Site icon Health Gujarat

મીઠા લીમડાનો આ રીતે કરો ઉપયોગ, અને વધારી દો વાળની અને સ્કિનની ચમક

ઉનાળાની ઋતુમાં તીવ્ર સૂર્યપ્રકાશ,શુષ્ક પવન,પરસેવો અને ખોળાના કારણે વાળની ​​સંભાળ રાખવી અઘરી બને છે.આવી મુશ્કેલીથી બચવા માટે તમારે તમારા આહાર,જીવનશૈલીની સાથે સાથે કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે.આ વસ્તુઓનું પાલન કરવાથી,તમને આ ઋતુમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.

image source

ઉનાળાની ઋતુ વાળ અને ત્વચા માટે ઘણી સમસ્યાઓ લાવે છે.આ ઋતુમાં બાકીની ઋતુ કરતા વાળ વધુ ખરે છે.આ સિવાય ખોડો,શુષ્ક-નિર્જીવ વાળ,વાળના રંગ બદલાવ અને વાળ ચીકણા બનવા જેવી સમસ્યાઓ પણ વધે છે.સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ દ્વારા વાળની ​​સમસ્યાઓ નિયંત્રિત કરી શકાય છે,તેમ છતાં વાળને હવામાનના કારણે તકલીફ તો સહન કરવી જ પડે છે.આવી સ્થિતિમાં વાળની ​​ખાસ કાળજી લેવી જોઈએ જેથી તેને પોષણ મળતું રહે.

Advertisement
image source

વધતી ગરમીમાં તીવ્ર સૂર્યપ્રકાશને કારણે આપણા વાળ અને ત્વચાની સમસ્યાઓ વધારે છે આ રીતે તમે ઘરે મીઠા લીમડાનો ઉપયોગ કરીને તમારી ત્વચા અને વાળને પૂરતું પોષણ આપી શકો છો. મીઠો લીમડો સ્વસ્થ અને અનેક પ્રકારના રોગોથી બચાવે છે.પરંતુ તમે તેનો ઉપયોગ તમારી ત્વચાને પોષણ માટે ફેસપેક તરીકે પણ કરી શકો છો.

image source

આ સિવાય તમે વાળના પોષણ માટે મીઠા લીમડાના પાંદડાનો ઉપયોગ હેર પેક તરીકે પણ કરી શકો છો તમે મીઠા લીમડાને તડકામાં સુકવીને પાવડર બનાવી લો,ત્યારપછી તેમાં મુલતાની માટી અને ગુલાબજળ ઉમેરીને તેની એક પેસ્ટ બનાવી લો.

Advertisement
image source

હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને થોડા સમય પછી જ્યારે તે સુકાવા લાગે,ત્યારબાદ તમારો ચેહરો ધોઈ લો.તેથી ચહેરાની ત્વચા પરની કરચલીઓ દૂર થાય છે તમે ઘરે મીઠા લીમડાના પાંદડા પીસી લો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરો.તેને ચહેરાની ત્વચા પરના ખીલ પર લગાવો અને ત્યારબાદ તે સુકાઈ જાય પછી ચેહરો ધોઈ લો.

તેનાથી ચહેરાના ખીલ અને દાગ દૂર થાય છે અને ત્વચા સુધરે છે.ઘરે નાળિયેર તેલમાં કેટલાક મીઠા લીમડાના પાંદડા ગરમ કરો અને પછી આ તેલને ઠંડુ કરીને તમારા વાળની ​​મસાજ કરો.આનાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે અને વાળ મૂળથી મજબૂત રહે છે.

Advertisement
image source

વાળમાં ખોળાની સમસ્યાને દૂર કરવા માટે મીઠા લીમડાના પાંદડા પીસીને પેસ્ટ બનાવો અને તેમાં દહીં ઉમેરીને તમારા વાળમાં સારી રીતે લગાવો જ્યારે તે સુકાવા લાગે છે ત્યારે તમે તમારા વાળને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version