Site icon Health Gujarat

આ ફેસપેક કરશે તમારી સ્કીન ટેનિંગને છુમંતર, આજે જાણો ઉપયોગ કરવાની સાચી રીત

ઉનાળાની ઋતુમાં ત્વચાનું ટેનિંગ કરવું સામાન્ય બાબત છે. આ ગરમીની ઋતુમાં ખુબ તડકામાં ઘરની બહાર ગયા પછી સ્કિન ટેનિંગ થાય છે. તમે ત્વચાની ટેનિંગ ટાળવા માટે ડી ટેન ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આ કુદરતી ફેસ માસ્ક ત્વચાની ટેન ને દૂર કરવામાં ખુબ ઉપયોગી બને છે. ડી ટેન ફેસ પેક તમે તેને ઘરે પણ બનાવી શકો છે, તેને તરબૂચની મદદથી સરળતાથી ઘરે બનાવી શકાય છે. તો ચાલો જાણીએ ડી ટેન ફેસ પેક કેવી રીતે બનાવી શકાય છે.

ડી-ટેન ફેસપેક બનાવવા માટેની પદ્ધતિ :

Advertisement
image source

એક નાનો બાઉલ લો, તેમાં એક ચમચી તરબૂચ અને એક ચમચી મધ લો. સૌ પ્રથમ તરબૂચ લો, અને તેને વચ્ચેથી કાઢી લો. ત્યારબાદ તે તરબૂચને સારી રીતે પીસી લો. એક બાઉલમાં તરબૂચમાથી બનાવેલી પેસ્ટ એક ચમચી અને મધ એક ચમચી લઈ આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લો.

image source

ત્યારબાદ આ બનાવેલી પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. તે પેસ્ટને તમારા ચહેરા પર લગાવ્યા પછી તેને વીસ મિનિટ સુધી રહેવા દો, ત્યારબાદ ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર કરવો. આ ડી.ટી.એન ફેસપેકનો ઉપયોગ કરો.

Advertisement

ડી-ટેન ફેસપેક લગાવવાથી થતા ફાયદા :

image source

તરબૂચની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે આપણી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. ડી ટેન ફેસપેકને ચહેરા પર લગાવવાથી ચહેરા પરની ચમકમાં વધારો થાય છે. તરબૂચમાં રહેલો વચ્ચેનો ભાગ આપણી ત્વચા પર ક્લીન્ઝરની જેમ કામ કરે છે. તડબૂચની વચ્ચે ઝિંક, ફેટી એસિડ જેવા તત્વો જોવા મળે છે, જે આપણી ત્વચાને સનબર્નથી બચાવી રાખે છે. તરબૂચ માં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર અને વિટામીન એ, વિટામીન બી અને વિટામીન સી, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મહત્વપૂર્ણ ખનીજ સારી માત્રા જોવા મળે છે.

Advertisement
image source

મધમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ આપણા ચહેરાના નખના ખીલને ઘટાડવામાં આપણી ખુબ મદદ કરે છે. મધમાં એન્ટી ઇન્ફ્લેમેટરી હોય છે, જે ચહેરા પર થતા બળતરાને ઘટાડવામાં સારી એવી મદદ કરે છે. મધ આપણી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં પણ મદદ કરે છે. મધ હાનિકારક માઈક્રોબીયલ પ્રવૃતિનો પણ સામનો કરે છે. મધ ચહેરા પર થતા ખીલને દુર કરવામાં પણ ખુબ ઉપયોગી બને છે. મધનો ઉપયોગ ચહેરા પર કરવાથી ત્વચા મુલાયમ બને છે.

ડી ટેન ફેસ માસ્ક કઈ ત્વચા માટે એકદમ શ્રેષ્ઠ છે?

Advertisement
image source

ડી ટેન ફેસ માસ્ક શુષ્ક ત્વચા માટે ખુબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઓઇલ સ્કિન વાળા લોકો પણ આ ફેસ માસ્કનો ઉપયોગ કરી શકે છે. તૈલી ત્વચા ધરાવતા લોકો માટે આ ફેસ માસ્કમાં લીંબુનો રસ તે પેસ્ટમાં ઉમેરવો. આ ઉપાય કરવાથી તમારી ત્વચા મુલાયમ, સુંદર અને સારી બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version