Site icon Health Gujarat

જો તમારી સ્કીન સેલ્સને કારણે તમારી ત્વચા વધુ પડતી શુષ્ક બની ગઈ હોય તો કરો ચોખાનો આ ઉપાય

મિત્રો, ખુબ જ ઓછા લોકો જાણે છે કે, એક દિવસમા આપણા શરીરના લગભગ ચાલીસ હજાર જેટલા કોષો મરી જાય છે. જો આ મૃતકોષોને દૂર ના કરવામા આવે તો તે આ નવા રચાયેલા કોષોને શ્વાસ લેવા દેતા નથી અને ત્વચા બોજારૂપ તથા નિર્જીવ લાગવા માંડે છે પરંતુ, આજે અમે તમને એક એવા અસરકારક ઘરગથ્થુ ઉપાય વિશે જણાવીશુ કે, જે તમારી આ સમસ્યાને તુરંત દૂર કરી દેશે.

image source

શરીર બહારથી જેટલુ સરળ દેખાય છે તેટલુ જ અંદરથી જટિલ દેખાય છે. શરીરની અંદરની દરેક પ્રક્રિયાની અસર દૂરગામી હોય છે. ઉદાહરણ તરીકે, શરીરની અંદર ભોજનનુ પાચન થાય છે અને ત્યારબાદ તેનો રસ બને છે. ત્યારબાદ આ પાચક રસને શોષવામા આવે છે અને આ સમય દરમિયાન કેટલાક હાનિકારક મુક્ત રેડિકલ પણ રચાય છે, જે આપણી ત્વચાના આંતરિક કોષોને નુકસાન પહોંચાડે છે.

Advertisement
image source

દર ૩૦ દિવસે શરીર તેની ત્વચાને સંપૂર્ણપણે બદલી નાખે છે એટલે કે ત્વચાને સંપૂર્ણપણે નવી બનાવી નાખે છે. જો કે, એવુ થતુ નથી કે આખા શરીરની ત્વચા એકસાથે બદલાય જાય પરંતુ, આ ત્વચા બદલવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. આ રીતે શરીર પોતાને સ્વચ્છ રાખે છે અને અનેક પ્રકારના ઝેરી દ્રવ્યો પણ મુક્ત કરે છે. શરીરના મોટાભાગના ભાગોમા કોષો દૈનિક પ્રવૃત્તિ દરમિયાન મૃત પામે છે જેમકે, હાથ, પગ અને પીઠના કોષો સ્નાન કરતા સમયે તથા કપડા પહેરતા સમયે દૂર થઇ જાય છે.

image source

તમારે ચહેરા અને ગળામાથી મૃત કોષોને દૂર કરવા માટે થોડો વધુ પ્રયાસ કરવો આવશ્યક છે કારણકે, અહીની ત્વચા શરીરના અન્ય ભાગો કરતા વધુ લવચીક અને નરમ હોય છે. જો તમે શરીરના આ ભાગોની યોગ્ય રીતે કાળજી નહી લેશો તો તમારી ત્વચા નિસ્તેજ દેખાશે કારણકે, ચહેરો અને ગરદન હંમેશા પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે.

Advertisement
image source

જો તમે તમારા ચહેરા અને ગળામાંથી ડેડ સેલ્સ દૂર કરવા ઈચ્છતા હોવ તો ચોખાનો પાવડર તમારા માટે સહાયરૂપ સાબિત થઇ શકે છે. ચોખામા પુષ્કળ માત્રામા કેલ્શિયમ , વિટામિન-ડી જોવા મળી રહે છે. આ સિવાય આયર્ન અને થાઇમિન જેવા તત્વો પણ જોવા મળે છે. તેથી, જેમ ચોખા ખાવાથી આપણા શરીરને પોષણ મળે છે, તેવી જ રીતે ચોખાનો પાવડર ચહેરાને સાફ કરવામા સહાયરૂપ સાબિત થાય છે.

image source

આ પાવડર તૈયાર કરવા માટે સૌથી પહેલા ૪-૫ ચમચી ચોખા લો અને ત્યારબાદ તેમને છીણી લો. હવે તેમા એટલા જ પ્રમાણમા દૂધ મિક્સ કરી એક ગાઢ પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ આ મિશ્રણને તમારા ચહેરા પર સ્ક્રબરની જેમ વાપરો. તેને ચહેરા પર તેમજ ગળા પર હળવા હાથે ૩-૪ મિનીટ સુધી લગાવી રાખો. અઠવાડિયામા ફક્ત ત્રણ વાર આ સ્ક્રબરનો ઉપયોગ કરો અને જાતે જ ફરક અનુભવો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version