Site icon Health Gujarat

કબજીયાતથી લઇને કેન્સર જેવી અનેક મોટી તકલીફોમાં છૂટકારો અપાવે છે આ સુપર ડ્રિંક, તમે પણ શરૂ કરી દો પીવાનું

અત્યારે દરેક લોકો રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા ઘણા ઉપાય અજમાવે છે. કારણ કે કોરોનાથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખુબ જરૂરી છ્હે. દરેક લોકો ઘરેલુ ઉપાય જેમ કે ઉકાળા, નાસ લેવી, જ્યુસ અને ફાયદાકારક શાકભાજીનું સેવન કરવું વગેરે જેવા ઉપાયો અજમાવે છે. શિયાળાના દિવસોની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારથી જ આટલી ઠંડી છે તો પછીના દિવસોમાં તો ઠંડી વધવાની જ છે. આ દિવસો દરમિયાન અમે તમને એક સુપર ડ્રીંક વિશે જણાવીશું. જેની મદદથી તમારી રોગપ્રતિકારક શક્તિ તો મજબૂત થશે જ પણ સાથે તમે સ્વસ્થ રેહશો.

image soucre

દૂધ બાળકો કે મોટાં દરેકના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેટલાક લોકો નાસ્તામાં દૂધનું સેવન કરે છે અને કેટલાક લોકો સૂવાના સમયે દૂધ પીવે છે. જો તમે ઠંડીની ઋતુમાં દૂધ પીતા હોવ તો તમે તમારા દૂધમાં ખજૂર ઉમેરીને તેનો સ્વાદ બદલી શકો છો, માત્ર સ્વાદની દ્રષ્ટિએ જ નહીં પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ખજૂરનું દૂધ સ્વાદમાં જેટલું સ્વાદિષ્ટ છે તેને પીવાથી એટલા જફાયદાઓ થાય છે. આ સાથે તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવશે. શિયાળાના દિવસો દરમિયાન માત્ર ગરમ દૂધ નહીં પરંતુ દૂધમાં ખજૂર ઉમેરીને તેનું સેવન કરો. જાણો આ દૂધના સેવનથી કેટલા ફાયદાઓ થાય છે.

Advertisement

સ્નાયુઓને મજબૂત બનાવશે

image soucre

ખજૂરનું દૂધ સ્નાયુઓને શક્તિ આપે છે. જો તમે દરરોજ આ દૂધનું સેવન કરો છો, તો તે હાડકાં ઉપરાંત સ્નાયુઓને મજબૂત બનાવશે. તમે આ દૂધ કસરત કર્યા પછી અથવા રાત્રે સૂતા પહેલા પણ પી શકો છો. સવારે અથવા સાંજે કોઈપણ સમયે આ દૂધ પીવાથી તે સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ છે.

Advertisement

આયરનથી ભરપૂર

image soucre

ખજૂરના દૂધમાં ભરપૂર માત્રામાં આયરન જોવા મળે છે. નિયમિત આ દૂધનું સેવન કરવાથી તમે એનિમિયાની સમસ્યાથી પણ બચશો.

Advertisement

ત્વચા ચમકતી રહેશે

દૂધમાં ખજૂર નાખીને પીવાથી ત્વચા ખૂબ ચમકદાર રહે છે. આ સિવાય આ દૂધ તમને કરચલી, પિમ્પલ્સથી સંબંધિત સમસ્યાઓથી પણ દૂર રાખે છે.

Advertisement

કબજિયાતથી રાહત આપશે

image soucre

ખજૂરનું દૂધ પીવાથી કબજિયાતમાં રાહત મળશે. 60 વર્ષથી ઉપરના લોકો પણ આ દૂધનું સેવન કરી શકે છે.

Advertisement

મગજનો વિકાસ થશે

image soucre

ખજૂરના દૂધમાં વિટામિન બી 6 હોય છે જે તમને મગજને ઝડપી બનાવવામાં મદદ કરશે. આ દૂધ પીવાથી તમારી યાદ શક્તિમાં વધારો થશે. આ દૂધ તમે ખાલી પેટ પર પણ પી શકો છો.

Advertisement

જાણો ખજૂરના દૂધ બનાવવાની રીત

સામગ્રી

Advertisement

કાપેલા ખજૂર

એક ગ્લાસ દૂધ

Advertisement

ખાંડ

બનાવવાની રીત

Advertisement
image soucre

સૌ પ્રથમ ગેસની ધીમી આંચ પર ગેસ પર એક પેન મુકો. હવે તેમાં એક ગ્લાસ દૂધ નાખો, કાપેલા ખજૂર અને એક ચમચી ખાંડ નાખો. તમે ઇચ્છો તે પ્રમાણે ખાંડ ઉમેરી શકો છો. જ્યારે આ દૂધમાં બે વાર ઉફાણો આવે ત્યારે તમે ગેસ બંધ કરો. હવે આ દૂધને ગ્લાસમાં નાખો. તમારું ખજૂરનું દૂધ તૈયાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version