Site icon Health Gujarat

દાંતના દુખાવાને કારણે તમારે વારંવાર દવાખાને જવું પડે છે? તો પહેલા કરો આ ઘરેલુ ઉપચારો અને મેળવો રાહત, નહિં ખાવા પડે દવાખાનના ધક્કા

દાંતનો દુખાવો ખૂબ પીડાદાયક હોય છે,જે કોઈને પણને અસ્વસ્થ કરી શકે છે.આવી સ્થિતિમાં,લોકો કાં તો ડેન્ટિસ્ટ પાસે જાય છે અથવા ઘરેલું ઉપચાર શોધે છે જેથી તેના દાંતમાં દુખાવો ઓછો થાય અને સોજો પણ દૂર થઈ જાય.પરંતુ આ દાંતનો દુખાવો જેટલો આપણે ધાર્યે તેટલો સરળ હોતો નથી ,આ પીડા લાંબા સમય સુધી ચાલે છે અને સરળતાથી દૂર પણ નથી થતી અને જો આ દુખાવો અથવા સોજો દૂર થાય છે,તો થોડા દિવસોમાં ફરી તે જ તકલીફો થાય છે.દાંતના દુખાવા અને તેના લક્ષણો ઘટાડવા માટે ડોકટરો તે દર્દની દવાઓ પણ આપે છે,પરંતુ શું તમે જાણો છો કે એવા ઘણા કુદરતી ઉપચારો છે કે જે તમારા દાંતના દુખાવાને તાત્કાલિક રાહત આપવાનું કામ કરે છે અને આ ઉપચારોથી વારંવાર દાંતની તકલીફો પણ થતી નથી.જો તમને ખબર ના હોય,તો અહીંયા અમે તમને એક કે બે નહીં પરંતુ પુરા 10 કુદરતી ઉપચાર પદ્ધતિઓ જણાવીશું જે તમારા દાંતના દર્દને મટાડવા માટે ખૂબ જ અસરકારક અને ફાયદાકારક હશે.

પેપરમિન્ટ ચા બેગ

Advertisement
image source

પેપરમિન્ટ ટી બેગ તમારા દાંતના દુખાવાને શાંત કરી અને તમને રાહત આપે છે.તેનો ઉપયોગ કરવા માટે,તમારે વપરાયેલી ટી બેગને દુખાવાના વિસ્તારમાં લગાડવા પહેલાં તેને ઠંડુ થવા દો.ધ્યાનમાં રાખો કે તે હળવું ગરમ હોવું જોઈએ,આ માટે તમે વપરાયેલી ટી બેગને બે મિનિટ માટે ફ્રીઝરમાં રાખો અને પછી તે ટી બેગ તમારા દુખતા દાંત પર લગાવો.તેમાં હાજર પેપરમિન્ટ તમારા દાંતની પીડાને અને સોજોને દૂર કરવામાં રાહત આપે છે.
મીઠાના પાણીના કોગળા કરો

image source

તમે ઘણા વ્યક્તિઓને આ પદ્ધતિ કરતા જોયા હશે.દાંતના દુખાવાથી તાત્કાલિક છુટકારો મેળવવા માટે, નવશેકા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી રાહત મળે છે.મીઠુ દાંતના દુખાવામાં રાહત આપે છે.આ સાથે,તે તમારા દાંત અને પેઢામાં થતા સોજો ઘટાડવાનું પણ કામ કરે છે.આ માટે,તમે એક ગ્લાસ પાણી ગરમ કરો અને તેમાં એક કે દોઢ ચમચી મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને પછી તેને માઉથવોશ તરીકે પણ ઉપયોગ કરી શકો છો અથવા કોગળા પણ કરી શકો છો.

Advertisement

હાઇડ્રોજન પેરોક્સાઇડ

image source

હાઇડ્રોજન પેરોક્સાઇડથી કોગળા કરવાથી તે તમારા દાંતના દુખાવાને અને દાંતમાં આવેલા સોજાને પણ ઘટાડી શકે છે.દાંતમાં થતા દુખાવા અને સોજામાં થતા બેક્ટેરિયાને મારવામાં પણ હાઇડ્રોજન પેરોક્સાઇડથી રાહત મળે છે.તેનો ઉપયોગ કરવા માટે,તમે 3 ટકા જેટલા હાઇડ્રોજન પેરોક્સાઇડને સમાન ભાગોના પાણી સાથે ભેળવી દો અને પછી તમે તેનો ઉપયોગ માઉથવોશ તરીકે કરી શકો છો.ધ્યાનમાં રાખજો કે તમે તેનો ઉપયોગ કરતી વખતે તેને ગળી ન જાવ.

Advertisement

ઠંડો સેક

image source

દાંતના દુખાવાને દૂર કરવા માટે બરફ અથવા ઠંડો સેક પણ ખૂબ ઉપયોગી છે,જો તમને તમારા દાંત અથવા પેઢામાં દુખાવો થાય છે,તો પછી તમે ઠંડો સેક પણ શકો છો.આ માટે,તમારે દુખાવાની જગ્યા પર થોડો બરફ ઘસવો અથવા તો એક સાફ કપડામાં બરફ બાંધીને તેનો ઠંડો સેક કરવો.તમે તેને દર થોડા કલાકોમાં કરી શકો છો અને તમને તેનાથી ઘણી રાહત થશે.

Advertisement

લસણ

image source

લસણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે,તે આપણા દાંતના દુખાવા અને બળતરાથી પણ રાહત આપવા માટે કામ કરે છે.લસણમાં એવા ગુણધર્મો છે જે હાનિકારક બેક્ટેરિયાને મારી શકે છે.તેનો ઉપયોગ કરવા માટે,તમે લસણની કળી લો અને તેને સારી રીતે પેસ્ટ કરો અને પછી તેને દુખાવાની જગ્યા પર લગાડી દો.તમે ઇચ્છો તો આ પેસ્ટમાં મીઠું પણ ઉમેરી શકો છો.પછી તમે તેને થોડા સમય માટે ત્યાં જ રહેવા દો.આ ઉપચાર પછી તમને ઘણી રાહત મળશે.

Advertisement

વેનીલા અર્ક

image source

વેનીલા અર્કમાં વધુ માત્રામાં આલ્કોહોલ હોય છે,જે તમારા દાંતના દુખાવાને તરત જ શાંત કરવામાં મદદ કરી શકે છે.તેમાં હાજર એન્ટીઓકિસડન્ટો બેક્ટેરિયાને નાશ કરવાનું કામ કરે છે.તેનો ઉપયોગ કરવા માટે,તમે તમારી આંગળી અથવા એક રૂના કટકા પર થોડું વેનીલાના અર્ક લો અને પછી તેને તમારા દાંત પર લગાડો.

Advertisement

લવિંગ

image source

દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે લવિંગ પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.તેનો ઉપયોગ કરવા માટે,રૂના ટુકડા પર થોડું લવિંગનું તેલ લો અને તેને દુખાવાની જગ્યા પર લગાવો અથવા તમે એક ગ્લાસ પાણીમાં લવિંગ તેલના થોડા ટીપા નાખીને કોગળા પણ કરી શકો છોઆનાથી તમને ઘણી રાહત મળશે.

Advertisement

જામફળના પાંદડા

image source

જામફળના પાંદડામાં એવા ગુણધર્મો છે જે આપણને કોઈ પણ દુખાવાના ઉપચારમાં મદદ કરી શકે છે.આ દાંતના દુખાવા અને સોજો બંને ઘટાડવાનું કામ કરે છે.આ માટે તમારે તાજા જામફળનાં પાનને ચાવવા જોઈએ અથવા જામફળના પાંદડાની પેસ્ટ બનાવીને દાંત અને પેઢા પર લગાવવી જોઈએ.

Advertisement

ઘઉંનો લોટ

image source

ઘઉંના લોટમાં એવા ગુણધર્મો હોય છે જે તમારા દાંતની સમસ્યાને તાત્કાલિક દૂર કરવા માટે કામ કરે છે.આ તમારા પેઢામાં થતા સોજા દૂર કરે છે અને ચેપને રોકે છે.તમે તેને સીધું તમારા દાંત અને સોજા પર લગાવી શકો છો.

Advertisement

અજમાના ફૂલો

image source

અજમાના ફૂલમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓકિસડન્ટના ગુણધર્મો હોય છે,જે તમારા દાંતના દર્દને રાહત આપવાનું કામ કરે છે.આ માટે,તમે રૂના ટુકડા પર થોડું અજમાનું તેલ નાખી અને તેમાં થોડા ટીપાં પાણીના નાખો.પાણીથી આ તેલ થોડું પાતળું પડશે,પછી તેને દુખાવાની જગ્યા પર અને સોજા પર લગાવો.આ ઉપરાંત, તમે એક ગ્લાસ પાણીમાં તેલના ટીપાં પણ ઉમેરી શકો છો અને પછી તેનો ઉપયોગ માઉથવોશ તરીકે પણ કરી શકો છો

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version