Site icon Health Gujarat

જો તમે પણ ખાલી પેટે ચા અને કોફી પીતા હોવ તો હવે કરી દેજો બંધ, નહિં તો…

ભારતમાં મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચા અથવા કોફીના સેવનથી થાય છે.કદાચ તમે પણ સવારમાં તાજગી અનુભવવા ચા અથવા કોફીનું સેવન કરતા જ હસો.જેમ શ્વાસ લેવું જરૂરી છે એવી જ રીતે લગભગ દરેક લોકો માટે સવારમાં ચા અને કોફીનું સેવન જરૂરી છે.ઘણા લોકોને ખબર છે કે ઉઠતા જ ચા અથવા કોફીનું સેવન એ ખરાબ ટેવ છે,જ્યારે ઘણા લોકોને હજી સુધી ખબર નથી કે ભૂખ્યા પેટ ચા અથવા કોફીનું સેવન એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

image source

હજી પણ મોટાભાગના લોકો જાણતા નથી કે ચા અથવા કોફી પીતા પહેલા એક ગ્લાસ પાણી પીવું જોઈએ.એક સંશોધન પરથી બહાર આવ્યું છે કે સવારે ઉઠતાની સાથે જ અથવા તો ભૂખ્યા પેટ પર ચા અથવા કોફીનું સેવન કરવાથી શારીરિક ઘણી સમસ્યાઓ થઈ શકે છે.તો ચાલો અમે તમને જણાવીએ કે ભૂખ્યા પેટ ચા-કોફીના સેવનથી શું નુકસાન થઈ શકે છે.

Advertisement

જો તમે ખાલી પેટ પર ચા અથવા કોફીનું સેવન કરો છો,તો તમને ઊંઘમાં તકલીફ થઈ શકે છે કોફી પીવાથી તેમાં રહેલ કેફીન ઊંઘ પર અસર કરે છે.
ખાલી પેટ અથવા મોટી માત્રામાં કોફી પીવાથી સ્ટ્રેઇન હોર્મોન બહાર આવે છે,જે તાણ અને અસ્વસ્થતાને વધારે છે.

image source

ખાલી પેટ પર ચા પીવાથી એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.

Advertisement

જો ચા અથવા કોફીનું સેવન ખાલી પેટ કરવામાં આવે,તો તે શરીરમાં પાચન શક્તિને અસર કરે છે અને તેનાથી કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે.
ખાલી પેટ ચા અથવા કોફીનું સેવન એ પેટમાં અલ્સર પેદા કરી શકે છે અથવા તો કેન્સરનું કારણ પણ બની શકે છે.જો તમે ચા અથવા કોફી પહેલાં પાણી પિવ છો તો તે શરીરમાં એસિડનું સ્તર ઘટાડે છે સાથે તે પેટના રોગોનું જોખમ ઘટાડીને શરીરને સ્વસ્થ રાખે છે.

image source

ખાલી પેટ પર ચા અથવા કોફીનું સેવન કરવાથી દાંતની સમસ્યાઓ વધી શકે છે.આ સમસ્યા દૂર કરવા માટે તમે ચા અથવા કોફીનું સેવન કરતા પેહલા માત્ર એક ગ્લાસ પાણી પીઓ.પાણી દાંત પર એસિડની અસરોથી પણ બચાવે છે.પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાં ભેજ રહે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર આવે છે.

Advertisement
image source

બાળકોને ક્યારેય પણ ખાલી પેટ ચા અથવા કોફી ન પીવડાવવા જોઈએ.આ બાળક માટે ઘણા ગેરફાયદાઓ પેદા કરી શકે છે,જેમાંથી એક અનિદ્રા છે.જી હા વધુ કોફી અથવા ચાનું સેવન કરવાથી બાળકોમાં ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે,જેની અસર તેમની મગજની ક્ષમતા પર પણ થાય છે.

image source

નાની ઉંમરથી જ વધુ ચા અથવા કોફીનું સેવન કરવાથી બાળકોમાં જાડાપણું અને તેની સાથે સંકળાયેલી અન્ય સમસ્યાઓ થઈ શકે છે.તેમજ તેમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ નાની ઉંમરે જ થઈ શકે છે.

Advertisement
image source

વધુ પડતા ચા અને કોફી પીવાથી બાળકોને વારંવાર યુરિન જવાની સમસ્યાઓ થાય છે,જેનાથી શરીરમાં પાણીનો અભાવ થઈ શકે છે.ઉપરાંત કેલ્શિયમનું બિનજરૂરી ઉત્સર્જન પણ થઈ શકે છે,જેનાથી હાડકાં નબળા પડી શકે છે.

image source

બાળકોમાં ચા અને કોફી પીવાના ગેરફાયદાઓમાં એક ગેરફાયદો એ પણ છે કે તે પીધા પછી બાળકને ભૂખ ઓછી લાગે છે,જે પોષણના ઉણપનું કારણ બની શકે છે.તેથી બાળકો,યુવાનો અથવા વૃદ્ધો કોઈપણ ઉંમરના લોકોએ ચા અથવા કોફીનું સેવન વધુ અને ભૂખ્યા પેટ ન કરવું જોઈએ.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version