Site icon Health Gujarat

જાણો કેવી રીતે મીઠો લીમડો સડસડાટ પીગાળી દે છે પેટની ચરબીને

મીઠા લીમડાનો આ રીતે ઉપયોગ , અને જુઓ ચમત્કાર, સડસડાટ ઉતરી જશે પેટની ચરબી.

આજકાલના લોકો ફાસ્ટ ફૂડના દીવાના બની ગયા છે. અને એ પછી ગમે તેટલું ધ્યાન રાખો તો ય એમનું પેટ બહાર આવી જ જાય છે. હસી મજાકમાં તો આ બહાર નીકળેલા પેટને સુખી સંપન જીવનની નિશાની માનવામાં આવે છે. પણ આ પેટનું વજન એ આજે ​​લોકો માટે સૌથી મોટી સમસ્યા છે. વધારે પડતા વજનને લીધે આપણું શરીર બેડોળ લાગે છે અને સાથે સાથે ઘણી આરોગ્યને લગતી સમસ્યાઓ પણ વધી જાય છે.

Advertisement
image source

આ વધેલા વજનને ઓછું કરવા માટે, લોકો વિવિધ ડાયટ પ્લાન ફોલો કરે છે. પરંતુ અમુક ખોરાક એવો છે જે વજન ઘટાડવાનો બદલે આપણને બીમાર પાડે છે. પણ શું તમેં જાણો છો આ વધેલા વજનને ઘટાડવાના ઉપાયો આપણા રસોડામાં જ રહેલા છે, જેનું દરરોજ સેવન કરવાથી આપણે ઝડપથી વજન ઘટાડી શકીએ છીએ.

image source

મીઠા લીમડાનો ઉપયોગ તો તમે કરતા જ હશો. મોટાભાગની ખાદ્ય વાનગીઓમાં આપણે મીઠો લીમડો વાપરીએ છીએ. આ મીઠો લીમડો ભોજનનો સ્વાદ તો સુધારે જ છે પણ સાથે સાથે તેનો રસનું દૈનિક સેવન ચરબી પણ ઝડપથી ઘટાડે છે. મીઠા લીમડાના પાન તમે સરળતાથી મેળવી શકો છો ને એનું ડિટોક્સ બનાવી એનું સેવન કરી શકો છે. તો ચાલો જાણી લઈએ કેવી રીતે બનાવીશું લીમડાનું ડિટોક્સ.

Advertisement

મીઠા લીમડાને ડિટોક્સ બનાવવા માટે,

image source

મીઠા લીમડાના 10 થી 15 પાન લો અને તેને મિક્સર ગ્રાઇન્ડરમાં સારી રીતે ક્રશ કરી લો ,ત્યારબાદ તેમાં એક ગ્લાસ જેટલું પાણી ભેળવી લો. તૈયાર છે તમારું મીઠા લીમડાનું ડિટોક્સ. આ ડિટોક્સ બનાવવું ખૂબ જ સરળ છે. તમે તેમાં કોથમીર અને ફુદીનો પણ ઉમેરી શકો છો. થોડા દિવસ નિયમત રીતે આ ડિટોક્સ પીવાથી તમને આશ્ચર્યજનક પરિણામો જોવા મળશે. તમારી વધેલી ચરબી ઝડપથી બાળવામાં આ ડિટોક્સ તમારી મદદ કરશે.

Advertisement
image source

તમે તમારી સવારની શરૂઆત મીઠા લીમડાના પાનના રસથી કરી શકો છો. જેમાંથી આપણા શરીરને સારા પ્રમાણમાં ક્લોરોફિલ મળે છે. ઘણા વિટામિન પણ મીઠા લીમડામાં રહેલા છે.તેનું જ્યુસ બનાવવા માટે તમે તેમાં પાલક અને બીજી ઘણી શાકભાજી પણ ઉમેરી શકો છો. તેમાં ફુદીનાના પાન પણ ઉમેરી શકાય છે. જેનાથી પેટની ચરબી પણ ઓછી છે.

image source

જો તમને અપચાની તકલીફ હોય તો પણ, મીઠા લીમડાના પાનનો રસ પીવાથી તમારી એ તકલીફ દૂર કરી શકાય છે. લીમડાના પાનનો રસ આપણા શરીરમા રહેલા ઝેરને દૂર કરે છે અને આપણા શરીરને અંદરથી સાફ કરે છે. દરરોજ લીમડાના પાન ચાવવાથી આંતરડા પણ સાફ થાય છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement
Advertisement
Exit mobile version