Site icon Health Gujarat

દાંતમાં થતી કોઇ પણ સમસ્યાને દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ

ઘણીવાર લોકો તેમની શારીરિક અને ત્વચાની તંદુરસ્તીને લઇને ખૂબ સાવધ રહે છે. પરંતુ બીજી બાજુ તેઓ તેમના મોંના આરોગ્ય પ્રત્યે ખૂબ બેદરકાર બની જાય છે. મોનું આરોગ્ય બગાડવાનું સૌથી મહત્વનું કારણ બરાબર બ્રશ ન કરવાની ટેવ છે. આનું પરિણામ એ આવે છે કે દાંતમાં સમસ્યા થશે અને તમારા મોની આસપાસ પણ ખૂબ જ ગંભીર રોગો થશે. આ સિવાય પણ બરાબર બ્રશ ના કરવાથી ઘણી સમસ્યા થઈ શકે છે. તેથી ચાલો જાણીએ કે બરાબર બ્રશ ન કરવાથી કઈ બીમારીઓ તમને જોખમમાં મૂકી શકે છે ..

દાંતમાં પોલાણ

Advertisement
image source

જેઓ દરરોજ બરાબર બ્રશ કરતા નથી એમના દાંતમાં ફર્મેટેડ કાર્બોહાઈડ્રેટ બેક્ટેરિયા એકઠા થાય છે અને દાંતમાં સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટેન્ટ એસિડ છોડે છે અને આ એસિડ દાંત અને દાંતના બાહ્ય પડને બગાડવાનું શરૂ કરે છે જેથી દાંતમાં નાના-નાના છિદ્રો થવાનું શરુ થાય છે સરળ ભાષામાં, તેને દાંતના તીવ્ર પોલાણની સમસ્યા કહેવામાં આવે છે.

પેઢામાં સમસ્યા

Advertisement
image source

દરરોજ બરાબર બ્રશ ન કરવાની ટેવ તમારા પેઢા માટે દાંતથી વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. બરાબર બ્રશ ન કરવાથી, તમારા દાંતમાં જામેલી કેવિટી તમારા દાંતમાં પોલાણ કરે છે અને પેઢા નબળા પાડે છે. તેના કારણે દાંત પર હાજર બેક્ટેરિયા દાંતને અંદરથી બગાડે છે. જેના કારણે પેઢામાં સોજો આવવાની સમસ્યા થાય છે.

હૃદય રોગનું જોખમ

Advertisement
image source

જે લોકોને દાંત અને પેઢાની બિમારીઓ હોય તેમને હ્રદય રોગ થવાનું સૌથી વધુ જોખમ હોય છે. તેથી, તમારે નિયમિતપણે તમારા દાંતની તપાસ કરાવવી જોઈએ. આ સિવાય પણ જયારે તમને હાર્ટ એટેક આવે એવું લાગે છે, પછી તે સ્થિતિમાં પેઢામાં સોજા અને જક્ડતા જેવા લક્ષણો જોવા મળે છે.

દાંતમાં થતી કોઈપણ સમસ્યા દૂર કરવા માટે અસરકારક સાબિત થઈ શકે તેવા કેટલાક ઘરેલું ઉપાય ….

Advertisement
image source

– લીંબુના રસમાં મીઠું અને થોડું સરસવનું તેલ મિક્સ કરો. ત્યારબાદ આ મિક્ષણને બ્રશ વડે દાંત પર લગાવવાથી દાંતમાં થતી સમસ્યા દૂર થશે.
– કેળાની છાલનો અંદરનો ભાગ દાંત પર ઘસવો ત્યારબાદ હળવા પાણીથી કોગળા કરવા. આ ઉપાયથી તમારા પીળા થયેલા દાંત એકદમ સફેદ થશે.
– દાંતની પીળાશને દૂર કરવા માટે નારંગીની છાલથી દરરોજ દાંત સાફ કરવા, થોડા દિવસોમાં જ તમારા પીળા દાંત સફેદ થશે.

image source

– જાયફળના તેલમાં થોડું કોટન પલાળો અને દાંતમાં જે જગ્યા પર જંતુઓ છે, ત્યાં તે કોટન રાખો. આ ઉપાયથી દાંત પરના જંતુઓ મરી જાય છે અને દાંત બગડવાનો કોઈ ભય રહેતો નથી.

Advertisement

– જો તમને પણ દાંતનો દુખાવો છે તો લસણની પેસ્ટ બનાવો અને તેમાં મીઠું નાખીને ચાવો. આ કરવાથી તમારા દાંતનો દુખાવો દૂર થાય છે અને દાંતમાં રહેલા જંતુઓ પણ દૂર થાય છે. જો તમે તેનો ઉપયોગ દરરોજ કરો છો, તો તમારા દાંત મજબૂત બનશે.

– લવિંગની મદદથી તમે તમારા દાંતમાં થતી કોઈપણ સમસ્યા સરળતાથી દૂર કરી શકો છો. આ માટે દાંતમાં જે જગ્યા પર દુખાવો થાય છે ત્યાં એક લવિંગ રાખો તેનાથી દાંતમાં થતી પીડા દૂર થશે.

Advertisement

– તમારા દાંતમાં પોલાણના કારણે સોજા આવી ગયા છે તો ફટકડી તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. આ માટે તમે ફટકડીવાળા પાણીથી કોગળા કરો. આ ઉપાય તમારો સોજો ફટાફટ ઘટાડશે અને તમારા દાંતની દરેક સમસ્યા દૂર કરશે.

image source

– દાંતના જંતુઓ દૂર કરવા માટે દહીં સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે. એક સંશોધન પરથી પણ જાણવામાં આવ્યું છે કે જે લોકો નિયમિત દહીંનું સેવન કરે છે તેમને દાંતની કોઈ પ્રકારની સમસ્યા નથી થતી. તેથી દાંતની સમસ્યા દૂર કરવા માટે અથવા દાંતમાં થતી કોઈપણ સમસ્યાથી બચવા માટે નિયમિત દહીંનું સેવન કરો.

Advertisement

– દરરોજ દિવસમાં બે વાર બ્રશ કરો. સવારે ઉઠીને અને રાત્રે ભોજન પછી.

– જમ્યા પછી તરત જ દાંત સાફ કરો. તેનાથી દાંતમાં અટવાયેલી ખાદ્ય વસ્તુઓ દૂર થશે અને દાંતમાં કોઈ સડો નહીં આવે.

Advertisement

– દાંત મજબૂત રાખવા માટે, એવા ઉત્પાદનોનો ઉપયોગ કરો જેમાં ફ્લોરાઇડ હોય.

image source

– કંઈપણ ખાધા પછી તરત જ કોગળા કરી લો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version