Site icon Health Gujarat

પુરુષોએ ના ખાવી જોઇએ આ વસ્તુ, ખાતા પહેલા જાણી લો આ વાત, નહિં તો…

સોયાબીનનું નામ સાંભળતાની સાથે જ તેના ફાયદાઓની સૂચિ ધ્યાનમાં આવે છે. કારણ કે સોયાબીનનું સેવન આપણા માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ તમને જણાવી દઇએ કે તેનું વધારે પ્રમાણમાં સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. ચાલો આપણે જાણીએ કે શું કારણ છે કે સોયાબીન પ્રોટીન આરોગ્ય માટે હાનિકારક છે.

-મળતી માહિતી પ્રમાણે કેટલાક ચિકિત્સકોના જણાવ્યા મુજબ દરરોજ સોયાબીનનું સેવન કરવાથી પુરુષોમાં જાતીય શક્તિ ઓછી થાય છે. સોયાબીનનું નિયમિત સેવન શરીર માટે જીવલેણ સાબિત થઈ શકે છે કારણ કે તે પ્રજનન શક્તિને અસર કરે છે.

Advertisement

– કુટુંબિક આયોજન વિશે વિચારતા પુરુષોએ દરરોજ સોયાબીનનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

image source

– જોકે સોયાબીનમાં ઘણા પ્રોટીન હોય છે, પરંતુ શાકાહારી માણસો સોયાબીનને બદલે વધારે વસ્તુઓ ખાઈ શકે છે. જેમ કે દૂધ, દહીં, ચીઝ અને મશરૂમ્સ.

Advertisement

– તેમાં ચરબીનું પ્રમાણ પણ હોય છે. તેથી જો તમે વજન વધારવા માટે વર્કઆઉટ્સ કરી રહ્યા છો, તો સોયાબીનનું ઓછા પ્રમાણમાં સેવન કરી શકાય છે, પરંતુ સોયાબીન તમારા વજન ઘટાડવામાં કોઈ મદદ નહીં કરે.

image source

-સંશોધનકારોના મતે, સોયાબીનનું વધારે પડતું સેવન કરવાથી અનેક રોગો થાય છે. સોયાબીનમાં ‘ટ્રાંસ ફેટ’ હોય છે જે હાઈ કોલેસ્ટરોલ અને હ્રદયરોગની સમસ્યા વધારી શકે છે. તેથી તે લોકો કે જેને પહેલાથી જ હૃદયરોગ છે અથવા તેની સંભાવના છે, તો તેઓએ કાં તો સોયાબીન ન ખાવું જોઈએ અથવા ફક્ત મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ.

Advertisement
image source

– માત્ર પુરુષો જ નહીં પરંતુ સ્ત્રીઓએ પણ ગર્ભાવસ્થા દરમિયાન સોયાબીનના સેવનથી બચવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓ અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ સોયાબીન ખાવાનું ટાળવું જોઈએ. સોયાબીન અથવા સોયાબીન દૂધ અથવા તેનાથી બનાવેલ કંઈપણ વધારે ખાવાનું ટાળો.કારણ એ છે કે જ્યારે આવી મહિલાઓ દરરોજ સોયાબીનનું વધુ સેવન કરવાનું શરૂ કરે છે અથવા તો સોયાબીન ઓછી માત્રામાં લેવાનું શરૂ કરે છે, તો પછી તેમને ઉબકા અને ચક્કર જેવી સમસ્યાઓ થાય છે. તેથી જો તમે સોયાબીનનું સેવન ના કરો તો તે સારું છે.

image source

– જે લોકોને તેમના શરીર પર કોઈ પણ પ્રકારની એલર્જી હોય છે અથવા દૂધથી એલર્જી હોય છે, માઇગ્રેનની સમસ્યા હોય છે, થાઇરોઇડ હોય છે, જે લોકોને વારંવાર શરીર ફૂલે છે આવા બધા લોકોએ ઓછામાં ઓછું સોયાબીનનું સેવન કરવું જોઈએ.

Advertisement
image source

– ફાયટોસ્ટ્રોજન નામનું રસાયણ સોયાબીનમાં જોવા મળે છે, જેનાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ તે કિડનીના દર્દી માટે ઝેર જેવું કામ કરે છે. કિડનીમાં ફાયટોસ્ટ્રોજન કેમિકલના વધારાને કારણે સમસ્યાઓ થાય છે, જો તેનું સ્તર મર્યાદિત માત્રાથી વધી જાય તો કિડની નિષ્ફળ થઈ શકે છે. તેથી જે લોકોને પેહલાથી જ કિડનીમાં કોઈ સમસ્યા છે તેઓએ સોયાબીન અથવા તેમાંથી બનાવેલા ઉત્પાદનોથી દૂર રેહવું જોઈએ અને ભૂલથી પણ તેનું સેવન ના કરવું જોઈએ.

image source

– બધા પ્રકારના કેન્સર નહીં પરંતુ જેમને યુરીનનું કેન્સર છે, તેઓએ સોયાબીન લેવાનું ટાળવું જોઈએ. આ સિવાય જો કોઈને તેમના કૌટુંબિક ઇતિહાસમાં ક્યારેય આવા કેન્સરની ફરિયાદ કરી હોય, તો પછીની પેઢીના લોકોએ પણ સોયાબીન ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે તેના સેવનથી યુરિનના કેન્સરનું જોખમ વધી જાય છે.

Advertisement
image source

– જો તમને ડાયાબિટીઝ છે અને તેનાથી બચવા માટે દવાઓ પણ લઈ રહ્યા છો, તો પછી તમારા આહારમાંથી સોયાબીન અથવા સોયાબીનથી બનેલા ઉત્પાદનોને બાકાત રાખો. આ સિવાય જો તમારા પરિવારમાં પહેલા કોઈને ડાયાબિટીઝ થયું હોય તો ઘરે સોયાબીનનો ઉપયોગ કરવાનું બંધ કરો. ડાયાબિટીઝ અને થાઇરોઇડ એ એક એવો રોગ છે જે આપણે આપણા વડીલોના ‘જનીનો’ માંથી મેળવીએ છીએ. તેથી જો આપણે તેને અગાઉથી ટાળીશું, તો આપણે આ રોગોથી બચી શકીશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version