Site icon Health Gujarat

તમારા દાંત પણ બહુ પીળા પડી ગયા છે? તો માત્ર 5 જ મિનિટમાં આ ઉપાયથી કરી દો સફેદ, નહિં થાય કોઇ આડઅસર

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના દાંત મોતી જેવા સફેદ હોય. લોકો સફેદ દાંત મેળવવા માટે તમામ પ્રયત્નો કરે છે. પરંતુ ડેન્ટલ નિષ્ણાતો કહે છે કે તેને ઓરલ હાઇજીન સાથે જોડવું જોઈએ નહીં, કારણ કે તે જરૂરી નથી કે જો તમારા દાંત થોડા પીળા રંગના હોય તો તે ગંદા હશે. દાંત સફેદ ન હોવાને કારણે ઘણા લોકો હસતાં અચકાતા હોય છે.

image source

માત્ર આ જ નહીં, લોકો આ સમસ્યાને પોતાની ઇમેજ સાથે પણ જોડી દે છે અને દાંત સફેદ કરવા દંત ચિકિત્સકની પાસે મોંઘી અને ખર્ચાળ સારવાર લેવા તૈયાર હોય છે. આવી અકુદરતી સારવારથી દાંતને ખરેખર નુકસાન થાય છે. જો તમે તમારા દાંત સફેદ કરવા માંગો છો, તો તમે કેટલીક ટીપ્સની મદદ લઈ શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ કે કેવી રીતે ઘરેલુ ઉપાય દ્વારા તમે તમારા દાંતને જરા પણ નુકસાન પોહ્ચાડયા વગર સફેદ કરી શકો છો.

Advertisement

1. મીઠું અને સરસવનું તેલ

image source

એક સંશોધન અનુસાર દાંત સાફ કરવા માટે મીઠું અને સરસવનું તેલ ખૂબ જ ફાયદાકારક અને જુના ઘરેલું ઉપાય છે. મીઠું અને સરસવનું તેલ દાંતને બેક્ટેરિયાથી સુરક્ષિત કરે છે અને કુદરતી રીતે દાંતની પીળાશને દૂર કરે છે. આ માટે ત્રણ ચમચી સરસવના તેલમાં એક ચમચી મીઠું નાખીને મિક્સ કરો. ત્યારબાદ આ મિક્ષણને દાંત અને પેઢા પર ઘસો. તમે બે થી ત્રણ મિનિટ સુધી આ કરી શકો છો. ત્યારબાદ તમારા દાંત સાફ કરો અને સાદા પાણીથી કોગળા કરો. આ ઉપાય અપનાવવાથી તમે ટૂંક સમયમાં જ તફાવત જોશો.

Advertisement

2. બેકિંગ સોડા અને લીંબુ

image source

દાંત સફેદ કરવા માટે આ એક અસરકારક ઘરેલું ઉપાય છે. આ માટે એક પ્લેટમાં અડધી ચમચી બેકિંગ સોડા લો અને તેમાં થોડા ટીપાં તાજા લીંબુનો રસ ઉમેરીને એક પેસ્ટ બનાવો. હવે તેને બ્રશ અથવા આંગળીની મદદથી દાંત પર લગાવો અને બે થી ત્રણ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ કોગળા કરો અને તમારા દાંત સાફ કરો. આ ઉપાય પછી તમે એક મિનિટમાં જ તફાવત જોશો.

Advertisement

3. કેળાની છાલ

image source

કેળા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, પરંતુ શું તમે જાણો છો કે કેળાની છાલનો ઉપયોગ આપણા દાંત સફેદ કરવા માટે કરી શકાય છે. જી હા, કેળાની છાલ દાંત સાફ કરવા માટે વાપરી શકાય છે. આ માટે તમે કેળાની છાલના સફેદ ભાગથી દાંતને બે થી ત્રણ મિનિટ સુધી ઘસો અને ત્યારબાદ કોગળા કરી લો.

Advertisement

એક અઠવાડિયા માટે દરરોજ આ ઉપાય અપનાવો. તમને તફાવત જોવા મળશે.

4. લીમડાનું દાતણ

Advertisement
image source

દાંતમાંથી પીળાશ દૂર કરવા માટે લીમડાનું દાતણ પણ ઉપયોગી છે. લીમડાના દાતણથી તમારા દાંત મજબૂત બનશે. લીમડામાં કુદરતી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક ગુણધર્મો છે. લીમડામાં દાંત સફેદ કરવા અને બેક્ટેરિયાને દૂર કરવાના ઘણા ગુણધર્મો છે. આ માટે દરરોજ સવારે લીમડાના દાતણનો ઉપયોગ કરો. થોડા સમયમાં જ તમારા દાંતની પીળાશ દૂર થશે.

5. ઓઇલ પુલિંગ

Advertisement
image source

તમારા મોમાં એક ચમચી નાળિયેર તેલ નાખીને 15 થી 20 મિનિટ સુધી તેને મોમાં ફેરવો. આ પછી કોગળા કરો. થોડા દિવસો સુધી આ ઉપાય અપનાવવાથી, તમારા દાંત સ્વચ્છ અને સફેદ દેખાવા માંડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version