Site icon Health Gujarat

ઉકાળેલી ચા પત્તીના છે અઢળક ફાયદાઓ, ફેંકતા પહેલા વાંચી લો તમે પણ

ભારત જેવા દેશમાં લગભગ દરેક ઘરોમાં સવારની શરૂઆત ચાથી જ થાય છે કારણ કે મોટાભાગના લોકોને ચા સાથે પોતાનો દિવસ શરૂ કરવાની ટેવ હોય છે.કેટલાક લોકોને ગરમ ચા ન આવે ત્યાં સુધી તેમની સવાર નથી થતી,સારું ચા પીવામાં કોઈ નુકસાન નથી,પણ હા અહીં સવાલ એ છે કે શું તમે ચા બનાવ્યા પછી બાકીના ચા પત્તી ફેંકી દો છો ? જો તમારો જવાબ હા છે,તો પછી આ કરીને તમે પોતાનું જ નુકસાન કરો છો કારણ કે જે ચા પત્તીને તમે નકામી સમજીને ફેંકી દો છો તે તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.તો ચાલો જાણીએ કેવી રીતે ઉકાળેલી ચા પત્તી તમારા માટે ઉપયોગી છે ?

image source

વર્ષના 12 મહિના,આપણે બહાર જવું પડે છે,કેટલાક ઘરના કામની બહાર જવું પડે છે,કેટલાકને ઓફિસના કામથી બહાર જવું પડે છે,પરંતુ દરેકને આકરા તડકાનો સામનો કરવો જ પડે છે,તેથી લોકોમાં સનબર્નની સમસ્યાનું કારણ બને છે અને સનબર્નની સમસ્યાથી બચવા માટે આપણે ઘણા ખર્ચાળ સનસ્ક્રીન લોશન અથવા ક્રિમનો ઉપયોગ પણ કરીએ છે પરંતુ બધું નિષ્ફળ જાય છે.આને દૂર કરવા માટે ટી-બેગનો ઉપયોગ કરો અને પછી જાદુ જુઓ.થોડી ટી-બેગને ઠંડા પાણીમાં પલાળી રાખો અને પછી હળવા હાથે દબાવો અને તેને ચહેરા પર રાખો અને થોડી વાર સૂઈ જાઓ.આ તમારી સનબર્ન સમસ્યાને ઝડપથી દૂર કરશે.

Advertisement
image source

જો તમને કોઈ જીવ-જંતુના કરડવાથી ખંજવાળ આવે છે અને તેનાથી બળતરા અને પીડા થાય છે,તો તમે તેને દૂર કરવા માટે ટી-બેગનો ઉપયોગ કરી શકો છો.ભલે તમને મચ્છરના કરડવાનો ડંખ હોય,તે સમસ્યા પણ ટી-બેગની મદદથી દૂર થાય છે.જીવ-જંતુના કરડવાથી આવતી ખંજવાળ પર તમે ઠંડી ટી-બેગનો ઉપયોગ કરી શકો છો.જો તમે તમારા ચહેરા પરના ડાર્ક સર્કલ્સ દૂર કરવા માંગો છો,તો તમે ઠંડી ટી-બેગનો ઉપયોગ કરવાનું શરૂ કરો.આનાથી તમને ઘણો ફાયદો થશે અને તેમાં રહેલી કેફીન આંખો નીચેના ડાર્ક સર્કલને દૂર કરવામાં મદદ કરશે.

ઘણીવાર ઘણા લોકોના પગમાં ખુબ જ દુર્ગંધ આવતી હોય છે,જેના કારણે તેઓને બધાની સામે બેસવામાં શરમ આવે છે.આ સમસ્યાથી છૂટકારો મેળવવાનો એકમાત્ર રસ્તો છે ચા પત્તી. ચા પત્તીને પહેલા પાણીમાં ઉકાળો.જ્યારે આ પાણી ઠંડુ થાય ત્યારે તેને એક ટબમાં નાંખો.હવે તે પાણીમાં તમારા પગ નાખો,ત્યારબાદ થોડા સમય પછી પગ બહાર કાઢી લો અને તેને સાફ કપડાથી સાફ કરી લો.આ કરવાથી પગની દુર્ગંધ દૂર થશે.

Advertisement
image source

તમે વાળ પર મહેંદી તો લગાવતા જ હશો,તો તમે ચા પત્તીમાં આમળા નાખીને તે મેહંદી વાળ પર લગાવવાથી ઘણો ફાયદો થાય છે.આ ઉપાયથી તમારા વાળ ચમકદાર અને નરમ બનશે.

image source

ઉકાળેલી ચામાં ફાયદાકારક તત્વ હોય છે જે વ્યક્તિના શરીર પરના સૌથી મોટા ઘાને મટાડે છે.જો તમારા શરીર પર કોઈ ઘા છે તો ઉકાળેલી ચા પત્તી તે ઘા પર લગાવો.તમારો ઘા જલ્દી મટશે.

Advertisement
image source

જો ઘરના ફર્નિચર અથવા કોઈ ગ્લાસ પર ડાઘ લાગે છે,તો ચા પત્તીને સારી રીતે ઉકાળો,ત્યારબાદ એક સ્પ્રે બોટલમાં આ પાણી ભરો અને ગ્લાસ સાફ કરો.તમારા ઘરના ફર્નિચર અને ગ્લાસ ઝગમગવા લાગશે.

image source

ચા બનાવ્યા પછી,બચેલી ચા પત્તીને સાફ પાણીથી ધોઈ લો,ત્યારબાદ તેને મનીપ્લાન્ટ અને ગુલાબના છોડમાં નાખો.જો તમે ઉકાળેલી ચા પત્તીને ખાતર તરીકે ઉપયોગમાં લેશો,તો છોડ તંદુરસ્ત થશે અને ઝડપથી વધવા લાગશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version