Site icon Health Gujarat

લોહી પાતળુ કરવા માટે આ ફુડ્સ છે તમારા માટે એકદમ બેસ્ટ, જાણો તમે પણ

લોહી પાતળું કરતા પાંચ ફૂડ

સામાન્ય રીતે લોહીનું ઘટ્ટ થવું નુકસાનકારક હોતું નથી, પરંતુ આવી પરિસ્થિતિ ત્યારે ખતરનાક થઈ શકે છે જયારે ઘટ્ટ લોહી હ્રદય, ફેફસા કે પછી મસ્તિષ્કમાં લોહીના પરિભ્રમણને રોકવા લાગે. આના કારણે સ્ટ્રોક કે પછી હાર્ટ એટેક આવી શકે છે. લોહીને ઘટ્ટ થતું રોકવા માટે બ્લડ થીનર્સનો ઉપયોગ કરવામાં આવે છે.

Advertisement

કેટલાક હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે બ્લડ થીનર્સનો અર્થ એવો છે કે, લોહીને પાતળું કરનાર પદાર્થ. લોહીના ગઠ્ઠાને ભેગા થઈને શરીરના રક્ત સ્ત્રાવથી બચાવવાના રીત છે, જે મોટાભાગના કેસમાં સારું રહે છે અને લોહીને નુકસાનને રોકવામાં મદદ કરે છે.

બ્લડ થીનર્સ નસોમાં અને ધમનીઓમાં રક્ત કોશિકાઓને એકસાથે ચોટાડી રાખવા માટે લોહીને પાતળું કરે છે અને લોહીના ગઠ્ઠાને બનવામાં લાગતા સમયને વધારીને ગઠ્ઠાને જામી જતા અટકાવે છે. કેટલીક પરિસ્થિતિઓ જેવી કે, હ્રદયની અનિયમિત ગતિ કે પછી જન્મજાત હ્રદય દોષ સાથે જન્મ લેનાર વ્યક્તિઓને હાર્ટ એટેક કે પછી સ્ટ્રોકનું જોખમમાં ઘટાડો કરવા માટે લોહીને પાતળું કરનાર દવાઓની જરૂરિયાત હોય છે. એટલા માટે એવા લોકો માટે બ્લડ થીનર્સ લેવાની સલાહ આપવામાં આવે છે, જેમની નસોમાં અને ધમનીઓમાં લોહી ઘટ્ટ થાય છે.

Advertisement
image source

દવાઓ સિવાય કેટલાક એવા ખાદ્ય પદાર્થ છે જેમાં લોહીને પાતળું કરવાનો ગુણ મળી આવે છે. તેમ છતાં આ ખાદ્ય પદાર્થોનું સેવન ડોક્ટરની સલાહ મુજબ કરવું જોઈએ.

તજ :

Advertisement
image source

તજ એક એવો મસાલો છે જે બધા જ ઘરમાં સરળતાથી મળી રહે છે. તજમાં કૌમારીન નામનું એક યૌગિક મળી આવે છે, જે લોહીને પાતળા કરવાનો ગુણ ધરાવે છે. તજના સેવનથી આખા શરીરના બ્લડ સર્ક્યુલેશનમાં સુધાર થાય છે. વધારે પ્રમાણમાં કૌમારીનનો ઉપયોગ કરવાથી આપના શરીરમાં લીવરને પ્રભવિત કરી શકે છે અને લીવરને હાનિ પહોચાડી શકે છે. એટલા માટે આપે તજનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવે છે.

આદુ :

Advertisement
image source

આદુ બ્લડ ક્લોટિંગને ધીમું કરી શકે છે અને લોહીના પાતળાપણાને પ્રેરિત કરી શકે છે. આદુમાં રહેલ સૈલીસીલેટ નામનું કુદરતી રસાયણ હાજર હોય છે. જે કેટલાક છોડમાં મળી આવે છે અને લોહીના ગઠ્ઠાને જામવાથી અટકાવવામાં મદદ કરી શકે છે. જયારે લોહીના પાતળા થવાની વાત આવે છે તો આદુ શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે અને આની સાથે જ નસોને આરામ આપે છે જો કે, ડોક્ટર દ્વારા આપવામાં આવેલ દવાની તુલનામાં આદુની પ્રભાવશીલતાની તપાસ કરવા માટે વધારે અધ્યયનની જરૂરિયાત છે.

કેયેન મિર્ચ :

Advertisement
image source

કેયેન મિર્ચમાં લોહીને પાતળું કરવાના ગુણ હોય છે, જે આપણા શરીરની નસો અને ધમનીઓમાં લોહીના ગઠ્ઠાને જામી જતા અટકાવવામાં મદદ કરે છે. કેયેન મિર્ચમાં લોહીને પાતળું કરવા માટે વધારે પ્રમાણમાં સૈલીસીલેટ રહેલ હોય છે જે આપણા શરીરના બ્લડ સર્ક્યુલેશનને વધારે છે અને બ્લડ પ્રેશરને પણ ઘટાડવામાં મદદ કરે છે.

લસણ :

Advertisement
image source

લસણ શરીરમાં મુક્ત કણોને મારવામાં મદદ કરે છે અને આવી રીતે કોશિકાઓને થતા નુકસાનને અટકાવે છે. લસણ શરીરમાં પ્લેટલેટ કાઉન્ટને વ્યવસ્થિત બનાવવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. લોહીને પાતળા કરવાની સાથે જ લસણની મદદથી શરીરના બ્લડ સર્ક્યુલેશન સુધારવા માટે પણ જાણવામાં આવે છે. લસણને એંટીથ્રોમ્બેટીક ગતિવિધિઓ માટે ઓળખવામાં આવે છે, એટલે કે, એંટી થ્રોમ્બેટિક એંજટ લોજીના ગઠ્ઠાને ઓછા જમા થવામાં મદદ કરી શકે છે.

હળદર :

Advertisement
image source

હળદરમાં મુખ્ય તત્વ કરક્યુમીન નામનું એક એંટીકોઆગુલંટના રૂપમાં કામ કરે છે આ લોહીને પાતળું કરવા માટે કોલેસ્ટ્રોલ અને પ્લાકને હટાવવામાં મદદ કરે છે અને આવી જ રીતે લોહીના ગઠ્ઠાને બનતા અટકાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version