Site icon Health Gujarat

વજન વધારવુ છે? તો આ રીતે કરો સોયાબીનનો ઉપયોગ અને ઝડપથી વધારી દો તમારું વજન

આજકાલ આ દોડધામ ભરેલા જીવનમાં કોણ એવું છે જે પોતાના શરીરને સ્વસ્થ રાખવા ન ઈચ્છતું હોય. આપણે અવારનવાર એવું સાંભળીએ છીએ કે કેટલાક લોકો મેદસ્વીતાથી છુટકારો મેળવવા માંગે છે, અથવા વજન ઉતારવા માંગે છે. પણ આ સામે કેટલાક લોકો એવા પણ છે, જે પોતાના દુબળાપણાથી પરેશાન છે. આવા લોકો કોઈ પણ ભોગે દુબળાપણાથી છુટકારો મેળવવા માંગે છે.

image source

એવામાં સતત પોતાના ડાયેટમાં અનેક બદલાવ કરતા હોય છે અને કસરત પણ કરતા હોય છે, આટલું બધું કરવા છતાં ન તો તેમનું વજન વધે છે ના દુબળાપણાથી છુટકારો મળે છે. જો તમે પણ દુબળાપણાનો શિકાર છો તો તમારે વધારે હેરાન થવાની જરૂર નથી અને ડાયેટમાં વારંવાર બદલાવની પણ જરૂર નથી. તમે સોયાબીનનો સહારો લઈને પોતાનું વજન વધારી શકો છો. આજે અમે આપને બતાવીશું કે સોયાબીનનો ઉપયોગ કરીને વજન કેવી રીતે તમે વધારી શકો.

Advertisement

સોયાબીનમાં ઉપલબ્ધ પોષકતત્વો

પ્રોટીન

Advertisement
image source

સોયાબીનમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું વધારે હોય છે અને સ્વસ્થ રહેવા માટે શરીરને પ્રોટીનની પુરતી જરૂરિયાત હોય છે. સયાબીનમાં પ્રોટીનનું પ્રમાણ ૩૬ થી ૫૬ ટકા જેટલું હોય છે. ઉકાળેલા સોયાબીનના એક કપમાં લગભગ ૨૯ ગ્રામ જેટલું પ્રોટીન હોય છે.

ચરબી

Advertisement
image source

સોયાબીનમાં ચરબી ભરપુર પ્રમાણમાં હોય છે, જે વજન વધારવા માટે ઘણું ઉપયોગી છે. ચરબીનું પ્રમાણ શુષ્ક વજનના ૧૮ ટકા જેટલું હોય છે. મૂળ રૂપે પોલીઅનસેચુરેટેડ અને મોનોઅનસેચુરેટેડ ફેટી એસીડ, ઓછી માત્રામાં ચરબી સાથે જ હોય છે. સોયાબીનમાં ચરબીનો મુખ્ય પ્રકાર લીનોલીક એસીડ હોય છે, જે કુલ ચરબીના પ્રમાણના લગભગ ૫૦ ટકા જેટલું છે.

ફાઈબર

Advertisement
image source

સોયાબીનમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાયબર બંને યોગ્ય માત્રામાં હોય છે. તમને જણાવી દઈએ કે અદ્રાવ્ય ફાયબર મૂળ રૂપે આલ્ફા ગેલેક્ટોસાઇડ્સ હોય છે, જે સંવેદનશીલ વ્યક્તિઓમાં પેટનું ફૂલવું અને ઝાડાનું કારણ પણ બની શકે છે.

સોયાબીન વજન વધારવામાં ઉપયોગી

Advertisement
image source

અનેક લોકો છે જે પોતાના ઓછા વજનને લઈને ચિંતામાં રહે છે, આવી સ્થિતમાં એમણે આ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે સોયાબીનમાં એ બધા જ પોષક તત્વો હોય છે, જે એમના વજનને વધારવામાં સહાયક બને છે અને એમને સ્વસ્થ્ય પણ રાખે છે. જો તમે વજન વધારવાની કોશિશ કરી રહ્યા છો તો દરરોજ તમારે પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવી મુશ્કેલ હોય છે. સોયાબીન કે જેમાં ૧૦૦ ગ્રામમાં ૩૬ ગ્રામ જેટલું પ્રોટીન હોય છે, એટલે આ એક શ્રેષ્ઠ આહાર બની શકે છે, જે તમારા એ લક્ષ્યોને પુરા કરવામાં ઉપયોગી થાય છે. સોયાબીન તમારા કોલેસ્ટ્રોલ સ્તરને ઘટાડવામાં પણ તમારી મદદ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version