અને રોઝ વોટર – ત્વચા પર સ્ક્રબ તરીકે કામ કરશે

કાચા બટાટાનો રસ

Advertisement

લીંબુનો રસ અને કાચુ દૂધ

ટામેટાનો રસ અને ચણાનો લોટ

Advertisement

એલોવેરા જેલ, લીંબુનો રસ અને કાકડી

પપૈયુ, લીંબુનો રસ અથવા તો કાચુ દૂધ (ખાસ કરીને ડ્રાઈ સ્કીન ધરાવતા લોકો માટે)

Advertisement

ઉપર જણાવેલી ઘરમાં જ ઉપલબ્દ વસ્તુઓના કોમ્બીનેશનથી તમારી ત્વચાના ટેનિંગને એટલે કે સૂર્યના કારણે કાળી પડેલી ત્વચાને તમે ફરી પાછી ઉજળી બનાવી શકશો. તો ચાલે હવે ઉપર જણાવેલી સામગ્રીઓની ખાસીયતો પણ જાણી લઈએ.

image source

હળદર – હળદર તો ભારતીય રસોડાના મસાલાની મહારાણી કહેવાય છે. આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે હળદર સારા એન્ટિસેપ્ટિક ગુણ ધરાવે છે તેમજ તે એક ઉત્તમ એન્ટિ બેક્ટેરિયલ પણ છે. હળદર ત્વચામાંથી વધારાનું તેલ બહાર નીકળતુ અટકાવે છે અને આ રીતે તે ત્વચા પરના ડાઘને પણ આછા કરવામાં મદદ કરે છે.

Advertisement
image source

લીંબુનો રસ – લીંબુ દરેક ઘરમાં હોય છે માટે તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. લીંબુમાં વિટામીન સી ભરપુર હોય છે તે ત્વચાને ઉજળી બનાવે છે. તે તમારી ત્વચાને નુકસાનકારક UVA કીરણોથી પણ બચાવે છે. એક અભ્યાસ પ્રમાણે સાઇટ્રસ ફ્રૂટ્સ તમારી ત્વચાને થતાં કેન્સરના જોખમને ઘટાડે છે.

image source

એલોવેરા – એલોવેરા આજે ઘરના નાનકડા ગાર્ડનમાં પણ જોવા મળે છે. એલોવેરાને ત્વચા પર લગાવવાથી તેના સેવન સુધી ઘણા બધા લાભ છે. ઇજીપ્શિયન તેને અમરત્ત્તવનો છોડ ગણે છે. એલોવેરાની જેલમાં ગ્લાઇકોપ્રોટીન્સ હોય છે જે ત્વચામાંનું ઇન્ફ્લેમેશન દૂર કરે છે તેમજ તેમાં રહેલું પોલીસેકેરાઇડ ત્વચાના ગ્રોથને પ્રમોટ કરે છે અને ત્વચાને રિપેર પણ કરે છે. તેમાં ત્વચાને સ્વસ્થ બનાવતા કુદરતી ગુણો સમાયેલા છે અને તે દરેક પ્રકારની ત્વચા પર સૂટ થાય છે.

Advertisement
image source

ટામેટાનો રસ – ટામેટાનો રસ તમારી ત્વચાને વિવિધ રીતે લાભ પહોંચાડે છે. તે તમારી ત્વચાના પીએચ લેવલને સંતુલિત કરે છે, તેમજ તમારી ત્વચાના રોમછીદ્રોને ટાઇટ કરે છે અને તેના મૂળ કોમ્પ્લેક્શનને પુનઃસ્થાપિત કરે છે.

image source

ચણાનો લોટ – ચણાના લોટનો સૌંદર્ય નિખાર માટેનો ઉપયોગ આપણે બધાએ જીવનમાં એકવાર તો કરી જ ચૂક્યા છીએ. ચણાનો લોટ તમારી ત્વચાને ખુબ જ કોમળતાથી સ્વચ્છ કરે છે, તેમજ મૃત ત્વચાને દૂર કરે છે, તેની સાથે સાથે તે ત્વચા પર જામી ગયેલી ગંદકી અને ચીકાસને દૂર કરે છે આ ઉપરાંત તે ત્વચામાંના તે તેલને પણ દૂર કરે છે જે તમારા રોમછીદ્રોને બ્લોક કરીદે છે, આમ તે તમારી ત્વચાના કોમ્પ્લેક્સન અને તેના ટેક્સ્ચરને સુધારવામાં મદદ કરે છે.

Advertisement

મધ

image source

દૂધ – ત્વચા માટે હંમેશા કાચા એટલે કે ગરમ કર્યા વગરના દૂધનો ઉપયોગ કરવો જોઈએ. દૂધમાં ઉચ્ચ પ્રમાણમા લેક્ટિક એસિડ સમાયેલું હોય છે. જે તમારી ત્વચાના કુદરતી ભેજને જાગૃત કરે છે. દૂધને એક સંતુલિત આહાર ગણવામાં આવ્યું છે અને તે ત્વચા માટે બાહ્ય રીતે પણ તેમ જ કરે છે. જે લોકોની ત્વચા ખૂબ જ તૈલી હોય તેમણે ફુલ ક્રીમ મિલ્કક કે હોલ ફેટ મિલ્કનો ઉપયોગ ન કરવો જોઈએ.

Advertisement

મુલતાની માટી – મુલતાની માટી તમારી ત્વચામાના જડમાં જડ તેલને તમારા રોમછીદ્રોમાંથી બહાર ખેંચી લાવે છે. અને આ રીતે તે સન બર્નથી તમારી ત્વચાને રાહત આપે છે.

મધ – મધમાં જે એન્ઝાઇમ્સ સમાયેલા હોય છે તે તમારી ત્વચાને સ્વચ્છ કરે છે. તે તમારી ત્વચાને રીપેર કરે છે અને તેની એક ઉંડી સંભાળ લે છે. રો મનુકા હની તેનો ઉપયોગ ત્વચા પર સૌથી વધારે ઉત્તમ પરિણામ આપે છે.

Advertisement
image source

ગુલાબ જળ – ગુલાબ જળનો ઉપયોગ આપણે લગભગ બધા જ ફેસપેકમાં કરતા હોઈએ છીએ. તે ત્વચાને એક અનેરી ઠંડક આપે છે, તે ત્વચાને ભેજ પહોંચાડે છે અને સાથે સાથે ત્વચાને તાજી બનાવે છે અને ત્વચાને તેની ઇન્ફ્લેમેટરી ગુણોથી સ્વચ્છ પણ બનાવે છે.

બટાટા – બટાટામાં વિટામીન બી6 ભરપુર પ્રમાણમાં હોય છે આ ઉપરાંત એક બ્લિચિંગ પ્રોપર્ટી પણ હોય છે જે તમારી ત્વચાના રંગને ઉજળો બનાવવામાં મદદ કરે છે.

Advertisement
image source

પપૈયું – પપૈયાને માત્ર એકવાર તમારી ત્વચા પર લગાવવાથી તમને અદ્ભુત પરિણામ મળે છે. તે તમારી ત્વચાને તરત જ ભેજ પુરો પાડે છે. તેમાં ભરપુર પ્રમાણાં વિટામિન એ અને પાપેઇન એન્ઝાઈમ હોય છે જે તમારી ત્વચા પરના ડેડ સ્કિન સેલ્સને દૂર કરે છે અને તમારી ત્વચામાંના મૃતપ્રાય થઈ ગયેલા પ્રોટીનને પુનઃજીવીત કરે છે.

ઓટ્સ – ઓટ્સ એ એક ઉત્તમ કુદરતી સ્ક્રબ છે જે તમારી ત્વચામાંથી વધારાનું તેલ સોશી લે છે. ઓટમીલમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી અને એન્ટિ ઓક્સિડન્ટ બન્ને ગુણો સમાયેલા છે અને તે સેન્સિટિવ ત્વચા માટે પણ યોગ્ય છે, આ ઉપરાંત તે સનબર્ન તેમજ અન્ય કેટલીક ત્વચા સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદ કરે છે.

Advertisement
image source

દહીં – દહીં એ ભારતના દરેક રસોડે ઉપલબ્ધ એવી ખાદ્ય સામગ્રી છે. દહીંમાં પ્રોબાયોટિક્સ અને લેક્ટિક એસિડ સમાયેલા છે. કોઈપણ ટેન રિમૂવલ પેકમાં દહીંને ઉમેરવાથી તેના પરિણામમાં વધારો થશે અને તમારી ત્વચા તેજસ્વી બનશે. તેની સાથ સાથે ત્વચાની ઇલાસ્ટીસીટી વધશે અને ત્વચામાં મોઇશ્ચર પણ ઉમેરાશે.

આ રીતે રાખો ત્વચાની સંભાળ

Advertisement
image source

તમારી પાસે હંમેશા ત્વચાને સાફ કરવા માટે મોઇશ્ચરાઇઝીંગ વાઇપ્સ હોવા જોઈએ. જ્યારે જ્યારે તમે આકરા તડકામાં બહાર નીકળો ત્યારે તમારા હાથ તેમજ તમારે ચહેરાને સાફ કરવા માટે તમારી પાસેના મોઇશ્ચરાઇઝીંગ વાઇપ્સનો જ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તમે તેને વારંવાર તો ધોઈ નથી શકતા. આમ કરવાથી તમારી ત્વચા પરની ગંદકીને તમે તરત જ સાફ કરી શકશો અને તે ગંદકી તમારી ત્વચામાં અંદર નહી ઉતરી શકે. અને આમ કરવાથી તમે તાજગી પણ અનુભવશો.

તડકામાંથી બહાર નીકળતી વખતે હંમેશા તમારા પર્સમાં સનસ્ક્રીન રાખો. તમે જો કલાકોના કલાકો ઘરની બહાર રેહવાના હોવ તો તમારે દર બે કલાકે ત્વચા પર સનસ્ક્રીન લગાવવાની જરૂર પડશે માટે તમારો ચહેરો સાફ કર્યા બાદ તમારે તરત જ સનસ્ક્રીન લગાવી લેવું જોઈએ.

Advertisement
image source

બને ત્યાં સુધી તડકામાં રહેવાનું ટાળવું જોઈએ. તમારે સીધા જ સૂર્યના પ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. આ કંઈ હંમેશા શક્ય નથી હોતું પણ તમે પ્રયાસ તો કરી જ શકો છો. ખાસ કરીને જ્યારે સૂર્ય સૌથી આકરો હોય ત્યારે બહાર જવાનું ટાળવું જોઈએ.

તમારે સુર્ય પ્રકાશમાં બહાર નીકળતી વખતે આખી બાંયના વસ્ત્રો પહેરવાનું રાખવું જોઈએ જેથી કરીને ત્વચા પર UVA રેડીએશનની ઓછી અસર થાય.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version