Site icon Health Gujarat

શું તમારા દાંત બહુ પીળા પડી ગયા છે? તો આજથી આ બે વસ્તુ મિક્સ કરીને ઘસો, પીળાશ થઇ જશે આપોઆપ જ દૂર

આપણા દાંત જેટલા સ્વચ્છ હશે આપણે એટલું જ સુંદર હસી શકીશું, લોકોને મળી શકીશું, સરળતાથી વાત કરી શકીશું કારણ કે પીળા અને દાગ ધબ્બા વાળા દાંત જોવા કોઈને નથી ગમતા અને જયારે આવા દાંત હોઈ ત્યારે આપણે ઇચ્છવા છતાં પણ પોતાનું મોઢું નથી ખોલી શકતા.

ચોખ્ખા દાંત એ સારી પર્સનાલિટીની નિશાની છે. પરંતુ ઘણા લોકોને દાંત પીળા પડી જવાની સમસ્યા રહેતી હોય છે. કોઈ વ્યસન જેવા કે તમાકુ, બીડી, સિગારેટ, શરાબ, સોપારીના કારણે દાંત પીળા થઇ જાય છે તો કેટલાક લોકોને વધુ પડતી ચોકલેટ ખાવાથી પણ આ સમસ્યા ઉદભવે છે. ઘણા લોકોનું શરીર એવું હોય છે કે એમને કોઈપણ વ્યસન ના હોવા છતાં પણ દાંતમાં પીળાશ આવવાની સમસ્યા રહેતી હોય છે.

Advertisement
image source

તો દાંતમાં આવેલી આ પીળાશને દૂર કરવા માટે અમે તમારી માટે આજે કેટલાક ઘરેલુ ઉપાયો લઈને આવ્યા છે જેનો ઉપયોગ તમે બ્રશ કરતા સમયે કે નવરાશના સમયે કરશો તો તમારા દાંતની પીળાશ દૂર થશે અને તે મોતીઓની જેમ ચમકવા પણ લાગશે. આજે અમે તમને એક એવો ઘરેલૂ ઉપાય જણાવી રહ્યાં છે, જેની મદદથી દાંત પર ખરાબ પીળા અને કાળા ડાઘને દૂર કરી શકાશે. આ ઉપાય એકદમ સરળ છે અને ટૂથપેસ્ટની સાથે જ આ ઉપાય કરી શકાય છે. જો તમે નિયમિત આ ઉપાય કરશો તો તમારા દાંત એકદમ વ્હાઈટ થઈ જશે. ચાલો જાણીએ.

આ ૩ વસ્તુઓની જરૂર પડશે

Advertisement

કોઈપણ ટૂથપેસ્ટ

image source

૧/૪ ચમચી બેકિંગ સોડા

Advertisement

૧ ચમચી લીંબુનો રસ

image source

પ્રોસેસ

Advertisement

૧ વાટકીમાં થોડી ટૂથપેસ્ટ કાઢીને તેમાં ૧ ચમચી લીંબુનો રસ મિક્ષ કરો. પછી તેમાં ૧/૪ બેકિંગ સોડા નાંખીને ત્રણેય વસ્તુઓને બરાબર મિક્સ કરો. તેમાં ફીણ જેવું દેખાશે. તમારી પેસ્ટ તૈયાર છે.

આ રીતે લગાવો

Advertisement
image source

આ પેસ્ટને દાંત પર લગાવવા માટે આંગળીનો ઉપયોગ ન કરવો. ટૂથબ્રશમાં આ પેસ્ટ લગાવીને બ્રશ કરો. આનાથી દાંતની ગંદકી બહાર નીકળી જશે. પછી પાણીથી કોગળા કરી લો. તરત જ તમને અસર દેખાશે. દાંત સાફ થઈ જશે. આ ઉપાય સપ્તાહમાં બેવાર કરો. થોડાં દિવસોમાં જ પીળા દાંત એકદમ સાફ થઈ જશે.

આ ઉપરાંત કેટલાક ઉપાયો

Advertisement

લીંબુ અને સિંધવ મીઠું:

image source

લીંબુના છોતરામાં સિંધવ મીઠું ઉમેરી દાંત ઉપર ઘસવામાં આવે તો દાંત સફેદ બને છે. દાંત ઉપર રહેલી પીળાશ દૂર થાય છે કારણ કે લીંબુની અંદર વિટામિન સી રહેલું છે અને મીઠું ગંદકી સાફ કરે છે જેના કારણે થોડા જ દિવસમાં તમને ફર્ક જોવા મળશે.

Advertisement

હળદર:

image source

અડધી ચમચી હળદરમાં થોડું પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી બ્રશ દ્વારા કે આંગળીથી તે દાંત ઉપર ઘસવામાં આવે તો દાંતમાં રહેલી પીળાશ દૂર થાય છે. હળદરનો રંગ ભલે પીળો હોય પરંતુ દાંતને તે સફેદ બનાવે છે.

Advertisement

કેળું:

image source

દાંતને સફેદ કરવા માટે કેળું પણ ખુબ જ ઉપયોગી છે કારણ કે કેળાની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમ વધારે પ્રમાણમાં હોય છે જે તમારા દાંતને સફેદની સાથે મજબૂત પણ બનાવે છે. તમારે માત્ર પાકા કેળાની છાલનો અંદરનો ભાગ લઈ બે કે ત્રણ મિનિટ સુધી પોતાના દાંત ઉપર ઘસવાનો છે. થોડા દિવસમાં જ ફર્ક તમને દેખાઈ આવશે.

Advertisement

નારિયેળનું તેલ:

image source

નારિયેળ તેલના ઘણા ફાયદા છે. તેનો એક ફાયદો દાંત માટે પણ ખુબ જ ઉપયોગી છે. નારિયેળમાં રહેલું લોરિક એસિડ દાંત ઉપર જામી ગયેલઈ ક્ષારી દૂર કરવામાં મદદ કરે છે. નારિયેળના એક ચમચી તેલને મોઢામાં ૧-૨ મિનિટ સુધી રાખી કોગળા કરી પછી બ્રશ કરવામાં આવે તો પણ દાંત જલ્દી સફેદ થઇ જશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version