Site icon Health Gujarat

અપનાવો આ ઘરેલુ ઉપાયો, અને મેળવો કાળા ધબ્બા અને ખીલથી છૂટકારો

આજની આ ભાગદોડવાળી જીવનશૈલીમાં આપણા સ્વાસ્થ્યની સાથે સાથે આપણી ત્વચાનું પણ ધ્યાન એટલું જ રાખવું પડે છે, પણ ઘણી વખત સમયની અછત અને વ્યસ્ત લાઇફસ્ટાઇલ ને કારણે બહુ અઘરુ થઈ જાય છે. છતાં પણ આપણે કોઈને કોઈ રીતે પ્રત્યન કરતા જ રહીએ છીએ કે આપણી ત્વચાને સ્વસ્થ રાખી શકીએ. સામાન્ય રીતે લગભગ દરેક વ્યક્તિ સુંદર દેખાવા માટે અને સ્વસ્થ ત્વચા માટે કોઈને કોઈ કોશીશમાં લાગ્યા જ રહીએ છીએ.

image source

વધતા પ્રદૂષણને કારણે લગભગ દરેક વ્યક્તિને ત્વચા સંબધિત અલગ-અલગ પરેશાનીઓનો સામનો કરવો જ પડે છે. કોઈ ચહેરા પરના કાળા ધબ્બાથી પરેશાન છે તો વળી કોઈ ચહેરા પરની રંગતને કારણે પરેશાન છે પરંતુ આ બધી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા આપણે કોઈને કોઈ વસ્તુ કે પ્રોડક્ટનો ઉપયોગ કરતાં રહીએ છીએ. આમ, આજે અમે તમારા માટે ત્વચા સંબધિત સમસ્યાઓ માટે અલગ અલગ ઉપચાર લઈને આવ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી તમે સ્વસ્થ ત્વચાની સાથે સાથે સુંદર દેખાવ પણ મેળવશો.

Advertisement
image source

ખીલ માટેનો ઘરેલુ ઉપાય

આજકાલ ચહેરા પર ખીલ થવાની સમસ્યા સામાન્ય બની ગઇ છે અને દરેક વ્યક્તિ એનાથી બહુ કંટાળી પણ ગયા છે. એવું નથી કે કોઈ ચોક્કસ ઉંમરવાળા લોકો જ આનો સામનો કરે છે , આનાથી છૂટકારો મેળવવા ટામેટાના એક ભાગને ચહેરા પર રગડો જે તમારી ત્વચા પર રહેલા ખીલને દૂર કરવામાં તમારી મદદ કરશે. દરરોજ આવું કરવાથી તમારી ત્વચા પહેલા કરતાં વધુ સુંદર અને સ્વસ્થ થશે.

Advertisement
image source

વધતી ઉંમર માટે હર્બલ ઉપચાર

ઘણી બધી વસ્તુઓ અને શારીરિક ફેરફાર કુદરતી હોય છે જેનો સામનો આપણે ઉંમરની સાથે સાથે કરતાં જ હોઈએ છીએ. પરંતુ આપણે આને થોડીક હદ સુધી રોકી શકીએ છીએ. જો તમે પણ ચહેરા પર દેખાતી તમારી વધતી ઉંમરથી પરેશાન છો તો તમે ઈંડાની મદદથી આ દૂર કરી શકો છો. તમે ઇંડાને તોડીને એના વચ્ચેના ભાગને ત્યાં સુધી મિક્સ કરતા રહો જ્યાં સુધી એ એકરસ ના થઈ જાય પછી આ મિશ્રણને તમે ત્વચા પર 15-20 મિનિટ સુધી લગાવી રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

Advertisement
image source

સૂકા હોઠ માટેનો ઘરેલુ ઉપાય

બદલાતી ઋતુને કારણે કે પછી શિયાળામાં કે શરીરમાં પાણીની અછતને કારણે ઘણી વાર હોઠ સુકાવા લાગે છે. જેના કારણે ચહેરાની સુંદરતા ગાયબ થઈ ગઇ હોય એવુ લાગે છે. તમે તમારા સુકાયેલા હોઠ પર સૂતા પહેલા મધ લગાવી શકો છો, તો વળી સવારે ખાંડના મિશ્રણનું બનાવેલું સ્ક્રબ પણ લગાવી શકો છો. આનાથી તમારા હોઠ પરની મૃત ત્વચા નીકળી જશે અને હોઠ નરમ થશે.

Advertisement
image source

કાળા ધબ્બા

જો તમે પણ કાળા ધબ્બાથી પરેશાન છો તો તમે પણ ક્રીમ છોડીને ઘરેલુ ઉપચાર અપનાવો અને મેળવો આ સમસ્યામાંથી છૂટકારો. ઓફિસમાં કામ કરતાં લોકોને લગભગ આ સમસ્યાનો સામનો વધારે કરવો પડતો હોય છે. જો કે આંખોની નીચે કાળા ધબ્બા પડી જાય છે આને દૂર કરવા માટે રોજ એક બટાકાને અડધું કાપીને આંખોની નીચે લગભગ 15 મિનિટ સુધી મૂકી રાખો આમ કરવાથી કાળા ધબ્બા દૂર કરવામાં તમને મદદ મળી રહેશે અને આ સમસ્યામાંથી છૂટકારો પણ.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement
Advertisement
Exit mobile version