Site icon Health Gujarat

તમારો મૂડ પણ વારંવાર બદલાય છે? તો એ છે જોખમી, જાણો આ લક્ષણો વિશે તમે પણ

ઘણીવાર મૂડ સ્વિંગ્સ ખૂબ જ જોખમી પણ સાબિત થઇ શકે છે. ઘણીવાર મૂડ સ્વિંગ્સના કારણે કેટલાય લોકોને મનમાં આત્મહત્યા જેવા ઘાતક વિચાર પણ આવે છે. મૂડ સ્વિંગ્સ થોડાક દિવસોથી લઇને લાંબા સમયગાળા માટે પણ હોઇ શકે છે. ઘણીવાર મૂડ સ્વિંગ્સના કારણે લોકો જરૂરત કરતાં વધારે ખરીદી, લોકો સાથે કારણ વગરની મગજમારી જેવી વસ્તુઓ કરતા રહે છે. જો તમારી સાથે વર્તમાનમાં આ પ્રકારની કોઇ સમસ્યા છે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

મૂડ સ્વિંગ શું છે?

Advertisement
image soucre

આ જાણવું ખૂબ જ જરૂરી છે કે મૂડ સ્વિંગ છે શું? હકીકતમાં આ એક બાયોલૉજિકલ ડિસઑર્ડર હોય છે, જેના કારણે મગજમાં એક પ્રકારનું રાસાયણિક અસંતુલન સર્જાઇ શકે છે. મૂડ સ્વિંગ થવા પર ક્યારેક વ્યક્તિ ખૂબ જ ખુશ અને ક્યારેક ખૂબ જ ઉદાસ થઇ જાય છે. ક્યારેક ક્યારેક મૂડ સ્વિંગ થવું સામાન્ય વાત છે પરંતુ વારંવાર મૂડ બદલવાના કારણે લોહીમાં રહેલ કાર્ટિસોલ નામના સ્ટ્રેસમાં વધારો અથવા થાઇરોઇડનું અસંતુલન પણ હોઇ શકે છે. આ મહિલાઓ અને પુરુષો બંનેને કોઇ પણ ઉંમરમાં થઇ શકે છે. જાણો, કેટલીક એવી પરિસ્થિતિઓ જણાવવામાં આવી રહી છે જેનાથી તમે તેના લક્ષણોને ઓળખી શકો છો અને યોગ્ય સારવાર પણ કરી શકો છો.

મૂડ સ્વિંગના લક્ષણ

Advertisement
image soucre

મૂડ સ્વિંગના લક્ષણ અલગ અલગ પરિસ્થિતિઓમાં અલગ-અલગ હોય છે. મૂડ સ્વિંગ્સ ઉપરાંત તમને પોતાનામાં કેટલાય બીજા મનોવૈજ્ઞાનિક લક્ષણ જોવા મળી શકે છે. આ લક્ષણ જોવા પર ડૉક્ટરનો સંપર્ક કરો.

બેચેની, ચિડચિડયાપણાનો અનુભવ થવો

Advertisement

હંમેશા ઉદાસીનતાનો અનુભવ થવો

મૂડ, વ્યવહાર અથવા વ્યક્તિત્ત્વમાં ફેરફાર

Advertisement

વસ્તુઓ ભૂલવી અથવા ભ્રમની પરિસ્થિતિ

કોઇ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીનો અનુભવ થવો

Advertisement

વિચારવા, બોલવા, લખવા અથવા વાંચવામાં મુશ્કેલીનો અનુભવ થવો

શરીરમાં ઊર્જાની અછત સર્જાવી, દર વખતે થાકનો અનુભવ થવો

Advertisement
image source

આત્મવિશ્વાસ અને કામ કરવાની ઇચ્છામાં કમી

વધારે અથવા ઓછી ભૂખ લાગવી

Advertisement

ઊંઘ ન આવવી, અનિન્દ્રાની સમસ્યા

માનસિક સ્વાસ્થ્ય પરિસ્થિતિઓ

Advertisement

મૂડ સ્વિંગના કારણે ઘણીવાર માનસિક સ્વાસ્થ્ય પરિસ્થિતિઓ પણ થઇ શકે છે. તેના કારણે પણ મૂડમાં ગંભીર ફેરફાર જોવા મળી શકે છે. તેને મૂડ ડિસઑર્ડર સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે. તેના પણ અલગ-અલગ પ્રકાર હોય છે.

બાઇપોલર ડિસઑર્ડર

Advertisement
image source

જો તમને બાઇપોલર ડિસઑર્ડર છે તો તમે એકદમથી ખુશ અથવા એકદમથી દુખી થઇ શકો છો. પરંતુ બાઇપોલર ડિસઑર્ડરથી સંકળાયેલ મૂડ સ્વિંગ્સ સામાન્ય રીતે વર્ષમાં ક્યારેક ક્યારેક જ થાય છે. રેપિડ-સાઇકલિંગ બાઇપોલર ડિસઑર્ડરમાં પણ એવું જ થાય છે.

સાઇક્લોથૈમિક ડિસઑર્ડર

Advertisement

સાઇક્લોથિમિક ડિસઑર્ડર અથવા સાઇક્લોથાઇમિયા, બાઇપોલર ડિસઑર્ડરની જેમ હોય છે. આ પણ એક હળવું, સામાન્ય મૂડ સ્વિંગ જ છે. તેમાં પણ લોકોના ઇમોશન ઉપર-નીચે થાય છે પરંતુ આ સમસ્યા બાઇપોલર ડિસઑર્ડરથી ઓછા ગંભીર છે.

મેજર ડિપ્રેસિવ બાઇપોલર ડિસઑર્ડર

Advertisement

એમડીડીથી પીડિત લોકો લાંબા સમય સુધી ડિપ્રેશનમાં રહે છે. એમડીડીને ક્યારેક-ક્યારેક ક્લિનિકલ ડિપ્રેશન પણ કહેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.

ડિસ્ટીમિયા

Advertisement
image soucre

ડિસ્ટીમિયા પણ ડિપ્રેશનનો એક પ્રકાર છે પરંતુ તેમાં ગંભીર સમસ્યા થાય છે. તેને હવે ક્રોનિક ડિપ્રેસિવ ડિસઓર્ડર કહેવામાં આવે છે જે ડિપ્રેશનનું એક ગંભીર સ્વરૂપ છે.

પર્સનાલિટી ડિસઑર્ડર

Advertisement

પર્સનાલિટી ડિસઑર્ડર ક્યારેક ક્યારેક ખૂબ જ જોખમી સાબિત થઇ જાય છે. તેમાં ઓછા સમયમાં ઝડપથી મૂડ સ્વિંગ્સ થાય છે.

વિઘટનકારી મૂડ ડિસરેગ્યુલેશન ડિસઓર્ડર (Disruptive mood dysregulation disorder, DMDD)/p>
DMDDની અસર સામાન્ય રીતે માત્ર બાળકોમાં જ જોવા મળે છે. તેનાથી પીડિત વધતી ઉંમરે બાળકનો વિકાસ ઘણો ધીમો થાય છે. આ સાથે જ આ બાળકો જરૂરત કરવા વધારે ચિડચિડયા બની જાય છે.

Advertisement

હૉર્મોનલ ફેરફાર

વધતી ઉંમર અને હૉર્મોનમાં ફેરફારના કારણે પણ મૂડ સ્વિંગ થઇ શકે છે. યૂથ્સ અને મહિલાઓ જે ગર્ભવતી છે અથવા મેનોપૉઝમાંથી પસાર થઇ રહી છે તે પોતાના શરીરના વિકાસના આ તબક્કામાં સંકળાયેલા હૉર્મોનલ પરિવર્તનોના કારણે મૂડ સ્વિંગ્સનો અનુભવ કરે છે. ઘણીવાર તેના કારણે એન્ગ્ઝાયટી પણ થઇ જાય છે.

Advertisement

મૂડ સુધારવા આટલું કરો

image source

કુદરતી વાતાવરણમાં થોડોક સમય વિતાવો

Advertisement

કળા, સંગીત કે લેખન થકી તમારી જાતની અભિવ્યક્તિ કરો

તમારા પ્લસ પોઇન્ટ્સની યાદી બનાવો

Advertisement

એક લાંબો કૂલ બાથ લો.

એક સારું પુસ્તક વાંચો.

Advertisement

કોમિક ફિલ્મ કે ટેલિવિઝન શો જુઓ

પાલતુ (પેટ) સાથે રમો

Advertisement

મિત્રો કે પરિવાર (સોશિયલ મીડિયાના સમયમાં આ અત્યંત મુશ્કેલ છે) સાથે સામ-સામી વાર્તાલાપ

સંગીત સાંભળો

Advertisement
image soucre

ડિપ્રેશન સાથે તાલ મિલાવવો એ કેચ-૨૨ સિચ્યુએશન છે- તમારે ડિપ્રેશનમાંથી રિકવર થવા માટે કામ કરવાની જરૂર છે. પરંતુ તમે જ્યારે ડિપ્રેશનમાં હોય ત્યારે પગલું લેવું એ ખરેખર પડકારજનક છે. પરંતુ આ માટેનું સૌથી સારું પગલું કેટલાંક સારી રીતે ચકાસેલાં વ્યૂહોને અનુસરીને તેમાંથી બહાર આવવાનું જ છે.

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ જેવી બોલીવૂડની સેલિબ્રેટીઓને સલામ કે જેમણે પોતે જીવનમાં એક તબક્કે ડિપ્રેશનમાં રહ્યા હોવાનું અને આ બીમારીમાંથી બહાર આવવા માટે મનોચિકિત્સકની મદદ લીધી હોવાનું કબૂલ્યું હતું.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version