Site icon Health Gujarat

પિતા કરે છે ધુમ્રપાન, તો બાળકોને થઇ શકે છે આ નુકસાન

પિતાની આદતો.

ગર્ભસ્થ બાળક પર ફક્ત માતાની જ આદતોની નહી, પરંતુ પિતાની આદતોથી પણ ગર્ભસ્થ બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોચી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે એક ગર્ભસ્થ બાળક પર પિતાની આદતોની પણ અસર પડે છે.

Advertisement

મોટાભાગે જયારે મહિલા ગર્ભવતી થાય છે ત્યારે મહિલાના ગર્ભમાં રહેલ બાળક પર સૌથી વધારે અસર તેની માતાની આદતો, ખાનપાનની થાય છે. પણ શું આપ જાણો છો કે, ગર્ભસ્થ બાળક પર ફક્ત માતાની આદતોની નહી, પણ તેના પિતાની આદતો પણ પ્રભાવ પાડે છે. જો કેટલાક દંપતી બાળકનું પ્લાનિંગ કરતા પહેલા ધુમ્રપાન કરતા હોય છે તો સૌપ્રથમ મહિલાને ધુમ્રપાન છોડવા માટે કહેવામાં આવે છે. પરંતુ શું આપ જાણો છો કે, ફક્ત મહિલાના ધુમ્રપાન છોડવાથી બાળક પર ખરાબ પ્રભાવ ઓછો થાય છે. જયારે પુરુષને ધુમ્રપાન છોડવાનું કહેવામાં આવતું નથી. પુરુષના ધુમ્રપાન કરવાથી પણ તેના સંતાનો પ્રભાવિત થાય છે. ચાલો જાણીએ પુરુષના ધુમ્રપાન કેવી રીતે પ્રભાવ પાડે છે.

image source

જયારે પણ કોઈ મહિલા ગર્ભવતી થાય છે ત્યારે ડોક્ટર આવી મહિલાને પોતાની ગર્ભાવસ્થા દરમિયાન ધુમ્રપાન કરવાથી થતા ખતરાઓ વિષે જાણકારી આપવામાં આવતી રહે છે, પરંતુ નિકોટીનનું સેવન પુરુષોના સંપર્કમાં આવવાથી પણ ગર્ભવતી મહિલાના ગર્ભમાં રહેલ તેમના બાળક માટે પણ નુકસાન પહોચાડી શકે છે. આ બાબતની પુષ્ટિ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ એક અધ્યયનમાં કરવામાં આવી છે.

Advertisement
image source

આપને જણાવી દઈએ કે, ઉંદરો પર કરવામાં આવેલ આ અધ્યયન પરથી વૈજ્ઞાનિકોએ આ નિષ્કર્ષ નીકળ્યું છે, આ અધ્યયન જેમાં ભારતીય મૂળના એક વૈજ્ઞાનિક પણ સામેલ કરવામાં આવ્યા છે.

image source

વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ આ અધ્યયનમાં મળી આવ્યું છે કે, નિકોટીન લીધા પછી પિતામાં તો સામાન્ય વ્યવહાર થઈ જાય છે, પરંતુ આ પિતાના દીકરાઓમાં અને દીકરીઓમાં પિતાના નિકોટીનના કારણે હાઈપરએક્ટીવીટી, અટેંશન ડેફીસીટ અને કોગનિટીવ જેવી સંજ્ઞાત્મક મુશ્કેલીઓના શિકાર થઈ શકે છે.

Advertisement
image source

અમેરિકાની ફ્લોરિડા સ્ટેટ યુનીવર્સીટીના ભારતીય પ્રોફેસર પ્રદીપ ભીડેએ જણાવ્યું છે કે, ‘ડોક્ટર પુરુષોને ચેતવણી આપતા નથી કે, તેમના ધુમ્રપાન કરવાથી તેમની પત્નીના ગર્ભમાં રહેલ બાળકને નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાન ત્યારે પણ થતું હોય છે, જયારે ગર્ભવતી મહિલા પોતે બિલકુલ પણ ધુમ્રપાન કરતી હોતી નથી.’

image source

અમેરિકાની ફ્લોરિડા સ્ટેટ યુનીવર્સીટીના ભારતીય પ્રોફેસર પ્રદીપ ભીડેનું કહેવું છે કે, અમારા દ્વારા કરવામાં આવેલ અધ્યયનમાં મળેલ આંકડાઓની મદદથી ખબર પડી છે કે, આજની પેઢીના બાળકો અને મોટાઓમાં જે સંજ્ઞાત્મક બીમારીઓ મળી આવી છે, તેનું કારણ એક કે બે પેઢી પહેલા નિકોટીનના વધારેમાં વધારે સંપર્ક થવાના કારણે હોઈ શકે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version