Site icon Health Gujarat

શું તમનેે ડાયાબિટીસ છે? તો સુગર લેવલ કંટ્રોલ કરવા આજથી જ ડાયટમાં સામેલ કરો આ આહાર, નહિં લેવા પડે ઇન્સ્યુલિન

આજના સમયમાં માણસ રોગોનું ઘર બની રહ્યો છે.આમાંનો એક રોગ ડાયાબિટીઝની સમસ્યા પણ છે.આવા ઘણા રોગોનું કારણ માણસોની જીવનશૈલી છે,કારણ કે વારંવાર બહાર જમવું,કોલ્ડ-ડ્રિંક્સ અથવા તો ઊંઘ પુરી ન કરવી,રાત્રે મોડા સુધી જાગવું અને સવારે મોડા ઉઠવું.આ પ્રકારની વિચિત્ર જીવનશૈલી માણસોના શરીરને બીમારીઓનું ઘર બનાવે છે.આવી વ્યક્તિઓએ તેમના આહારની વિશેષ કાળજી લેવાની જરૂર છે.જો તમે તમારા આહારની પસંદગી કરવામાં ભૂલ કરો છો,તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.તો ચાલો અહીં અમે તમને જણાવીએ કે ડાયાબીટિઝની સમસ્યાને દૂર કરવા માટે તમારે તમારા ખોરાકમાં ક્યાં આહારનો સમાવેશ કરવો જોઈએ.

image source

બદામમાં પોષક તત્ત્વો વધુ હોય છે અને કાર્બ્સ ઓછી માત્રામાં હોય છે.તેથી તમે સવારના નાસ્તામાં બદામ ખાઈ શકો છો અથવા બદામ સિવાય તમે તમારા નાસ્તામાં પિસ્તા,અખરોટ,કાજુ વગેરે ડ્રાયફ્રૂટનો પણ સમાવેશ કરી શકો છો.ડ્રાયફ્રુટ ખાવાથી બ્લડ સુગરનું સ્તર વધતું નથી અને શરીરને ફેટી એસિડ્સ અને ફાઈબર જેવા પોષક તત્વો પણ મળે છે.

Advertisement
image source

પોપકોર્નમાં કાર્બ્સનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે,તેથી પોપકોર્ન ખાવાથી બ્લડ સુગરનું પ્રમાણ વધતું નથી,પોપકોર્નમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે જેથી પોપકોર્ન ખાવાથી પાચન સિસ્ટમ પણ સ્વસ્થ રહે છે. તેથી તમે નાસ્તામાં પોપકોર્ન પણ ખાઈ શકો છો.

image source

લો-ફેટ દહીંમાં ખુબ ઓછી માત્રામાં કાર્બ્સ હોય છે,તેથી તેને ખાવાથી બ્લડ શુગરનું પ્રમાણ વધતું નથી.આ જ કારણ છે કે લો-ફેટ દહીં ખાવાથી વારંવાર ભૂખ નથી લગતી,જેનાથી વજન વધવા જેવી સમસ્યાઓ પણ થતી નથી.

Advertisement

જાણો ડાયાબિટીસના દર્દીઓએ કઈ ચીજોથી પરેજી પાળવી જોઈએ.

image source

સોડા અને મીઠા પીણાંમાં કાર્બ્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે,જે બ્લડ સુગરનું પ્રમાણ વધારે છે.આ ઉપરાંત, તેમની ઉચ્ચ ફળયુક્ત સામગ્રી ઇન્સ્યુલિન પ્રતિકાર સાથે સંકળાયેલી છે.જેના કારણે જાડાપણું,ફૈટી લીવર અને અન્ય રોગોની સંભાવના અનેકગણી વધી જાય છે.તે જ રીતે ઓછા મીઠા ફળોનો રસ પણ ન પીવો જોઈએ.ભલે તેમાં ઓછી ખાંડ હોય,તો પણ તે રસનું સેવન કરવાનું ટળવું જોઈએ.ઉંચુ ફ્રુક્ટોઝ ઇન્સ્યુલિન પ્રતિકારને અસર કરે છે અને ડાયાબીટિઝની સાથે હૃદયરોગની સંભાવના પણ વધારે છે.

Advertisement
image source

સફેદ બ્રેડ અને પાસ્તાનું સેવન ટાળવું જોઈએ.કારણ કે તેમાં ફાઇબર ઓછું હોય છે.જેના કારણે શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ વધે છે.તેથી આવા ખોરાકથી અંતર રાખવું જોઈએ.તમારા ખોરાકમાં ઉચ્ચ ફાઇબરવાળા આહારનો સમાવેશ કરવો જોઈએ.

image source

ઘણી વાર આપણે જોઈએ છીએ કે લોકો ઘરોમાં હળવી ભૂખને સંતોષવા માટે પેકેજના નાસ્તાનો વપરાશ કરવામાં આવે છે.તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને તેથી લોકો તેને વધુ ખાવાનું પસંદ કરે છે.પરંતુ આ પ્રકારના નાસ્તા આરોગ્ય માટે યોગ્ય નથી.પેકેજનો નાસ્તો એ રીફાઇન્ડ લોટમાંથી બનાવેલ ઉચ્ચ પ્રોસેસ્ડ ખોરાક છે જે ત્વરિત રીતે લોહીમાં ખાંડના સ્તરમાં વધારો કરે છે.તેથી ડાયાબિટીઝથી બચવા માટે તમારે પેકેજના નાસ્તાનું સેવન ટાળવું જોઈએ.</p.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version