Site icon Health Gujarat

સ્ટીલના જૂના વાસણોમાં કાટથી મેળવો મુક્તિ, આજે જ અજમાવો આ સરળ રીત અને નજરે જુઓ પ્રભાવ…

આજના મોર્ડન રસોડામાં તમને લગભગ દરેક વાસણ સ્ટેઈનલેસ સ્ટીલના જ મળશે. જોકે આ મટીરીયલ માત્ર રસોડાના વાસણ સુધી જ સીમિત નથી. તેનાથી બીજી પણ ઘણી વસ્તુઓ જેવી કે પાણીના નળ, ખેતીના સાધનો વગેરે બનાવવામાં આવે છે. સ્ટેઈનલેસ સ્ટીલ ની સૌથી ખાસ વાત એ છે કે, તેની પ્રોડક્ટ બનાવવાનો ખર્ચ પણ ઓછો થાય છે, અને તેમાં કાટ પણ નથી લાગતો.

image soucre

કેટલીક વાર વાસણો ને લાંબા સમય સુધી બંધ રાખવાથી ભેજ ને કારણે કાટ પણ આવે છે. સ્ટીલના વાસણોને ધોયા પછી તરત જ ટ્રોલીમાં સીધા ન મૂકો. આનાથી કાટ પણ આવી શકે છે. કેટલીક વાર સ્ટીલના વાસણો કાટ ખાય છે જે પછી તમે તે વાસણોનો ઉપયોગ કરી શકતા નથી.

Advertisement

જો તમારા ઘરમાં આવા જૂના સ્ટીલ કાટવાળા વાસણો પણ હોય તો તમે તેને સાફ કરવાની કેટલીક રીતો અજમાવી શકો છો. કેટલીક વાર લાંબા સમય સુધી કાટ લાગવાને કારણે આ સ્ટીલના વાસણો તૂટી જાય છે. ચાલો તેમને સાફ કેવી રીતે કરવું તે જાણીએ..

મીઠું અને લીંબુ :

Advertisement
image soucre

સ્ટીલ ની વસ્તુઓ અને વાસણોમાંથી કાટ કાઢવા માટે તમે મીઠું અને લીંબુ નો પણ ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં બે ચમચી મીઠું લો અને તેને લીંબુના ટુકડા પર લગાવો. હવે કાટ ખાધેલી જગ્યાઓ ને લીંબુના ટુકડાથી ઘસો. થોડી જ મિનિટોમાં કાટ સાફ થઈ જશે. પછી વાસણ ધોઈ લો. કેટલીક વાર વાસણો ને લાંબા સમય સુધી બંધ રાખવાથી ભેજને કારણે કાટ પણ આવે છે. સ્ટીલના વાસણોને ધોયા પછી તરત જ ટ્રોલીમાં સીધા ન મૂકો. આનાથી પણ કાટ આવી શકે છે.

લીંબુ અને ઇનો :

Advertisement
image soucre

ઇનો માં લીંબુ નો રસ ઉમેરી ને જ્યાં કાટ લાગે છે ત્યાં ટૂથબ્રશ ની મદદથી લગાવો. હવે તેને દસ મિનિટ માટે છોડી દો. દસ મિનિટ પછી તેને રેતીના કાગળ થી ઘસો અને વાસણો સાફ કરો.

બેકિંગ સોડા :

Advertisement
image soucre

બેકિંગ સોડાને વાસણો પર લગાવો અને કોટન બોલ થી એપલ સીડર વિનેગર સ્પ્રે કરો. હવે આ કોટન બોલને વાસણો પર ઘસો. વચ્ચે સરકો છાંટતા રહો. દસ મિનિટ પછી વાસણો ધોઈ લો.

સિરકો :

Advertisement
image soucre

સ્ટેનલેસ સ્ટીલ પર કાટ સાફ કરવાની આ બીજી ચોક્કસ રીત છે જેમાં તમારે સૌ પ્રથમ કાટ ખાધેલી સપાટી પર વિનેગર મૂકવું પડશે અને તેને સૂકવવા માટે રાખવું પડશે. વિનેગર સૂકાઈ જાય એટલે ટૂથબ્રશ ની મદદથી ધીમે ધીમે સ્ક્રબ કરો પછી તેને પાણીથી ધોઈને સુતરાઉ કપડાથી સાફ કરો.

Advertisement
Advertisement
Exit mobile version