Site icon Health Gujarat

કોરોના સંકટમાં સ્કિનના પ્રોબ્લેમ્સ માટે દવાખાને ના જવું હોય તો આ અસરકારક ટિપ્સ કરો ફોલો, થશે મોટો ફાયદો

અત્યારે આપણા આખા દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં સ્કીનની નાની નાની કોઈ પણ સમસ્યા માટે ડોક્ટર પાસે ન જવું હોય તો ઘરે જ આ જ વસ્તુનો ઉપાય કરી લો. આજે આપણે આ લેખમાં સ્કીનને લગતી ધાધર અને ખંજવાળને દુર કરવાના કેટલાક ઘરેલું ઉપાય વિષે જાણીશું. કોરોનાની મહામારીમાં આ ઉપાય આપણને ખુબ મદદ કરે છે. તે થોડા જ દિવસમાં ધાધર અને ખંજવાળને દુર કરે છે.

હળદર :

Advertisement
image source

હળદરમાં એન્ટીબેક્ટેરીયલ ગુણો રહેલા છે. જે કોઈ પણ ફંગલ ઇન્ફેકશનને દુર કરવામાં ખુબ ઉપયોગી બને છે. કોઈ પણ કોટનના કાપડ વડે લીલી હળદરનો રસ કાઢી જે જગ્યા પર ખંજવાળ આવતી હોય ત્યાં લાગવું. આ ઉપાય દિવસમાં ત્રણ વાર કરવાથી ખંજવાળમાં ઘણી રાહત મળે છે.

પેશાબ :

Advertisement
image source

ત્રણ દિવસનો વાસી પેશાબ ધાધર પર લગાડવાથી ધાધર મટે છે. માટે કોઈ બોટલમાં મૂત્ર એકઠું કરી ત્રણ દિવસ રાખ્યા બાદ તેને ધાધર પર લગાડવું. આ ઉપાય કરવાથી થોડા દિવસમાં ધાધર દુર થાય છે.

લસણનો રસ :

Advertisement
image source

લસણની અંદર એન્ટીફંગલ નામનું તત્વ રહેલું છે. જે કોઈ પણ ફંગલ ઇન્ફેકશનને દુર કરવામાં ખુબ ઉપયોગી બને છે. લસણની કળીના નાના નાના ટુકડા કરી તેને પીસી લો. ત્યાર બાદ તેને પ્રભાવિત જગ્યા પર લાગવી પાટો વાળી લો. આ ઉપાય એક અઠવાડિયા સુધી કરવાથી સ્કીનને લગતી સમસ્યા દુર થાય છે.

એપલ વિનેગર :

Advertisement
image source

જો તમે આ વિનેગારમા રૂ ને પલાળીને જે જગ્યા પર ધાધર હોય તે જગ્યા પર દિવસમાં પાંચ વાર લાગવાથી રાહત થાય છે. આ ઉપાય ત્રણ દિવસ સુધી કરવાથી સ્કીન સમસ્યા દુર થાય છે.

નારિયેળ તેલ :

Advertisement
image source

આ ઓઈલ ખંજવાળમાં રાહત આપે છે. તે આપણી ત્વચાને મુલાયમ અને સુંદર બનાવે છે. જે જગ્યા પર ધાધર હોય અથવા કોઈ પણ જગ્યાએ ખંજવાળ આવતી હોય ત્યાં તેલને લગાડીને આખી રાત સુધી રાખવું. આ ઉપાય કરવાથી તેમાં ઘણો ફાયદો થાય છે.

લીમડો :

Advertisement
image source

આ ઔષધી કોઇપણ ચામડીના રોગને મટાડવા માટે ઉપયોગી છે. તે ભારતીય આયુર્વેદમાં ઘણા લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવતું ઔષધ છે. જેમાં ખરજવા પર લીમડાની પેસ્ટ લગાવાથી ખરજવું મટે છે. તેની પેસ્ટ બનાવવા માટે સૌપ્રથમ એક વાટકા જેટલા લીમડાના પાન લેવા, ત્યારબાદ તેને ધોઈને સાફ કરવા. તે પાનમાં હવે થોડું પાણી બે થી ત્રણ ચમચી જેટલું નાખી અને તેને વાટીને પેસ્ટ બનાવી લેવો. આ પેસ્ટને ધાધર અને ખંજવાળ પર લાગવાથી રાહત થાય છે.

સરસિયાના દાણા :

Advertisement
image source

આ દાણાને ત્રીસ મિનીટ સુધી પાણીમાં પલાળીને ત્યારબાદ તેની એક પેસ્ટ તૈયાર કરી લો અને આ પેસ્ટને તમને જે જગ્યાએ ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લાગવી તેને પંદર મિનીટ સુધી રહેવા દો. ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો. આ ઉપાય અજમાવવાથી તમને આ સમસ્યામા તુરંત રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version