Site icon Health Gujarat

ઉનાળામાં આયુર્વેદ મુજબ આ 7 આહાર ગરમ તાસીરવાળા લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ, નહિં તો થશે ભારે નુકસાન

આયુર્વેદમાં, ઋતુ અનુસાર વસ્તુઓ ખાવાની અને પીવાની સલાહ આપવામાં આવે છે. જેમ અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે, જો આ સમયમાં તમે ગરમ ખોરાકનું સેવન કરો તો તમને ઘણી સમસ્યા થઈ શકે છે. આયુર્વેદમાં ઘણા એવા આહારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આહારનું સેવન ગરમ તાસીરવાળા લોકોએ ન કરવું જોઈએ. તેમાં ઘણા બધા આહાર એવા છે, જેને તમે હેલ્દી માનો છો અને દરરોજ તેનું સેવન કરો છો. આ ખોરાક ખાવામાં કઈ ખોટું નથી, પરંતુ શિયાળાની ઋતુ કરતા આ ખોરાકનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ. આજે અમે તમને એવા 7 આહાર વિશે જણાવીશું જેનું સેવન ગરમ તાસીરવાળા લોકોએ ન કરવું જોઈએ. તો ચાલો જાણીએ એ આહાર વિશે.

ગોળ

Advertisement
image source

ગોળ ખૂબ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. જો તમને સ્વીટ ફૂડ ગમે છે, તો ખાંડને બદલે ગોળમાંથી ચીજો બનાવો. ખાંડ અને ગોળ બંને શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે. પરંતુ ખાંડ બનાવવામાં, પ્રોસેસિંગ અને રિફાઇનિંગ થાય છે, જેના કારણે તે શરીર માટે બિલકુલ સ્વસ્થ નથી. બીજી બાજુ, ગોળ કુદરતી સ્વરૂપમાં રહે છે, તેથી તે આપણા માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જે લોકોની તાસીર ખુબ ગરમ છે, તેમણે ઉનાળાની ઋતુમાં ગોળના સેવનથી બચવું જોઈએ. ગરમ તાસીરવાળા લોકોને ગોળના સેવનથી નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા થઈ શકે છે.

લાલ મરચું

Advertisement
image source

લાલ મરચાં વગર કોઈપણ રસોઈ અધૂરી માનવામાં આવે છે. પરંતુ લાલ મરચું ખૂબ જ ગરમ હોય છે. ખાસ કરીને લાલ મરચાનો ઉપયોગ મોમોઝની ચટણી અને રેસ્ટોરાંમાં ઉપલબ્ધ અન્ય ખોરાકમાં થાય છે, જેના કારણે તે ઉનાળામાં નુકસાનકારક થઈ શકે છે. જો તમને મસાલેદાર ખોરાક ગમતું હોય તો લાલ ડ્રાય મરચાને બદલે તમે તાજા લીલા મરચાનો ઉપયોગ કરી શકો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે લીલા મરચાનો ઉપયોગ પણ ઉનાળાની ઋતુમાં ઓછી માત્રામાં જ કરવો જોઈએ. એમાં પણ ખાસ કરીને ગરમ તાસીરવાળા લોકોએ લીલા મરચાનું અને લાલ મરચાનું સેવન ઓછી માત્રામાં જ કરવું જોઈએ.

આદુ

Advertisement
image source

આદુમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ પણ છે, જેના કારણે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને વાયરસ સામે રક્ષણ આપવામાં મદદગાર છે. પરંતુ જો તમે ઉનાળાની ઋતુમાં આદુનો વધુ ઉપયોગ કરો છો, તો તેનાથી છાતીમાં બળતરા અને ત્વચાની એલર્જી થઈ શકે છે. આદુની અસર પણ ગરમ છે, તેથી ઉનાળામાં તેનું સેવન કરો, પરંતુ ઓછી માત્રામાં કરો.

લસણ

Advertisement

કેટલાક લોકો લસણ વગર ખોરાકની કલ્પના જ નથી કરતા. ખાસ કરીને જે લોકો નોન-વેજ વધુ ખાય છે, તે લોકો ખોરાકમાં વધુ પ્રમાણમાં આદુ, લસણ અને લાલ મરચું ઉમેરી દે છે. પરંતુ લસણની તાસીર ગરમ છે. જો તમે ઉનાળામાં લસણ વધારે ખાશો તો તમને પેટની સમસ્યા અને બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જો કે, ઉનાળામાં લસણનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ તો ન કરવો જોઈએ, પરંતુ તેનું સેવન વધારે માત્રામાં પણ ન કરવું જોઈએ.

બાજરો

Advertisement
image source

બાજરાની તાસીર ગરમ છે, તેથી તેનું સેવન શિયાળાની ઋતુમાં યોગ્ય છે, પરંતુ ઉનાળામાં બાજરો ન ખાવો જોઈએ અથવા ખુબ જ ઓછા પ્રમાણમાં ખાવો જોઈએ. ઘણા ઘરોમાં દરરોજ બાજરાના રોટલા જ બનાવવામાં આવે છે, પરંતુ બાજરાનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી તે તમારા શરીરમાં ઘણી સમસ્યાનું કારણ બની શકે છે, જેમ કે ઉનાળામાં બાજરાના વધુ પડતા સેવનથી તમારા શરીરમાં વાત-પિત્ત-કફની સમસ્યા થઈ શકે છે અને આ સિવાય પણ તમને ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.

બદામ

Advertisement
image source

બદામ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે અને તેને સવારે ખાવાથી ખૂબ ફાયદો થાય છે. પરંતુ ઉનાળામાં બદામનું વધારે સેવન કરવાથી તમારા શરીરમાં ગરમી આવી શકે છે, જેનાથી ત્વચા પર ફોલ્લીઓ, લાલાશ અને પેટની સમસ્યા થઈ શકે છે. જો કે ઉનાળામાં તમે રાત્રે પાણીમાં પલાળીને સવારે 6–7 બદામ છાલ કાઢીને ખાઈ શકો છો. પરંતુ જો તમને તેની આડઅસર દેખાય છે, તો પછી તેની સંખ્યા ઓછી કરો અથવા બદામનું સેવન બિલકુલ ન કરો. નહીંતર આ તમારા શરીરમાં થતી કોઈપણ આડઅસરમાં વધારો કરી શકે છે.

ગરમ મસાલા

Advertisement
image source

ગરમ મસાલા ખોરાકનો સ્વાદ તો વધારે જ છે સાથે તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. પરંતુ આને ગરમ મસાલા એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આમાં ઉમેરવામાં આવતા બધા જ મસાલાની તાસીર ગરમ હોય છે. જો તમે ઉનાળામાં વધુ ગરમ મસાલા જેવા કે તજ, કાળા મરી, જાયફળ, લવિંગ વગેરેનું સેવન કરો છો તો તમને નુકસાન થઈ શકે છે. તેથી, તમે આ બધી જ ચીજોને ઘરે પાવડર બનાવીને જરૂર મુજબ થોડો-થોડો તમારા ખોરાકમાં ઉમેરશો તો વધુ સારું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version