Site icon Health Gujarat

Skin Care: સ્કીનને ડ્રાય કરી શકે છે આ ભૂલો, આ રીતે કરી લો ફટાફટ જાતે જ કેર

વધતા પ્રદૂષણ, ધૂળ અને પૂરતી દેખરેખના અભાવના કારણે સ્કીન સૌથી વધારે પ્રભાવિત થાય છે. લોકો તેનો ખ્યાલ રાખવાના બદલે મેકઅપની મદદ લેતા હોય છે. તેનાથી આ સ્કીન વધારે ડ્રાય બને છે અને તેની પર પપડી જોવા મળે છે. મુશ્કેલીમાં વધારો ત્યારે થાય છે જ્યારે આ સમસ્યા ગંભીર બને છે. આ સમયે ડોક્ટરની સલાહની જરૂર પડે છે. એવામાં જો તમે મોંઘી ટ્રીટમેન્ટની મદદ લો છો તો તેની સાઈડ ઈફેક્ટ થવાની તકલીફ અને ડર પણ રહે છે. એવામાં જો તમે શરૂઆતથી સ્કીનની દેખરેખને માટેની કાળજી રાખો. નાની નાની વાતો પર ધ્યાન રાખો તો સ્કીન પ્રોબ્લેમ્સથી રાહત મળી શકે છે. તો જાણો ડ્રાય સ્કીનની દેખરેખ કઈ રીતે કરવી જોઈએ તે વિશે.

માઈલ્ડ મોશ્ચરાઈઝર

Advertisement
image source

સૂકી સ્કીનને મોશ્ચરાઈઝ કરવાથી તેમાં લાંબા સમય સુધી ભેજ કાયમ રહે છે. એવામાં રોજ માઈલ્ડ મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. આ સ્કીન પર લાંબા સમય સુધી ટકશે અને સ્કીનને હાઈડ્રેટ રાખશે. સ્કીનને માટે એવું મોઇશ્ચરાઈઝર ખરીદો જેમાં ઓછી સ્મેલ હોય અને કે કેમિકલ ફ્રી હોય.

હોટ શાવરથી બચો

Advertisement
image source

જે લોકોને ગરમ પાણીથી નહાવાની આદત છે તેમની સ્કીન સૂકાઈ જાય છે. અનેક વાર સ્કીન પર દાણા અને લાલ રેશિઝ પણ આવી શકે છે. જે પાછળથી ખંજવાળની સમસ્યા નોતરી શકે છે. આ માટે ગરમ પાણીને બદલે તમે હૂંફાળા પાણીનો પ્રયોગ કરો તે યોગ્ય છે.

કેમિકલને બદલે ફેસ ઓઈલનો કરો ઉપયોગ

Advertisement
image source

સૂકી સ્કીનને માટે લોકો મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરી છે જેમાં અનેક પ્રકારના કેમિકલનો પ્રયોગ કરાય છે. આ માટે તમે ફેસ ઓઈલનો ઉપયોગ કરો. આ સ્કીનમાં સમાઈ જાય છે અને લાંબા સમય સુધી સ્કીનને નરિશ એટલે કે ભેજવાળી રાખે છે.

મેકઅપ હટાવવો જરૂરી છે

Advertisement
image source

અનેક મહિલાઓ મોડી રાતે પાર્ટીમાંથી આવ્યા બાદ સ્કીન પર મેકઅપને ઉતારવામાં આળસ કરે છે. તેનું પરિણામ ઘાતક હોઈ શકે છે. જો તમે એક દિવસ પણ આવું કરો છો તો તે સ્કીનને વધારે ડેમેજ કરી શકે છે. આ માટે મેકઅપ ઉતારવાનું જરૂરી રહે છે.

એક્સફોલિએટ કરો

Advertisement
image source

સ્કીનને એક્સફોલિએટ કરવાનું જરૂરી છે. સ્કીન કેર રૂટિન છે જેને અનેક લોકો ઈગ્નોર કરે છે. અઠવાડિયામાં 3-4 વાર સ્કીનને સારી રીતે એકસફોલિએટ એટલે કે સ્ક્રબિંગ કરતા રહો. તેનાથી ચહેરાની ડેડ સ્કીન દૂર થશે અને સાથે ફેસ પર રફનેસ લાગશે નહીં. તેનાથી પોર્સ ખૂલી જાય છે અને તે સારી રીતે શ્વાસ લઈ શકે છે.

સનસ્ક્રીનનો ઉપયોગ છે જરૂરી

Advertisement
image source

જો તમારે કોઈ પણ કામથી વધારે પડતા તડકામાં ફરવું પડતું હોય તો તડકાથી તમારી સ્કીન ખરાબ થઈ શકે છે. તે નુકસાન કરી શકે છે. સ્કીનની 80 ટકા સમસ્યાઓ સનરેઝના કારણે બને છે. એવામાં સનસ્ક્રીનનો ઉપયોગ કરો તે જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version