Site icon Health Gujarat

જાણી લો તમે પણ સ્માઇલિંગ ડિપ્રેશનના લક્ષણો, કારણો અને ઉપાયો વિશે, નહિં તો પાછળથી મુકાશો અનેક મુશ્કેલીઓમાં

હસતા ચહેરાનું ડિપ્રેશન સાઇલેન્ટ કિલર છે,જાણો તેના કારણો,લક્ષણો અને બચાવ માટેના ઉપાય

જયારે ચિંતા હદથી વધારે વધી જાય છે,તો એ ડિપ્રેશનનું રૂપ લે છે.ઘણા લોકોના ચેહરા તો હસતા હોય છે,પણ તેમની અંદર ઘણું ડિપ્રેશન રહેલું હોય છે,જેને હસતા ચહેરાનું ડિપ્રેશન કહેવામાં આવે છે.

Advertisement
image source

વ્યક્તિના હસતા ચેહરાની પાછળ ડિપ્રેશન હોઈ શકે છે,કારણ કે ઘણા લોકોના હાસ્ય પાછળ દુખ અને અસ્વસ્થતા હોઈ શકે છે.ડિપ્રેશનનો કોઈ ચહેરો અથવા અભિવ્યક્તિત્વ હોતું નથી.ડિપ્રેશનમાં વ્યક્તિ દુ: ખી જોવા મળે એવું જરૂરી નથી.ડિપ્રેશનના તાજેતરના કેસોએ આપણને શીખવ્યું છે કે ડિપ્રેશનને ઓળખવું એટલું સરળ નથી.ડિપ્રેશનમાં ઘણાં વિવિધ લક્ષણો હોઈ શકે છે.ડિપ્રેશન શબ્દ હંમેશાં ઉદાસી સાથે સંકળાયેલ હોય છે અને જ્યારે પણ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય છે,ત્યારે વ્યક્તિ સામાજિક અને ભાવનાત્મક રૂપે અલગ થઈ જાય છે.એ સાચું નથી.કેટલીકવાર વ્યક્તિના હસતા ચેહરા પાછળ પણ ડિપ્રેશન હોઈ શકે છે.કેટલાક હસતાં લોકો ડિપ્રેશનથી પણ પીડાય છે અને આ સ્થિતિને હસતા ચેહરા પાછળનું ડિપ્રેશન કહેવામાં આવે છે.

તેથી આપણે આપણા કુટુંબ અને આસપાસના લોકોના જીવ બચાવવા માટે આપણે ડિપ્રેશન અને તેના વિવિધ પ્રકારો વિશે આપણે વધુ સમજવાની જરૂરી છે.ડિપ્રેશનમાં કોઈને ગુમાવવું એ આપણા માટે હૃદયભંગ હોય શકે છે અને આપણે બધા તેને અનુભવી શકીએ છીએ.તેથી જ આપણે એ જાણવું ખુબ જરૂરી છે કે કોઈ વ્યક્તિના હસતા ચહેરા પાછળનું સાચું કારણ શું છે ? શું તે વ્યક્તિ ખરેખર ખુશ જ છે કે પછી તેના હાસ્ય પાછળ કઈ છુપાવી રહ્યું છે ?તો ચાલો આ લેખમાં અમને તમને જણાવીએ કે કોઈ વ્યક્તિના હસતા ચેહરા પાછળના ડિપ્રેશનને શું કામ સાઇલેન્ટ કીલર કહે છે અને તેના કારણો,લક્ષણો અને બચાવ માટેના ઉપાયો

Advertisement
image source

જોકે ડિપ્રેશન માટે કેહવું સરળ છે,પણ ડિપ્રેશનમાં વ્યક્તિ શું કરે છે તે સમજવું ખુબ મુશ્કેલ છે.જ્યાં સુધી આપણને કોઈ માનસિક અથવા શારીરિક ઇજા ના પોહ્ચે,ત્યાં સુધી આપણે કોઈ બીમારીઓ વિષે નથી જાણતા.ઉદાસી સાથે ડિપ્રેશનને ઓળખવું એ સેહલું છે,પણ સ્મિત દ્વારા ડિપ્રેશનને ઓળખવું એ ખુબ જ અઘરું છે.માનસિક સમસ્યાઓ જેવી કે હતાશા અને તાણમાં સમયસર ઓળખ અને સારવારની જરૂર હોય છે જેથી કોઈ વ્યક્તિ ડિપ્રેશનને કારણે ખોટા પગલાં લે તે માટે તેને અટકાવવામાં શકાય.

હસતા ચેહરા પાછળનું ડિપ્રેશન શું છે ?

Advertisement
image source

જ્યારે કોઈ વ્યક્તિના ચહેરા પર ખોટું સ્મિત અને સામાન્ય વાતચીત અને ખુશખુશાલ મૂડ સાથે તેની ડિપ્રેશનની સ્થિતિને છુપાવે છે,ત્યારે તેને હસતા ચેહરા પાછળનું ડિપ્રેશન કહેવામાં આવે છે. જો કે, તે ડાયગ્નોસ્ટિક અને સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર (ડીએસએમ -5) માં સૂચિબદ્ધ નથી,પરંતુ તે બિન-અનુરૂપ લક્ષણોવાળા એક મુખ્ય ડિપ્રેસિવ ડિસઓર્ડર (એમડીડી) માનવામાં આવે છે.

તેમ છતાં તેના લક્ષણોને ઓળખવું મુશ્કેલ છે,હસતા ચેહરા પાછળના ડિપ્રેશનના કેટલાક લક્ષણો છે,જે તમને સૂચવી શકે છે કે કોઈ વ્યક્તિ હસતા ડિપ્રેશનથી પીડિત છે:

Advertisement
image source

વજનમાં અચાનક ફેરફાર (વજનમાં વધારો અને ઘટાડો)

ભૂખ મરી જવી

Advertisement

સુસ્તી અથવા થાક

તે પહેલાં કરતા એ વસ્તુઓમાં રસ ગુમાવો

Advertisement

નિરાશા અનુભવું

અનિદ્રા અથવા ઊંઘમાં તકલીફ

Advertisement

એકાગ્રતામાં ઘટાડો

નકારાત્મક વિચારો

Advertisement

જો કે,હસતાં ચેહરા પાછળનું ડિપ્રેશન એ એક અલગ સ્થિતિ છે,તેથી તેના સંકેતો અલગ હોય છે.કેટલીકવાર તે એમ્પટી નેસ્ટ સિન્ડ્રોમના કારણે થાય છે.તે જાહેરમાં તેના ચેહરાને હસતો રાખે છે,પરંતુ તેના હૃદયમાં ખુબ જ દર્દ અનુભવાય છે.

image source

દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે હસતા હતાશાવાળા લોકો ક્લાસિક ડિપ્રેસનવાળા લોકો કરતા વધુ સંવેદનશીલ હોય છે.આનો અર્થ એ કે તેઓ ટૂંક સમયમાં સખત પગલા લેવામાં સક્ષમ છે.આ જ કારણ છે કે હસતા ચેહરા પાછળના ડિપ્રેશનની સ્થિતિને સામાન્ય હતાશા કરતા વધુ જોખમી માનવામાં આવે છે.
હસતાં ચેહરા પાછળના ડિપ્રેશનની સ્થિતિ માટેનાં પરિબળો

Advertisement

મોટાભાગનાં કિસ્સાઓમાં,હસતાં ચેહરા પાછળના ડિપ્રેશનનાં દર્દીઓમાં વધારે આશાઓ અને મહત્વાકાંક્ષા હોય છે.કામમાં નિષ્ફળતા,સંબંધો વગેરે જીવનના મુખ્ય પરિવર્તન છે જે તેમના જીવનને મુશ્કેલ બનાવે છે.નિષ્ફળતાઓ સાથે અવાસ્તવિક અપેક્ષાઓ ધરાવતા લોકો પણ હતાશાનો શિકાર બને છે.

આ ઉપરાંત,જે લોકો પૂર્ણવાદમાં વધુ વિશ્વાસ કરે છે તેમને પણ ડિપ્રેશનનું જોખમ વધારે થાય છે.તેઓ તેમની લાગણીઓને પ્રદર્શિત કરવા અને તેમના દુઃખને સંપૂર્ણ રીતે હસતા ચેહરા પાછળ છુપાવી દે છે અને આવું કરવું એ તેમના માટે જોખમી બની શકે છે.

Advertisement

ડિપ્રેસનવાળી વ્યક્તિને કેવી રીતે મદદ કરવી ?

image source

જો તમે આવી સ્થિતિવાળી કોઈ પણ વ્યક્તિને જાણો છો અથવા તમે કોઈ વ્યક્તિ પર શંકા અનુભવો છો,તો તેમને તમારો પ્રેમ,સંભાળ અને ટેકો આપો.

Advertisement

તમે તેમની વાત સાંભળો અને સૂચનો આપવાનો પ્રયાસ કરો જેથી તેમને મદદ મળે.

તેમને ખુશ કરો અને તેમના મનોબળ અને આત્મવિશ્વાસને વધારવાનો પ્રયાસ કરો.

Advertisement

વારંવાર તેમને કોલ કરો અથવા તેમની સ્થિતિ જાણવાનો પ્રયાશ કરો.હંમેશાં તે વાતમાં ધ્યાન આપો કે તે શું કરે છે અને તે કેવું અનુભવે છે.

તેમને સ્વસ્થ આહારનું પાલન કરવાનું કહો.

Advertisement
image source

સારી સારવાર માટે,તેમને માનસિક આરોગ્ય નિષ્ણાત અથવા ડોક્ટર પાસે લઈ જાઓ….

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version