Site icon Health Gujarat

ફળોની છાલનો ઉપયોગ તમારા વાળ અને ત્વચા બંને માટે છે ખુબ જ ફાયદાકારક, જાણો સ્ટેપ ટુ સ્ટેપ કેવી રીતે

આપણે જાણીએ છીએ કે ફળ એ આપણા આરોગ્ય અને સુંદરતા માટે કેટલા ફાયદાકારક છે.ફળોનું સેવન કરીને આપણે તેની છાલ નકામી ગણીને તેને કચરામાં ફેંકી દઇએ છીએ,પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે આ છાલ આપણા સ્વાસ્થ્ય અને સુંદરતા માટે ખુબ જ ફાયદાકારક છે.ફળની છાલથી આપણે અનેક પ્રકારની આરોગ્ય અને સુંદરતાની સમસ્યાઓ દૂર કરી શકીએ છીએ.તો ચાલો અમે તમને જણાવીએ કે ક્યાં ફળની છાલ તમારા ત્વચાની કઈ સમસ્યાઓ દૂર કરે છે.

1 ફ્રીકલ્સ દૂર કરો

Advertisement
image source

ઘણી સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન ફ્રીકલ્સની સમસ્યાથી પરેશાન હોય છે.લીંબુની છાલ ફ્રીકલ્સને દૂર કરવા માટે ખૂબ ફાયદાકારક છે.ફ્રીકલ્સને દૂર કરવા માટે લીંબુ અને નારંગીની છાલ સુકાવી લો અને તેને બારીક પીસી તેનો પાવડર બનાવી લો.આ પાવડરમાં થોડું કાચું દૂધ અને થોડી માત્રામાં ગુલાબજળ મિક્સ કરો.આ પેસ્ટને ફેસ-પેકની જેમ ચહેરા પર લગાવો.જ્યારે આ પેક સુકાઈ જાય ત્યારે તમારા ચેહરાને થોડા ગરમ પાણીથી ધોઈ લો.આ ઉપાયના નિયમિત ઉપયોગથી તમારા ચેહરાના ફ્રીકલ્સ દૂર થશે અને તમારા ચેહરા પરનો ગ્લો ખુબ વધશે.

2. ચેહરા પરના ખીલ અને ડાઘ દૂર કરો

Advertisement
image source

ચેહરા પરના ખીલ અને ડાઘની સમસ્યાથી છુટકારો મેળવવા માટે,1 દાડમની છાલ અને નારંગીની છાલને થોડી હળદર સાથે પીસી લો.આ પેસ્ટમાં લીંબુના રસના થોડા ટીપાં ઉમેરો.ત્યારબાદ આ પેસ્ટ તમારા ચેહરા પર લગાવો અને તે સુકાય ત્યાં સુધી રહેવા દો.ત્યારબાદ હળવા પાણીથી તમારો ચેહરો ધોઈ લો.આ ઉપાય તમારા ચેહરા પરના ખીલ અને ડાઘાઓ દૂર કરશે.

3 દાઝી જવાથી થતા ડાઘ દૂર કરે છે

Advertisement
image source

ઘણી વખત મહિલાઓ રસોઈ બનાવતી વખતે દાઝી જાય છે અને તેમના શરીર પર એ ડાઘ જોવા મળે છે જે ખુબ ખરાબ હોય છે.આવા નિશાન પર પપૈયાની છાલ ઘસવાથી થોડા દિવસોમાં આ નિશાનો ઓછા થશે અને નિયમિત આ ઉપાયના ઉપયોગથી તમારો ડાઘ એકદમ દૂર થશે.થોડા સમયમાં તમારી ત્વચા પેહલા જેવી અને નરમ થઈ જશે.

4 ઘાટા અને જાડા વાળ બનાવવા માટે

Advertisement
image source

વાળ ખરવાની તથા સમય પેહલા જ વાળ સફેદ થવાની સમસ્યા મહિલા અને પુરુષો બંનેમા જોવા મળે છે.આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે દરેક વ્યક્તિ ખુબ મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે,પણ આ પ્રોડક્ટ્સનો ફાયદો વધુ સમય નથી રહેતો.તેથી આ સમસ્યા દૂર કરવા માટે તમે સૌથી પેહલા આમળાને પાણીમાં ઉકાળો,ત્યારબાદ તેમાં સંતરા અને લીંબુની છાલનો પાવડર ઉમેરો.આ પાણીથી નિયમિત વાળ ધોવા,આ ઉપાયથી તમારા વાળ એકડા કાળા,જાડા અને લાંબા થશે.આ ઉપાયથી ખોડાની સમસ્યા પણ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version