Site icon Health Gujarat

નાના પણ કામના છે આ ઘરેલૂ ઉપાયો, સૂકી ખાંસીથી લઈને ગળાની તકલીફોમાં આપશે રાહત

કોરોના વાયરસનો પ્રકોપ આ સમયે દેશભરમાં ફેલાયેલો છે. એવામાં લોકો અનિવાર્ય રીતે માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સિંગને અપનાવવા અને સાથે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનું કહી રહ્યા છે. આ સાથે સરકાર લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહી છે. અનેક જગ્યાઓએ લોકડાઉન પણ લગાવવામાં આવ્યું છે. ફક્ત જરૂરી સામાન ખરીદવા માટે લોકો ઘરથી બહાર નીકળી શકે છે. અનેક લોકો જે કોરોનાથી સાજા થયા છે તેઓ પોસ્ટ કોવિડ સિન્ડ્રોમથી પસાર થઈ રહ્યા છે તેમાં થાક અને ખાંસી સામેલ છે. આ બંને ચીજોથી છૂટકારો મેળવવા માટે ખાસ ટિપ્સને અપનાવી લેવાની જરૂર છે. જે તમને ફટાફટ અને કોઈ પણ આડઅસર વિના રાહત આપી શકે છે.

સૂકી ખાંસીમાં દેખરેખની છે વધારે જરૂર

Advertisement
image source

હાલમાં કોરોના મહામારીને લઈને અનેક સ્ટડી થયા છે જેમાં ખ્યાલ આવ્યો છે કે કોરોનાની ચપેટમાં આવેલા વ્યક્તિને સૂકી ખાંસી ઝડપથી થાય છે. આ માટે તમે આ બીમારીથી બહાર આવ્યા છો તો ખાંસી પર નિયંત્રણ રાખવા માટે જરૂરી પગલા લો તે આવશ્યક છે. ખાંસી થાય તો માણસનું શરીર થાકી જાય છે. એવામાં ખાસ ટિપ્સને અપનાવીને ખાંસીથી છૂટકારો મેળવી શકાય છે. પોસ્ટ કોવિડ સિન્ડ્રોમમાં આ ખાંસીને ઘટાડવાનું જરૂરી છે. એવામાં પોતાને ડિહાઈડ્રેટ રાખો અને સમય સમયે નાસ લેતા રહે તે પણ જરૂરી છે.

– સૂકી ખાંસીના કારણે તમે ગળામાં તકલીફ અનુભવી શકો છો. એવામાં ગળાને આરામ આપવાનું જરૂરી છે.

Advertisement
image source

વધારે પાણી પીને પોતાને હાઈડ્રેટ રાખો. આ સમયે હૂંફાળું પાણી પીવાથી રાહત મળી શકે છે.

પાણીને ગળામા સરળતાથી ઉતારવા માટે નાના નાના ઘૂંટડામાં પાણી પીઓ.એક સાથે બોટલથી પાણી ગટકાવો નહીં.

Advertisement

સૂકી ખાંસીથી જલ્દી રાહત મેળવવા માટે નાસ લેતા રહો. આ માટે એક મોટા વાસણમાં ગરમ પાણી લો અને તેની ઉપર પોતાનું માથું લાવીને ગરમ નાસને શ્વાસથી અંદર લો. પોતાના માથા અને બાઉલને ટુવાલની મદદથી ઢાંકી લો. તમે ઈચ્છો તો સ્ટીમ ઈનહેલેશન મશીનનો પણ ઉપયોગ કરી શકો છો.

image source

લીંબું અને મધ મિક્સ કરીને ગરમ પાણીનું સેવન કરો અને ગળાને આરામ આપવા માટે ઉકાળાનું સેવન કરો.

Advertisement

જો તમને ખાંસી આવી રહી છે અને તમારી પાસે હૂંફાળું પાણી કે ઉકાળો નથી તો ખાંસીને અટકાવવાની કોશિશ કરો.

ગળફા વાળી ખાંસીને અટકાવવા માટે આ છે ખાસ ઉપાયો

Advertisement
image source

ગળફા વાળી ખાંસીને અટકાવવી કે દૂર કરવાનું થોડું મુશ્કેલ બને છે. કેમકે વારે ઘડી તમારે ગળફા થૂંકવા પડે છે. આ વાતનું ધ્યાન રાખવું કે કોરોના સંક્રામક બીમારી છે માટે ક્યાંય પણ થૂંતો નહીં. ગળફાને યોગ્ય રીતે દૂર કરવા જરૂરી છે. જે સિંકમાં તમે થૂંકો છો તેને નિયમિત રીતે ડિસઈન્ફેક્ટ કરવું પણ જરૂરી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version