Site icon Health Gujarat

ઊંઘ વિશેની છે અમુક માન્યતાઓ, જે બગાડી રહી છે તમારી તબિયત, વાંચો આ લેખ અને જાણો…

ઘણી એવી સમસ્યાઓ ને કારણે, વ્યક્તિ તેની વાસ્તવિક ઉંમર કરતાં વધારે વૃદ્ધ દેખાવા લાગે છે. નિષ્ણાતો કહે છે કે લોકો આ સમસ્યા ને ઠીક કરવા માટે તેમના આહારમાં ફેરફાર કરે છે, વધુ પાણી પીવે છે, પણ આમાં ઊંઘવા ની દિનચર્યા સૌથી મોટી ભૂમિકા ધરાવે છે, જેના પર લોકો ઓછું ધ્યાન આપે છે. તો આજે આપણે ઊંઘ સંબંધિત એવી ભૂલો વિશે જાણીએ જે વ્યક્તિને ઝડપથી વૃદ્ધ બનાવી શકે છે.

ઓશીકામાં છુપાયેલા બેક્ટેરિયા :

Advertisement
image source

શું તમે જાણો છો કે જે ઓશીકા પર માથું મૂકીને તમે ઊંધા સુવો છો, એમાં કેટલા બેક્ટેરિયા હોય છે? તમારા શરીરનો પરસેવો, મેકઅપ, ડેડ સ્કિન સેલ્સ, હેર પ્રોડક્ટ્સ અથવા સ્કીન ક્રિમ થી બનેલા આ બેક્ટેરિયા દરરોજ રાત્રે તમારી સાથે ઊંઘે છે. 2011 માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ એક ઓશીકામાં લગભગ સાડા ત્રણ લાખથી વધુ બેક્ટેરિયા હોઈ શકે છે. તેથી સુતા પહેલા ખાતરી કરો કે તમારું ઓશીકું સાફ હોય.

ઓશીકાનાં કવરનું મટીરીયલ :

Advertisement
image source

સિલ્કથી બનેલું તાકિયાનું કવર સારું હોય છે, આરામદાયક હોય છે. રાત્રે સૂતી વખતે જયારે આપણે પાસાઓ બદલીએ છીએ ત્યારે એનાથી ત્વચા પર દબાણ અથવા કરચલીઓ આવવાની શક્યતા પણ ઓછી હોય છે. સિલ્કનું કાપડ તમારા ચહેરાની ત્વચામાંથી કુદરતી તેલ પણ શોષતું નથી. સિલ્કમાં એમિનો એસિડ પણ હોય છે જે કોલેજનના ઉત્પાદનમાં વધારો કરે છે.

સ્લીપિંગ પોઝિશન :

Advertisement
image source

જો જાગ્યા પછી તમને ત્વચામાં સોજો લાગે છે તો તમારે સૂવાની સ્થિતિ બદલવાની જરૂર છે. નિષ્ણાતો કહે છે કે ઊંઘતી વખતે, શરીરની આડી સ્થિતિ પ્રવાહી વિતરણ ના સંતુલન ને ઉપરની તરફ ધકેલે છે. તેનાથી આપણા ચહેરાના સ્નાયુઓ ફેલાય છે, અને તેથી જ આપણે ચામડીમાં ખેંચાણ અથવા સોજો અનુભવાય છે. તેથી જ નિષ્ણાતો તમારી પીઠ પર સીધા સૂવા ની સલાહ આપે છે.

નાઈટ ક્રીમ નો ઉપયોગ :

Advertisement

નિષ્ણાતો સૂચવે છે કે રાત્રે સૂતા પહેલા, લોકોએ નાઈટ ક્રીમ થી બે મિનિટ ફેશિયલ મસાજ કરવું જોઈએ. તેનાથી ચહેરા ની ત્વચામાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રહેશે અને તમે વધુ યુવાન દેખાશો.

પૂરતી ઊંઘ :

Advertisement
image source

નિષ્ણાતો કહે છે કે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી આઠ થી નવ કલાક ની ઊંઘ લેવી જોઈએ. એનાથી માત્ર આપણી ત્વચા જ નહીં, પણ આપણું શરીર પણ તાજગી અનુભવે છે. વૃદ્ધ દેખાવા ની સમસ્યાને ટાળવા માટે, પુષ્કળ પાણી પીવો અને લીલા શાકભાજી અને ફળો ને આહારમાં શામેલ કરો.

Advertisement
Advertisement
Exit mobile version