Site icon Health Gujarat

દાંત પરની પીળાશ કાઢવા અને મોતીની જેમ ચમકાવવા અપનાવો આ ઘરેલુ ઉપાયો, મળશે જોરદાર રિઝલ્ટ

મોતી જેવા તેજસ્વી સફેદ દાંત તમારી સુંદરતા અને વ્યક્તિત્વમાં વધારો કરે છે.દિવસમાં બે વાર બ્રશ કરો અને યોગ્ય સ્વચ્છતા રાખવાથી દાંત મોતી જેવા તેજસ્વી અને મજબૂત બને છે. ગુટકા,પાન,તમાકુ,સિગારેટ,આલ્કોહોલ વગેરેના સેવનથી દાંતની ચમક દૂર થાય છે,દાંતના મૂળિયા પણ નબળા પડે છે.જો તમે પણ દાંત પીળા થવાની સમસ્યાથી પરેશાન છો અને તમારા દાંત મોતી જેવા સફેદ અને ચમકદાર બનાવવા ઈચ્છો છો,તો અહીં જણાવેલા ઉપાય અજમાવો.

image source

– તુલસીમાં દાંતમાંથી પીળાશ દૂર કરવાની અદભૂત ક્ષમતા છે.ઉપરાંત તુલસી મોં અને દાંતના રોગો સામે રક્ષણ આપે છે.તુલસીનો ઉપયોગ દાંત પર કરવા માટે તમે તડકામાં તુલસી સુકવો અને તેનો પાવડર બનાવો.ત્યારબાદ આ તે પાવડરને તમારા ટૂથપેસ્ટમાં મિક્સ કરો.આ મિક્ષણથી બ્રશ કરવાથી તમારા દાંત ચમકદાર અને મજબૂત બને છે.

Advertisement
image source

– મીઠાથી દાંત સાફ કરવાની પરંપરા વર્ષો જૂની છે.હજુ તમે ઘણી જગ્યાએ જોતા હસો કે જુના લોકો ટૂથપેસ્ટથી નહીં પણ મીઠાથી પોતાના દાંત સાફ કરતા હોય છે.પણ શું તમે જાણો છો કે મીઠામાં 2-3 ટીપાં સરસવના તેલના ભેળવવાથી દાંતમાં રહેલી પીળાશ દૂર થાય છે અને દાંત મજબૂત અને ચમકદાર થાય છે.

image source

– નારંગીની છાલ અને તુલસીના પાનને સુકાવીને પાવડર બનાવો.બ્રશ કર્યા પછી રોજ દાંત ઉપર આ પાવડરની હળવી માલિશ કરો.ત્યારબાદ સ્વચ્છ પાણીથી કોગળા કરી લો.નારંગીમાં રહેલા વિટામિન સી અને કેલ્શિયમના કારણે દાંત મોતીની જેમ ચમકવા લાગે છે.

Advertisement
image source

– દરરોજ ગાજર ખાવાથી પણ દાંતની પીળાશ ઓછી થાય છે.તમારે દરરોજ જમ્યા પછી ગાજરના થોડા ટુકડાઓ ખાવા જોઈએ.આ દાંતમાં રહેલી ગંદકી દૂર કરશે અને તમારા દાંત ચમકદાર બનાવશે.

-પ્રાચીન કાળથી લીમડો દાંત સાફ કરવા માટે વપરાય છે.લીમડામાં દાંત સફેદ કરવા અને બેક્ટેરિયાને દૂર કરવાના ગુણધર્મો છે.તે કુદરતી એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક છે.દરરોજ લીમડાના દાતણથી દાંત સાફ કરવાથી દાંતના રોગો થતા નથી અને દાંતની પીળાશ પણ ગાયબ થઈ જાય છે.

Advertisement
image source

– પીળા દાંતને સફેદ કરવા માટે બેકિંગ સોડા એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.બ્રશ કર્યા પછી, થોડા બેકિંગ સોડાથી દાંત સાફ કરો.આ ઉપાય નિયમિત કરવાથી દાંત પર જમા થયેલું પીળું પડ ધીમે ધીમે સાફ થઈ જાય છે અથવા ટૂથપેસ્ટમાં થોડા બેકિંગ સોડા અને થોડું મીઠું નાખીને બ્રશ કરવાથી પણ દાંતની પીળાશ દૂર થાય છે.

– એક લીંબુનો રસ કાઢો અને તેમાં સમાન પ્રમાણમાં પાણી મિક્સ કરો.દરરોજ જમ્યા પછી આ પાણીથી કોગળા કરવા.આ ઉપાય દરરોજ કરવાથી દાંતની પીળાશ દૂર થાય છે અને મોમાં આવતી દુર્ગંધ પણ દૂર થાય છે.

Advertisement
image source

– દાંતને ચમકદાર બનાવવા માટે સ્ટ્રોબેરી સૌથી સ્વાદિષ્ટ રીત છે.સ્ટ્રોબેરીમાં મળતું મૈલિક એસિડ દાંતને સફેદ અને ચમકદાર બનાવે છે.સ્ટ્રોબેરીનો ઉપયોગ દાંત પર કરવા માટે સૌથી પેહલા સ્ટ્રોબેરીને ગ્રાઇન્ડ કરો,ત્યારબાદ તેના પલ્પમાં થોડા બેકિંગ સોડા ઉમેરો.દરરોજ બ્રશ કર્યા પછી આ મિશ્રણને દાંત પર આંગળીથી લગાવો અને થોડા સમય પછી કોગળા કરો.થોડા દિવસો સુધી આ ઉપાય નિયમિત કરવાથી તમારા દાંત મજબૂત અને ચમકદાર બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version